નવા ભારતના નિર્માણ માટેનું આ પ્રગતિશીલ બજેટ ધંધા-રોજગારમાં વધારો કરશે – જી.વા.

  • સામાન્ય અને મધ્યમવર્ગની આવકમાં વધારો કરશે તેમજ અર્થતંત્રમાં લાંબાગાળાની નવી તેજીનો સંચાર કરશે
  • ભારતના અર્થતંત્રને વધુ બળ મળે અને દેશની પ્રગતિની સાથે સાથે ગરીબોને રોજગારીના નવા અવસર પ્રાપ્ત થાય અને તેમની આવકમાં વધારો થાય અને જીવનધોરણમાં પણ સુધારો થાય તે માટેના પ્રયાસો આ બજેટમાં કરવામાં આવ્યા છે.
  • વ્યક્તિગત આવકવેરાના દરોમાં ધરખમ ધટાડો મધ્યમવર્ગની આવક અને બચતમાં વધારો કરશેકેન્દ્રીય બજેટ ૨૦૨૦-૨૧ અંગે ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, —
    ૨૦૨૦ના દશકનું પ્રથમ બજેટ એ આવનારા ૪ વર્ષમાં ભારતને ૫ ટ્રીલીયન ડોલરના અર્થતંત્ર બનાવવા માટેનો રોડમેપ બની રહેશે. ગાંવ, ગરીબ, કિશાન, મહિલા, યુવા એમ તમામ વર્ગની સર્વાંગીણ ઉન્નતી થાય તે પ્રકારનું સર્વસમાવેશક અને પ્રગતિશીલ બજેટ છે.
    ભારત દુનિયાનું સૌથી મોટું ૫માં નંબરનું અર્થતંત્ર બન્યું છે ત્યારે આ બજેટે ભારતને વૈશ્વિક અર્થતંત્રમાં વધુ ઉંચાઈઓ પર લઇ જશે તેમાં કોઈ બે મત નથી.
    વ્યક્તિગત આવકવેરાના દરોમાં પણ ધરખમ ઘટાડો આ બજેટમાં જાહેર કર્યો છે જેનાંથી મધ્યમવર્ગની આવક અને બચતમાં વધારો થશે. તે ઉપરાંત આ બજેટમાં એસ.સી. તથા પછાતવર્ગની ઉન્નતી અને સમૃદ્ધિ માટે કુલ ૮૫૦૦૦ કરોડની ફાળવણી તથા અનુસુચિત જનજાતિ વર્ગ માટે કુલ ૫૩૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે જે સર્વાંગીણ ઉન્નતી માટેની દ્રઢ ઇચ્છાશક્તિ દર્શાવે છે.આ ઉપરાંત શિક્ષણ માટે ૯૯,૩૦૦ કરોડની ફાળવણી અને સ્કીલ ઇન્ડિયા માટે ૩૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે જેનાંથી યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતામાં વધારો થશે અને રોજગારીના નવા દ્વારા ખુલશે.
    ભારતના અર્થતંત્રને વધુ બળ મળે અને દેશની પ્રગતિની સાથે સાથે ગરીબોને રોજગારીના નવા અવસર પ્રાપ્ત થાય અને તેમની આવકમાં વધારો થાય અને જીવનધોરણમાં પણ સુધારો થાય તે માટેના સનિષ્ઠ પ્રયાસો આ બજેટમાં કરવામાં આવ્યા છે. નવા ભારતના નિર્માણ માટેનું આ પ્રગતિશીલ બજેટ ધંધા-રોજગારમાં વધારો કરશે,સામાન્ય અને મધ્યમવર્ગની આવકમાં વધારો કરશે તેમજ અર્થતંત્રમાં લાંબાગાળાની નવી તેજીનો સંચાર કરશે.