ધરમપુરના આંબાતલાટ ગામના યુવા આદિવાસી ખેડૂત દીપક વાહુતની. જેણે ટીસ્યુ કલચર શેરડી રોપાની નર્સરી કરી છે. ધરમપુરના એનાર્ડે ફાઉન્ડેશનના પ્રોજેકટ ઓફિસર ચેતનસિંહ ઠાકોરના માર્ગદર્શન હેઠળ જીએસએફસી બરોડા તેમજ વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વલસાડની પ્રાયોજના વહીવટદારની કચેરી મારફતે દીપકે આધુનિક ટીસ્યુ કલચર નર્સરી થકી લાખો રોપાનું ઉત્પાદન કર્યું છે. દીપકે ગયા વર્ષે શેરડીનું ઉત્પાદન કરવાની શરૂઆત કરી હતી. જેમાં તેને 5 લાખનો ઓર્ડર મળ્યો હતો. 6 મહિનામાં જ ટીશ્યુકલ્ચર શેરડીના રોપા થકી 30 લાખ જેટલી માતબર રકમની આવક મેળવી છે. જે તેના માટે મોટો આર્થિક ટેકો બની ગઈ છે.
ટીશ્યુ કલ્ચર નર્સરીથી શેરડીનું ઉત્પાદન કરવા સૌ પ્રથમ ટ્રેમાં કોકોપીટ અને વર્મી કમ્પોસ્ટ ખાતર ભરવામાં આવે છે. ત્યાર બાદ ખેતરમાંથી શેરડી કાપી લાવી તેમાંથી આધુનિક ટેકનોલોજીના મશીન દ્વારા શેરડીમાંથી ગાંઠ કાઢી તેને પાણીમાં બોળી નાખવામાં આવ્યા બાદ ટ્રેમાં મુકવામાં આવે છે. ત્યારબાદ રોજ સવાર, બપોર, સાંજ પાણીનો છંટકાવ કરવામાં આવે છે. 45 દિવસના ટૂંકા ગાળામાં રોપા તૈયાર થઈ ખેડૂતના ખેતર સુધી પહોંચી જાય છે.
આ ટેકનોલોજી અપનાવાથી સૌ પ્રથમ સો ટકા પ્લાન્ટનું જર્મીનેશન થાય છે. તેમજ તેમજ કોઈ પણ પ્રકારનો રોગ કે વાયરસ આવતો નથી. ઉપરાંત ઓછા રોપામાં વધારેમાં વધારે વાવેતર થાય છે અને પાણીની બચત થાય છે. તેમજ દવાનો ખર્ચ પણ બચી જાય છે. આ રીતે ટીશ્યુ નર્સરીની પદ્ધતિથી ઓછા ખર્ચે શેરડીનું વાવેતર કરી તમે પણ લાખો રૂપિયા કમાઈ શકો છો.