ગુજરાતમાં ફેફસાના કેન્સર માટે તમાકુ અને પ્રદૂષણ 50-50 કારણ

गुजरात में तम्बाकू और प्रदूषण 50-50 फेफड़ों के कैंसर का कारण बनते हैं Tobacco and pollution contribute 50-50 to lung cancer in Gujarat

અમદાવાદ, 3 ઓગસ્ટ 2024
તમાકુનો ધુમાડો ફેફસાના કેન્સર માટે માનવામાં આવતો હતો પણ હવે 50 ટકા કારણ પ્રદૂષણ છે. 85 ટકા દર્દીઓમાં ધૂમ્રપાન કારણભૂત છે. ગુજરાતમાં 5 વર્ષમાં અમદાવાદની કેન્સર હોસ્પિટલ જીસીઆરઆઈમાં 4660 દર્દીઓ ફેફસાના કેન્સરના નોંધાયા છે. ભારતમાં વર્ષે 8 હજાર અને ગુજરાતમાં વર્ષે 2 હજાર કેન્સરના દર્દી બને છે. જેમાં પુરુષો 82% અને મહિલાઓ 18% હોય છે. ફેફસાનું કેન્સર થયા પછી 10 ટકા લોકોના મોતથી બચે છે.

જીસીઆરઆઈના દર્દીઓમાંથી ગુજરાતના 3290 તથા મધ્યપ્રદેશના 689 અને ઉત્તરપ્રદેશના 68 તેમજ બાકીના અન્ય રાજ્યોના છે.

ગુજરાત કેન્સર સોસાયટીના અધ્યક્ષ પંકજ પટેલના મત પ્રમાણે ગુજરાત કેન્સર સોસાયટીએ 2023માં 8 લાખ ઓપીડી દર્દીઓ અને 60 હજાર ઇન્ડોર દર્દીઓની સારવાર કરી હતી. 2023માં ભારતમાં 15 લાખ અને ગુજરાતમાં કેન્સરના 73 હજારથી 85 હજાર દર્દીઓ હતા. જેમાં અઢી ટકા ફેફસાના હોય છે. સૌથી વધુ મોઢાના કેન્સર, ત્યારબાદ બ્રેસ્ટ, જીભ, ગર્ભાશય તેમજ ફેફસા કેન્સર હોય છે.

હવાનું પ્રદૂષણ અને તમાકુનું ધુમ્રપાન એ ફેફસાના કેન્સરનું પ્રાથમિક કારણ છે. જે વૈશ્વિક સ્તરે ફેફસાના કેન્સરના મૃત્યુના બે તૃતિયાંશ માટે જવાબદાર છે. ધુમ્રપાન છોડવાથી ફેફસાનું કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. ધૂમ્રપાન છોડ્યાના 10 વર્ષ પછી, ધૂમ્રપાન કરનાર વ્યક્તિ માટે ફેફસાનું કેન્સરનું જોખમ લગભગ અડધું થઈ જાય છે. ખરાબ લાઈફ સ્ટાઈલ અને ખાવા-પીવાનું છે.

તમાકુનું ધુમ્રપાન ક્રોનિક અવરોધક પલ્મોનરી ડિસીઝ (સીઓપીડી)નું મુખ્ય કારણ છે. લાળ ફેફસામાં જમા થાય છે, જેના કારણે ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. ખાસ કરીને નાની ઉંમરે ધુમ્રપાન શરૂ કરનાર વ્યક્તિઓમાં સીઓપીડી થવાનું જોખમ વધારે છે.

ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટમાં 2019 થી 2023માં ફેફસાના કેન્સરના 4660 દર્દીઓ નોંધાયા છે. જેમાં 3841 દર્દીઓ પુરુષો છે અને 819 દર્દીઓ મહિલા છે. એમ પુરુષોમાં ફેફસાનું કેન્સરનું પ્રમાણ 82.42 ટકા અને મહિલાઓમાં 17.58 ટકા છે. મહિલાઓ કરતાં પુરુષોમાં ફેફસાનું કેન્સરનું જોખમ 5 ગણુ વધુ છે.

વર્ષ 2023માં 953 દર્દી સારવાર લીધી તેમાં 78 ટકા એટલે કે 745 પુરુષો અને 21.83 ટકા એટલે કે 208 મહિલા હતા.

અમદાવાદ
અમદાવાદ સિવિલ કેન્સર હોસ્પિટલમાં 26થી 30 વર્ષની વયના પાંચ વર્ષમાં 43 દર્દી નોંધાયા હતા, 31થી 35 વર્ષ વાળા 65 અને 36થી 40 વર્ષના 134 દર્દીએ લંગ કેન્સરની સારવાર લીધી હતી. સૌથી વધુ 61થી 65 વર્ષના 928 એટલે કે 19.91 ટકા દર્દીઓ નોંધાયા હતા.

ઉંમર – ટકાને ફેફસાનું કેન્સર
60થી 65 – 19.91
40 થી 60 –  50

ભારતમાં 81 હજારથી વધુ દર્દીઓ દર વર્ષે ફેફસાના કેન્સરના નોંધાયા છે. જેમાંથી 75 હજાર જેટલા મૃત્યુ પામે છે.

વિશ્વમાં દર વર્ષે 1.99 કરોડથી વધુ દર્દીઓ જુદા જુદા કેન્સરના નોંધાયા છે. જેમાં 2490 લાખથી વધુ ફેફસાના કેન્સરના હોય છે. દર વર્ષે વિશ્વમાં 18 લાખથી વધુ દર્દીઓ ફેફસાના કેન્સરથી મૃત્યુ પામે છે.

તમાકુની કુટેવને લીધે ગુજરાત ‘ઓરલ કેન્સર’માં દુનિયાનું ‘કેપિટલ’ બન્યું છે. જેમાં ફેફસાનું કેન્સર પણ છે.

બીડી વગર કેન્સર
ભારતમાં ફેફસાના કેન્સરના અડધાથી વધુ દર્દીઓ ધૂમ્રપાન નથી કરતા. ફેફસાનું કેન્સર એ ત્રીજા નંબરનું સૌથી વધુ થતું કેન્સર છે. ભારતમાં 2020 માં કેન્સરના મૃત્યુમાંથી 7.8% ફેફસાના કેન્સરને કારણે થયા હતા.

1990માં ભારતમાં ફેફસાના કેન્સરનો દર એક લાખની વસ્તી દીઠ 6.62 હતો. 2019માં વધીને 7.7 થયો હતો. જેમાં પુરુષોમાં 10.36 વધીને 11.16 અને સ્ત્રીઓમાં 2.68 થી વધીને 4.49 થઈ ગયું હતું. મહિલાઓમાં ફેફસાનું કેન્સર વધાવાનું વલણ જોવા મળે છે.

ક્યારેય બીડી કે સિગારેટ પીધી પણ ન હોય એવા 40 ટકા લોકોને ફેફસાનું કેન્સર જણાયું હતું.
પેસીવ સ્મોકિંગ તેમજ પ્રદૂષણ જવાબદાર માનવામાં આવે છે. 10 માંથી 3 વ્યક્તિ પેસીવ સ્મોકિંગનો શિકાર બને છે.

ખાણો અને કારખાનાઓમાં ધુમ્રપાન ન કરતા હોવા છતાં પણ ફેફસાના કેન્સરના દર્દી બની જાય છે. હાનિકારક રસાયણો અને વાયુઓ શરીરમાં પ્રવેશ કરે છે. જે ફેફસાના કેન્સરનું કારણ બને છે.

હવાનું પ્રદૂષણ કેન્સરને નોતરે છે. PM2.5 એટલે 2.5 માઇક્રોનના કણો એ સૌથી મોટું જોખમી પરિબળો છે. માનવ વાળ કરતા 100 ગણા પાતળા આ કણ છે ખૂબ જ ખતરનાક છે. જે નાક અને મોં દ્વારા સીધા શરીરમાં પ્રવેશી શકે છે. જે હૃદય અને ફેફસાંને અસર કરે છે. સ્વાસ્થ્ય બગડે છે.

વિશ્વમાં સૌથી વધુ PM2.5 ભારમાં છે. શિયાળાની ઋતુમાં ભારતની અંદરની હવા બહારની હવા કરતાં 41% વધુ પ્રદૂષિત હોય છે.