पर्यटन दिवसः कच्छ का प्राकृतिक आश्चर्य कड़िया ध्रो को पर्यटन स्थल के रूप में विकसित नहीं किया, Tourism Day: Kutch’s natural wonder Kadiya Dharo was not developed as a tourist destination
દિલીપ પટેલ
અમદાવાદ, 27 સપ્ટેમ્બર 2023
કચ્છના નખત્રાણાથી 40 કીલોમીટર દૂર દુર્ગમ વિસ્તારોમાં એક સમયે સપાટ રહેલી ખડકોને પવનની થપાટો અને પાણીનો ઘસારો લાગતાં આજે અચરજ પમાડે તેવી કોતરો જોવા મળે છે. અનેક જાતના ખનીજોને લીધે રંગ બેરંગી ખડકો જોવા મળે છે. આશ્ચર્ય એ થાય છે કે, પથ્થર કે ખડકો આટલા બધા રંગના કેવીરીતે છે ? આટલા બધા આકાર કઈ રીતે થયા હશે? અહીં સરકારે કુદરતી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવું જોઈએ.
27મી સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિવસ છે. ત્યારે વિશ્વના લોકોને આકર્ષે એવી કચ્છમાં કાળિયો ધરો, ડોયનૌસોર હેરીટેઝ, કરોડો વર્ષ પહેલાના વૃક્ષોના ફોસીલ પાર્ક બની શકે તેમ છે, તેના માટે સરકાર કંઈ કરવા તૈયાર નથી.
વિશ્વ કક્ષાનું નયનરમ્ય સ્થળ કાળિયો ધરો કચ્છમાં આવેલું છે. કાળિયો ધ્રોને ધ ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા 2021માં વિશ્ના 52 જોવાલાયક સ્થળોની યાદીમાં સ્થાન પામ્યું હતું. પાણીના સ્તરમાં આવેલ ફેરફારોથી કુદરતી રીતે જમીન અને પથ્થરમાં આકૃતિઓ રચાઈ છે. 52 સ્થળોની યાદીમાં ભારતના ત્રણ સ્થળો છે. જેમાં કડિયા ધ્રો, હિમાલયના પ્રખ્યાત નંદાદેવી પર્વત અને લદ્દાખ છે. વિશ્વભરમાંથી 2000 સ્થળો માટે ભલામણ આવી હતી. જેમાં 52 સ્થળોને પસંદ કરવામાં આવ્યા હતા. વિશ્વના 52 ફરવાલાયક સ્થળ પૈકિનું એક પ્રકૃતિના કેનવાસ પર કુદરતની બેનમૂન ચિત્રણ છે. આ જગ્યા અમેરિકાના ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્ક ને મળતી આવે છે. અમેરિકાના ન્યૂયોર્ક ટાઇમ્સે તેના પહેલા પાના પર છાપી હતી.
સાત શિખર પર કલા
સ્થળ પર આવેલા પર્વતને સાત શિખરો છે. અહીંના લોકો તેને મહાભારત પર્વત તરીકે ઓળખે છે. પાંચ પાંડવ, કુંતી અને દ્રોપદીના સાત શિખરના નામ છે. એક સમયે સપાટ રહેલા ખડકોને કાળક્રમે પવનની થપાટો અને પાણીનો ઘસારો લાગતા અચરજ પમાડે તેવી કરોડો વર્ષ જૂની આ હવા, પાણી અને ગરમીથી બનેલી કોતરણી કે કુદરતે કમાલનું નકશીકામ કર્યુ છે. કરોડો વર્ષ જૂની આ પ્રાકૃતિક રચનામાં પવનની થપાટો અને પાણીનો ઘસારો લાગતા અચરજ પમાડે તેવી કોતરણી અહીં જોવા મળે છે કુદરતની શ્રેષ્ઠ શિલ્પકારી, કુદરતીની રચનાને ગુજરાતના ગ્રાન્ડ કેન્યન તરીકે ઓળખાય છે. ખડક, ઝરણાં, નાના તળાવ છે. પ્રકૃતિ પ્રેમી, ટ્રેકિંગ- ટ્રાવેલિંગ, ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીનું સારું સ્થળ છે.
કસબી નદી
કોટડા થરાવડા, ભડલી, લાખીયારવીરા, જતાવીરા, મોરજર અને નથ્થરકૂઇના નિર્જન વિસ્તારોમાં કુદરતે કમાલનું નક્શીકામ કર્યું છે. ઉંડી કોતરો વચ્ચે ક્યાંક નાના તળાવ ચોમાસામાં ભરાય છે. ભાહેડ નદી વહે છે. જેને ગામઠી ભાષામાં ધ્રો કે વાય તરીકે ઓળખાય છે. કચ્છ જિલ્લાના ભુજ શહેરથી લગભગ 35 કિલોમીટરના અંતરે આવેલ કડિયા ધ્રોને ગુજરાતના ગ્રાન્ડ કેન્યન તરીકે ઓળખવામાં આવે છે. કચ્છી ભાષામાં કડિયા ધ્રોનો અર્થ જોઇએ તો, કડિયા એટલે કસબી અને ધ્રો એટલે નદીના પટમાં જોવા મળતા નાના તળાવ.
કુદરત એક શિલ્પી
સફેદ રણ ઉપરાંત પથ્થરો પર નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ફરવા જવાની મજા છે. સ્થળ હજુ વણખેડાયેલું છે. 4 કિલોમીટર દૂર વાહન રાખીને સ્થળ પર પગપાળા જવું પડે છે. ચોમાસામાં લપસણા પથ્થર બની જાય છે. રંગબેરંગી ખડક, ઝરણાં, અને નાના તળાવ તેમજ હરિયાળી આ વિસ્તારની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. આ સ્થળ પ્રકૃતિના ખોળામાં આવ્યા હોય તેવી અનેરી શાંતિનો અહેસાસ કરાવે છે. પ્રકૃતિ પ્રેમી, ટ્રેકિંગ- ટ્રાવેલિંગ, ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીના શોખીન લોકો માટે આ સ્થળ બેસ્ટ લોકેશન પૂરું પાડશે. આ ઉપરાંત પ્રી- વેડિંગ અને પોસ્ટ વેડિંગ ફોટોગ્રાફી માટે પણ આ સ્થળ પર પસંદગી ઉતારી શકાય. મગરનો ભય છે.
ઈકોપ્રવાસન
ગુજરાતના જાંબુઘોડા, રતનમહાલ, શૂલપાણેશ્વર, (મહાલ) પૂર્ણા અને જેસોર અભ્યારણમાં 10 ઇકો ટુરિઝમ સ્થળોનો વિકાસ કરવામાં આવ્યો હતો. જુલાઈ અને સપ્ટેમ્બર 2021 વચ્ચે સીએજીએ તપાસ કરી તો, છ સ્થળોએ કાયમી સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવ્યા કેન્દ્ર સરકાર કે એન બી ડબલ્યુ એલની પૂર્વ મંજૂરી લીધી ન હતી. અભ્યારણોમાં વાર્ષિક ધોરણે મુલાકાત લીધેલ પ્રવાસીઓની સરેરાશ સંખ્યા જેસોરમાં 2053, બાલારામ અંબાજીમાં શૂન્ય, જાંબુઘોડામાં 29460, રતનમહાલમાં 16063, શૂલપાણેશ્વર માં 33018, પૂર્ણા માં 31134 પ્રવાસીઓ આવેલા હતા. પ્રતિબંધિત નક્કર પ્લાસ્ટિકના કચરા થી ભરાઈ ગયો હતો આમ અભ્યારણમાં યોગ્ય કચરા વ્યવસ્થાપનની નીતિની જરૂર હતી પરંતુ વિભાગ દ્વારા વ્યવસ્થાપન બાબતે બેદરકારી રાખી હોવાનું બહાર આવ્યું છે.
નળસરોવર
સાણંદ પાસેના નળસરોવરમાં પ્રાથમિક સુવિધા નથી. પ્રવાસીઓની હોડી દ્વારા લૂંટ થાય છે. પ્રવાસીઓની સંખ્યામાં 40 ટકા ઘટાડો થયો છે.
2016માં ઊભા કરાયેલા ટેન્ટ થોડા સમય બાદ ગાયબ થઇ ગયા હતા. હોટેલ, સ્થળો તમામ સુવિધાઓ નામશેષ થઇ ગઇ છે. ટોઇલેટ બનાવાયા તો પાણી નથઈ. રામસર યોજનામાં આવતા વેટલેન્ડમાં ગુજરાતમાં કચ્છ અને નળસરોવરનો સમાવેશ થાય છે. નળસરોવરને બર્ડ સેન્ચ્યૂરી પ્રવાસન સ્થળ વિકસાવવાની વાતો થઈ છે. ફી પ્રમાણે સુવિધા નથી. પ્રવાસીઓને બે કિમી ચાલીને અંદર જવું પડે છે. સવારે 6થી સાંજના 5 સુધી એન્ટ્રી છે. સાંજે 6થી 7 વાગે જગ્યા ખાલી કરાવાય છે.
રોકાણની વાતો
ગુજરાતમાં ટુરિઝમ અને એવિએશન ક્ષેત્રે રહેલી વિકાસ અને રોકાણની તકોની વાતો 1995થી થાય છે. રૂ. 5 લાખ કરોડના રોકાણ સામે રૂ.50 હજાર કરોડના પાણ રોકાણ થયા નથી. મોદીએ 20 વર્ષ પહેલાં ગુજરાતે સરકારે પ્રવાસી ક્ષેત્ર પર વધુ ભાર મૂકવાનો નિર્ણય કર્યો હતો. રોજગારીની વિપુલ તકો રહેલી છે. મોટા રોકાણ લાવવાના હતા. આવી મોટી યોજના ક્યાંય જોવા મળતી નથી.
37 યોજના પડી ભાંગી
2005થી સરકારે પ્રવાસન વિકાસ માટે 37 પ્રવાસન પરિયોજના ગાંધી સરકીટ, ઉત્તર ગુજરાત સરકીટ, કચ્છ સરકીટ, બીચ સરકીટ, અમદાવાદ સરકીટ, દરિયા-કિનાર સરકીટ, ઈકો-ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ, ધાર્મિક ટુરિઝમ, મેળા-ઉત્સવો, હેરિટેઝ-સાંસ્કૃતિક પ્રવાસન હતા. મોટી સર્કિટ બની નથી અને સફળ સર્કીટ એક પણ નથી. જેમાં 13 વર્ષ પહેલા રૂ.50 હજાર કરોડનું રોકાણ કરવાનું હતું. પણ વડાપ્રધાનના ગામ વડનગરને વિકસાવવા માટે જ કામ થયું છે. બાકીની 450 જેવી હેરીટેજ સાઈટો ખુલ્લી પડી છે. તેની સંભાળ રાખવા માટે ચોકીયાતો નથી.
એમઓયુ નિષ્ફળ
2009માં પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોજાયેલી ચોથી ગુજરાત વાયબ્રંટ સમિટમાં ટુરિઝમ સેકટર માટે રૂ. 43 હજાર કરોડ રોકાણ માટે 97 કંપનીઓએ સમજૂતી કરાર કર્યા હતા. 2011માં રૂ. 1 લાખ કરોડના સમજૂતી કરાર થયા હતા. આમ 22 વર્ષમાં ગુજરાતમાં પ્રવાસન સ્થળોના રોકાણ માટે રૂ.5 લાખ કરોડનો એમઓયુ અને સરકારી જાહેરાતો કે ખાનગી કંપનીઓએ જાહેરાતો કરી હતી. પણ 22 વર્ષમાં રૂ. 50 હજાર કરોડનું પણ રોકાણ નથી થયું.
ઐતિહાસિક અને સ્થાપત્યની દ્રષ્ટિએ મહત્વ ધરાવતાં અનેક પૌરાણિક કે ધોળાવીરા કે લોલ જેવા 250 સ્થળો છે. જેનો વિકાસ થયો નથી.
વિદેશી ગુજરાતી
પ્રવાસીઓમાં વધારો થયો છે. જેમાં મુખ્ય હિસ્સો વિદેશમાં વસતા 1 કરોડ 20 લાખ વિદેશી ગુજરાતીઓનો છે. તેઓ બે કે 3 વર્ષે ગુજરાત આવે છે. દેશમાં ગુજરાતી બોલનારા 4.58 ટકા લોકો છે. ગુજરાત બહાર ભારતમાં 33 લાખ લોકો ગુજરાતી બોલે છે. જેમાં મહારાષ્ટ્રમાં 23 લાખ છે. તમિલનાડુ રાજ્યમાં 25 લાખ મૂળ સૌરાષ્ટ્રના લોકો રહે છે. જૂની સૌરાષ્ટ્રની ઓળખ તેમજ સૌરાષ્ટ્રની પરંપરા અને વારસાને અકબંધ રાખી રહે છે. એવું ગુજરાતની હિંદુવાદી સરકારે જાહેર કર્યું છે. પણ વસતી ગણતરીના આંકડાઓ મોદીના આ દાવાને જૂઠ સાબિત કરે છે. કારણ કે તામિલનાડુમાં ગુજરાતી ભાષા બોલનારા માત્ર 2.75 લાખ છે નહીં કે 25 લાખ. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતની ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકાર ભ્રમણા ફેલાવી રહી છે, કે તામિલનાડુમાં 25 લાખ ગુજરાતીઓ રહે છે.
12 સ્થળે 17 લાખ પ્રવાસીઓ
સાપુતારા મોનસુન ફેસ્ટિવલ, રંગ છે મેઘાણી, ગાંધી જયંતી મહોત્સવ, ધોળાવીરા ઉત્સવ, તરણેતરનો મેળો, માધવપુરનો મેળો, રાષ્ટ્રીય મેન્ગો ફેસ્ટિવલ, અસ્મિતાનો ઉત્સવ, વડનગર, દશેરા મહોત્સવ અને શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા , સોમનાથ, અંબાજી, દ્વારકા, કચ્છનું રણ, ગીર નેશનલ પાર્ક, નવરાત્રિ, આંતરરાષ્ટીય પતંગ મહોત્સવ, તાનારીરી મહોત્સવ તેમજ રણોત્સવ વર્ષ- 2022-23માં 17 લાખ 77 હજાર પ્રવાસીઓ આવ્યા હતા.
2023ના પ્રથમ 8 મહીનામાં 15 લાખ 40 હજાર વિદેશી પ્રવાસીઓ ગુજરાતની મુલાકાત આવ્યા છે. 2023માં વિદેશી પ્રવાસીઓનો આંકડો 20 લાખ સુધી પહોંચી શકે છે. પ્રવાસીઓમાં 8 ટકાનો વિકાસ દર છે. જેમાં સરકાર ભેદભાવ રાખીને જૈન, પારસી, ખ્રિસ્તી અને મુસ્લિમ પ્રવાસન સ્થળો સામવતી નથી.
વિદેશી પ્રવાસી
ટીસીજીએલ તરફથી અપાયેલ આંકડા મુજબ 2022માં ભારત આવનાર વિદેશી પ્રવાસી 85 લાખ 90 હજાર હતા. જેમાં ગુજરાતમાં મૂળ ગુજરાતી પણ વિદેશી 17 લાખ 77 હજાર હતા. ભારતમાં આવનાર વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો 20.17 ટકા સાથે છે. જેમાં ગુજરાતી વિદેશીઓ વધારે છે.
યુનેસ્કોની વિશ્વ વારસા શહેર અમદાવાદ શહેર ગુજરાત આવતા વિદેશી સહેલાણીઓની પ્રથમ પસંદગી છે. વર્ષ-2022માં 3 લાખ 63 હજાર સહેલાણીઓએ અમદાવાદનો સદીઓ જૂનો વારસો નિહાળ્યો છે. વર્ષ- 2023માં 8 મહિનામાં 3 લાખ 53 હજાર પ્રવાસીઓ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. ઉપરાંત ચાંપાનેર-પાવાગઢ ડેવલપમેન્ટ, રાણીની વાવ, સૂર્ય મંદિર, મોઢેરા અને ઐતિહાસિક શહેર અમદાવાદ છે.
અમદાવાદમાં 3 લાખ વિદેશી
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ ખાતે આવતા પ્રવાસીઓની સંખ્યા 1 લાખ છે. વિદેશી માટે ટૉપ મોસ્ટ પ્રવાસન સ્થળોમાં વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ ટોચના સ્થાને છે. 2023 સુધી અમદાવાદ આવનાર વિદેશી પ્રવાસીઓની સંખ્યા 3 લાખ 63 હજાર થઈ શકે છે. જેમાં મોટો હિસ્સો મૂળ ગુજરાતના વિદેશીઓનો છે. ગુજરાતમાં આવતા પ્રવાસીઓની માહિતી માટે AATITHYAM પોર્ટલ છે.
અંબાજી, દ્વારકા, સોમનાથ, ગીર, સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિદેશી સહેલાણીઓ માટે પસંદગીના સ્થળો બની રહ્યા છે.
વર્ષ 2022 તથા 2023 (ઑગસ્ટ સુધી) ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લેનારાઓની સંખ્યા નીચે મુજબ છે :
પ્રવાસન સ્થળ – વર્ષ 2022 – વર્ષ 2023 (ઑગસ્ટ સુધી)
અમદાવાદ 6,63,000 – 3,53,000
સાબરમતી રિવરફ્રન્ટ 67,000 – 1,07,969
અંબાજી મંદિર 1,53,000 – 77,225
સોમનાથ મંદિર 1,04,000 – 73,121
દ્વારકા મંદિર 75,000 – 62,915
કાંકરીયા લેકફ્રન્ટ 49,000 – 48,656
સુરત શહેર 61,000 – 46,656
પાવાગઢ મંદિર 44,000 – 39,971
સ્ટૅચ્યુ ઑફ યુનિટી 22,000 – 25,291
ગાંધી આશ્રમ 33,000 – 13,800
શિવરાજપુર બીચ 200 – 8,656
અડાલજની વાવ 240 – 2,498
રાણી કી વાવ (પાટણ) 200 – 785
ગુજરાત પ્રવાસન નિગમ લિ.નો વર્ષ 2020-21ના અહેવાલમાં વર્ષ 2020-21માં પ્રવાસીઓની સંખ્યામાં 80 ટકા ઘટાડો થયો હતો. વર્ષ 2019-20માં 6.09 કરોડ પ્રવાસીઓ ગુજરાત, દેશના અન્ય રાજ્યો તેમજ વિદેશથી આવ્યા હતા. વર્ષ 2020-21માં પ્રવાસીઓની સંખ્યા ઘટીને 1.18 કરોડ આસપાસ થઈ હતી.
2020-21માં 24.55 કરોડના અંદાજિત ખર્ચે વિવિધ સર્કિટ પ્રોજેક્ટ વિકસાવાયા છે. 41 પ્રોજેક્ટ એવા છે જેમાં કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મળે છે.
ઈન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ
ઈન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ- 2023ના એહેવાલમાં ગુજરાતે વિદેશી પ્રવાસીઓની દ્રષ્ટિએ પ્રથમ સ્થાન અને સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વર્ષ 2022માં કુલ 8.59 મિલિયન વિદેશી પ્રવાસીઓએ ભારતની મુલાકાત લીધી હતી. એમાંથી 1.78 મિલિયન પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. એટલે કે વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો દેશમાં 20.70% સાથે સૌથી વધુ રહ્યો છે. એ પ્રમાણે વર્ષ 2022માં કુલ 1731.01 મિલિયન સ્થાનિક પ્રવાસીઓએ દેશના વિવિધ રાજ્યોની મુલાકાત લીધી હતી. જેમાંથી 13 કરોડ 58 લાખ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા એટલે કે સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો 7.85% સાથે દેશમાં પાંચમા સ્થાને રહ્યો છે.
13 કરોડ પ્રવાસીઓ
10 વર્ષમાં ગુજરાત વિદેશી પ્રવાસીઓની મુલાકાત બાબતે ટોપ-10માં પણ નહોતું આવતું. 2022માં 13 કરોડથી વધારે પર્યટકો ગુજરાત આવ્યા હતા. 13 કરોડ સ્થાનિક પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો 7.85% સાથે દેશમાં પાંચમા સ્થાને રહ્યો છે. 2022માં 22 ટકા વિદેશી પ્રવાસીઓ અમેરિકાથી, 20 ટકા બાંગ્લાદેશથી, 10 ટકા યુકેથી આવ્યા અને અન્ય ટોપ 10 દેશમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, શ્રીલંકા, જર્મની, સિંગાપોર, મલેશિયાનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં 2022માં સૌથી વધુ સ્થાનિક પ્રવાસીઓ આવ્યા
વર્ષ સ્થાનિક પ્રવાસીઓ વિદેશમાં હિસ્સો ક્રમ
2022 13.5 કરોડ 7.80% 5
2021 2.45 કરોડ 3.60% 9
2020 1.94 કરોડ 3.20% 9
2019 5.88 કરોડ 2.50% 9
2018 5.43 કરોડ 2.90% 9
2017 4.83 કરોડ 2.90% 9
2015 4.22 કરોડ 2.60% 9
2014 3.62 કરોડ 2.50% 9
2022માં વિદેશી પર્યટકો
રાજ્ય વિદેશી પર્યટક હિસ્સો
ગુજરાત 17.8 લાખ 20.7
મહારાષ્ટ્ર 15.1 લાખ 17.6
પ. બંગાળ 10.4 લાખ 12.08
દિલ્હી 8 લાખ 9.5
ઉત્તરપ્રદેશ 6 લાખ 7.56
ભારત 86 લાખ 100
2001-02માં ગુજરાતમાં પ્રવાસીઓ 52 લાખ હતા.
2017માં 4.83 કરોડ જ્યારે 2018માં 5.43 કરોડ હતા.
2019માં કુલ 5 કરોડ 88 લાખ પ્રવાસીઓએ આવ્યા હતા. જે દેશના કુલ પ્રવાસીઓના 2.5 ટકા હતા.
વર્ષ 2019-20માં 6 કરોડ 9 લાખ પ્રવાસીઓ ગુજરાતમાં આવ્યા હતા. પ્રવાસીઓમાં 12 ગણો વધારો થયો હતો. જ્યારે પ્રવાસન વિભાગનું બજેટ 40 ગણા વધારા સાથે 12 કરોડથી રૂ. 487 કરોડ થયું છે. ગુજરાતમાં પ્રવાસીઓનો વૃદ્ધિદર 13 ટકા રહ્યો હતો.
2021માં ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે 5 વર્ષમાં 13 ટકા વૃદ્ધિ: પ્રવાસીની સંખ્યા 6.09 કરોડે પહોંચી
ત્રણ વર્ષમાં 11 લાખ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી. રણોત્સવમાં એક વર્ષના 3 કરોડ 89 લાખ ખર્ચની સામે 80 કરોડ 90 લાખની આવક થઇ છે.
યૂનેસ્કોના હેરિટેજ ટેગ
નવરાત્રી મહોત્સવ પાછળ દર વર્ષે 8 કોડ જેટલો ખર્ચ કરવામાં આવે છે. ત્રણ વર્ષમાં 19 લાખ પ્રવાસીઓ નવરાત્રિ મહોત્સવમાં આવ્યા હતા. યૂનેસ્કો દ્વારા કોલકાતાના ‘દુર્ગા પૂજા મહોત્સવ’ને ગયા ડિસેમ્બરમાં જ અમૂર્ત હેરિટેજ ટેગ આપવામાં આવ્યું હતું. ગુજરાતના ગરબા માટે કેન્દ્ર સરકારે અમૂર્ત હેરિટેજ ટેગ આપવા કેન્દ્રની મોદી સરકારે યુનેસ્કોની સમક્ષ દરખાસ્ત મબકી હતી. યૂનેસ્કોના હેરિટેજ ટેગ માટે ગરબાને નામાંકન મળ્યું, પછી શું થયું?
પતંગ મહોત્સવમાં પણ 11 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.
પ્રવાસીઓ
2002-03માં 61.65 લાખ હતા.
2008-09માં 1.58 કરોડ હતા. છ વર્ષમાં 156 ટકાનો વધારો છે.
2007-08માં સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓ 1.41 કરોડથી વધીને 1.58 કરોડ થઇ છે. જે 12 ટકા વધારો સુચવે છે.
કરોડોનું ખર્ચ
પ્રવાસીઓની સંખ્યા વધારવા સરકારે કરોડો ખર્ચ્યા હતા. તેમ છતાં માર્ચ 2023 સુધીના 2 વર્ષમાં માત્ર 465 વિદેશી પ્રવાસીઓ બન્યા મહેમાન બન્યા હતા.
નવરાત્રિ મહોત્સવ, રણોત્સવ અને પ્રવાસી સુવિધા, મહોત્સવનું ખર્ચ ઘણું કરાયું હતું.
પ્રવાસન જાહેરાતનું 1 કરોડ ખર્ચ
પ્રવાસન વિભાગ દ્વારા બે વર્ષમાં ટીવી અખબારમાં 81.72 લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો. હોટલમાં 20 લાખ, વાહનનો પાછળ અને ડેકોરેશનમાં રૂ. 56 કરોડ
વિદેશી પ્રવાસીઓ ફક્ત વર્ષ 2021 માં 76 અને વર્ષ 2022 માં 389 વિદેશી પ્રવાસીઓ આવ્યા છે.
એકતાનું પુતળું સરદાર – ગાંધી
ઉદઘાટનના 553 દિવસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની 50 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોજ 15-20 હજાર પ્રવાસીઓ આવી રહ્યા છે. ત્યારે આગામી વર્ષોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે રોજ 1 લાખ પ્રવાસીઓ મુલાકાતે લેતા હશે. સાસણ ગીરમાં બે વર્ષમાં 7 લાખ પ્રવાસીઓ આવ્યા હતા. સાબરમતી આશ્રમમાં વર્ષે સરેરાશ 7 લાખ મુલાકાતીઓ આવે છે. સોમનાથ મંદિરમાં મહિને 2 લાખ લોકો આવે છે.
તાજ
આગ્રાનો તાજમહલ સૌથી ટોચ પર છે. 2018-19માં 56 લાખ પ્રવાસીઓ તાજમહલ આવ્યા હતા. 34 લાખ લોકોએ દિલ્હીનો લાલ કિલ્લો, 26 લાખ લોકોએ કુતુબ મિનાર, 24 લાખ લોકોએ કોણાર્ક સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી.
વાહનવ્યવહાર
અમદાવાદમાં બસપોર્ટ બનાવવામાં આવ્યું ત્યારે મોટી મોટી વાતો કરવામાં આવી હતી. બસપોર્ટ પર પ્રવાસીઓને બેસવા માટે એસી રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ 2015માં બસપોર્ટ શરૂ થયું ત્યારથી લઈ આજ સુધી બસપોર્ટનો એસી રૂમ ચાલુ જ કરવામાં આવ્યો નથી. એસી રૂમ શોભના ગાંઠિયા સમાન પડી રહ્યો છે.બસપોર્ટ પર એસી રૂમની સુવિધાની વાતતો દૂર રહી.પરતું પંખા પણ બંધ છે. પાઈવટ કંપનીને બસપોર્ટના મેન્ટેનન્સ રસ નથી માત્ર આવકમાં જ રસ ધરાવે છે.
2500 કરોડનું યાત્રા કૌભાંડ
પાવાગઢમાં પ્રવાસીઓ માટે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પાવાગઢમાં કાર્યપાલક ઇજનેર નિખિલ ભટ્ટ અને યાત્રાધામના ટ્રસ્ટી પરેશ પટેલ દ્વારા રૂ. 100 થી 125 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. રાજ્યવ્યાપી 2000થી 2500 કરોડનું કૌભાંડ હોવાની શક્યતા દર્શાવી હતી.
પાવાગઢની સાથે દ્વારકા, મહેસાણાનું બહુચરાજી મંદિરના કામમાં પણ મોટા કૌભાંડ થયા છે.
સુરેન્દ્રનગરમાં કાંડ
પ્રવાસન વિભાગ દ્વારા રૂા. 3 કરોડ 80 લાખના ખર્ચે ડેવલપમેન્ટઓફ ટાગરોબાગ એસ ટુરીસ્ટ સ્પોટર્સ એટ સુરેન્દ્રનગર પ્રોજેકટ પુરો કરાયો હતો. ટાગોરબાગની હાલત હજુ પણ ભંગાર અને ખંડેર જેવી હોવાનું જોવા મળે છે
કબીરવડ
ભરૂચના કબીરવડને ઈકોટુરીઝમ, શુકલતીર્થ, મંગલેશ્વર માટે 2011માં રૂ. 50 કરોડની યોજના શરૂ કરી પણ પ્રવાસનધામનો વિકાસ ન થતા કબીરવડ પ્રવાસીઓ વિના સૂનું પડયું છે.
ટુરીઝમ વિલેઝ નીતિ નથી
ફિલ્મ ઉદ્યોગના વિકાસ માટે નવી ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી2022-2027’બનાવી છે. હેરીટેજ પોલીસી પણ છે. પણ કૃષિ પ્રવાસન નીતિ નથી. કે ગ્રામ્ય વિસ્તારની પ્રવાસન નીતિ નથી. ગુજરાતમાં 90 ગામ એવા છે કે જે ટુરીઝમ માટે વિકસારી શકાય એવી આગવી ઓળખ આખા દેશમાં ધરાવે છે.
ડુમસ કિનારો
સુરત મહાનગરપાલિકા ‘ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ’ડુમસના દરિયા કિનારે જંગલ ખાતાની 28.75 હેક્ટર અને સરકારી 78 હેક્ટર જમીન મળી 106 હેક્ટર જમીન પર ‘ઇકો ટુરિઝમ પાર્ક’અને આનંદ-પ્રમોદની યોજના બનાવી પણ થઈ નથી.
અમિતતાભ બચ્ચન
અમિતાભ બચ્ચને છેલ્લા એક દાયકામાં ‘ખુશ્બુ ગુજરાત કી’ અભિયાન હેઠળ રણનું રણ, સાપુતારા, ગીર અને સોમનાથ તથા અંબાજી જેવા પવિત્ર યાત્રાધામોનો પ્રચાર કર્યો હતો. ખુશ્બુ ગુજરાત કી અને કુછ દીન તો ગુજારીએ ગુજરાત મેં – લોકો આવશે કદાચ પણ ફરી વાર આવે એ માટે લોકોનો પ્રોફેશનલ એપ્રોચ જરૂરી છે.
અંગ્રેજી ગાઈડ
ગુજરાતમાં હાઈસ્કૂલ પાસ વ્યક્તિ પણ હિન્દી બોલી અને સમજી શકે છે. પરંતુ, વિદેશથી આવતા પ્રવાસીઓ અને ભારતના દક્ષિણ તેમજ પૂર્વ ભાગોમાંથી આવતા પ્રવાસીઓ સારી રીતે અંગ્રેજીમાં વાતચીત કરી શકે તેવા ગાઇડ ને પસંદ કરતાં હોય છે. આવા ગાઇડ પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ હોતા નથી. આના કારણે ટુરિસ્ટ ને સારી સર્વિસ મળતી નથી અને તેથી માઉથ પબ્લિસિટી ના કારણે જેટલી સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાતમાં આવવા જોઈએ તેટલા આવતા નથી.
મ્યુઝિયમ પોલીસી ન બની
મ્યુઝિયમ ટુરીસ્ટ
વડોદરામાં બે વિશ્વ કક્ષાના મ્યુઝિયમ છે. વીસમી સદીની શરૂઆતના વિખ્યાત પેંટર રાજા રવિ વર્મા ના અસલ પેંટિંગ્સ વડોદરાના ફતેહસિંહરાવ મ્યુઝિયમ માં મુકેલ છે. શહેરનું સયાજી ગાર્ડન ભારતના સૌથી મોટા પાર્કસ માં સ્થાન પામે છે. પરંતુ ભાગ્યેજ સરકાર કે ટુર ઓપરેટર વડોદરા આવવા માટે પ્રવાસીઓને નિમંત્રિત કરતાં હોય છે. 26 સંગ્રહાલયોમાંથી 18 સૌથી વધારે જાણીતા છે. ગુજરાતમાં આવેલા મ્યુઝિયમ
બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી, કચ્છ સંગ્રહાલય, વોટ્સન સંગ્રહાલય, જુનાગઢ સંગ્રહાલય, દરબારહોલ સંગ્રહાલય – જુનાગઢ, પ્રભાસપાટણ સંગ્રહાલય, સોમનાથ, બાર્ટન સંગ્રહાલય, ગાંધી સ્મૃતિ ભવન, ભાવનગર, પુરાત્તવીય સંગ્રહાલય-જામનગર, લેડી વિલ્સન સંગ્રહાલય-ધરમપુર, વડનગર સંગ્રહાલય, સરદાર પટેલ રાષ્ટ્રીય સંગ્રહાલય-બારડોલી, સાપુતારા સંગ્રહાલય, શામળાજી સંગ્રહાલય, છોટાઉદેપુર સંગ્રહાલય, પાટણ મ્યુઝિયમ, પોરબંદર મ્યુઝિયમ, નાટ્યસંગ્રહાલય-મોરબી, અને અમદાવાદ સહિતના બીજા 40 મ્યુઝિયમ છે. ગાંધીજીનું ભાવનગર સિવાય કોઈ મ્યુઝિયમ બનાવવાનું સરકારને પસંદ નથી. પણ મેરીટાઈમ મ્યુઝિયમ બનાવવા કરોડોનો ખર્ચ સરકાર કરી રહી છે. દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક – ડાયનાસોર મ્યુઝિયમ છે. ગુજરાતના
માનવ સંસ્કૃતિ સંગ્રહાલય, વિન્ટેજ કાર મ્યુઝિયમ, લાલભાઈ દલપતભાઈ પ્રાચ્ય વિદ્યામંદિર મ્યુઝિયમ, આદિવાસી – નૃવંશવિદ્યા મ્યુઝિયમ, સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ, મેડિકલ કોલેજ મ્યુઝિયમ અને કૃષિ મ્યુઝિયમ ખાનગી ધોરણે છે.
મહાત્મા ગાંધી મ્યુઝિયમ
રાજકોટના આલ્ફ્રેડ હાઈસ્કૂલના બિલ્ડિંગમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ છે. વિદેશ પ્રવાસીઓ આવે છે તેમના માટે આ મ્યુઝિયમ મહાત્મા ગાંધીના જીવન કવનની માહિતી મેળવવા માટેનું ઉત્તમ સાધન છે. એપ્રિલ માસમાં મ્યુઝિયમમાં માત્ર 16 વિદેશી પ્રવાસી સહિત 3564 મુલાકાતી નોંધાયા હતા. જેમાં 7 સ્કૂલના 835 વિદ્યાર્થીઓ હતા. વિદેશી પ્રવાસીમાં બ્રિટન, ફ્રાન્સ, માડાગાસ્કર, યુએસએ, તાહિતી, શિકાગો સહિતના નાગરિકો આવ્યા હતા.
જાન્યુઆરી માસમાં 5905 મુલાકાતીઓ આવ્યા હતા. લોકો ઓછા આવવા લાગ્યા છે.
ઉદ્યોગ સંગ્રહાલય નહીં
ભારત દેશ નો 90% હિરા-કાપડ નો વેપાર ગુજરાત માં છે. ડાયમંડ કે કાપડ મ્યુઝિયમ સરકારી નથી. ગુજરાત એ પટોળા વણાટ, ખાદી, બાંધણી, બ્લોક પ્રિન્ટિંગ, ભરતકામ, નમદા, રોગન પેઇન્ટિંગ, મટાની પછેડી, લાકડાની કારીગરી, ધાતુની હસ્તકલા, વાંસની હસ્તકલા, પિથોરા, પોટ જેવી સમૃદ્ધ હસ્તકલાની ભૂમિ છે.
કચ્છ મ્યુઝિયમ
1877માં બનેલું કચ્ચ મ્યુઝિયમ ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ છે. 11 ક્ષત્રપ શીલા લેખો મુલાકાતીઓમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. દર વર્ષે લગભગ દોઢ લાખ પ્રવાસીઓ આ મ્યુઝિયમની મુલાકાત લેતા રહ્યાં છે.
5 હજાર વર્ષ પહેલાના શાસકો સારા
પાંચ હજાર વર્ષ પહેલા ધોળાવીરા પુરાતન નગરમાં જળવ્યવસ્થા ઉત્તમ હતી. પાણી પુવરવઠા બોર્ડ અમરાપરથી 40 કિમી દૂર ધોળાવીરા સુધી પાણી પહોંચાડવામાં સરેઆમ નિષ્ફળ ગઈ છે. કચ્છના ખડીર વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી પાણી પુરવઠા બોર્ડની કરોડોની ત્રણ-ત્રણ યોજના નિષ્ફળ જતાં લોકો હાલ 2500થી 3000 ટીડીએસ ધરાવતુ પાણી પીવા મજબૂર બન્યા છે.
ખડીરમાં અમરાપર સુધી પાણી અાવે છે પણ ત્યારબાદ 40 કિમી દૂર ધોળાવીરા સુધી પાણી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ છે. ધોળાવીરા સુધી નર્મદા કે અન્ય કોઈ યોજનાના પાણી પહોંચી શકતા નથી. વરસાદ થાય અને ડેમો ભરાય તો જ પાણી પુરવઠા બોર્ડ હયાત બોર અને કૂવા રિચાર્જ થાય અને આ સ્થાનિક સ્ત્રોત દ્વારા જ પીવાનુ પાણી છેલ્લા 40 વર્ષથી મળે છે.
35 વર્ષ પહેલા ટાંકા પણ બન્યા પણ ખાલી છે. પાણી ખડીરમાં પ્રવેશ્યા પણ અમરાપરથી ક્યારેય આગળ ન વધ્યા. બાલાસરથી ખડીર નર્મદા નીર પહોંચાડવા માટે અમરાપર શીરાંવાળા રણમાં થઈને એક્સપ્રેસ લાઈન નખાઇ છે. પણ પાણી મળતું નથી. બાલાસર થી ધોળાવીરાની ઊંચાઈ 100 ફૂટ છે. ટેસ્ટીંગ માટે શરૂ કરાય છે ત્યારે અમરાપરથી ધોળાવીરા વચ્ચે ગમે તે જગ્યાએ તૂટી જાય છે. ગુજરાત ટુરિઝમ બોર્ડ દ્વારા પણ ખડીરની પાણી યોજના માટે રૂા. પાંચ કરોડ પાણી પુરવઠા બોર્ડને આપ્યા હતા. તે પણ પાણીમાં ગયા છે. હવે અમરાપરથી ગઢડા નવી લાઇન નંખાશે.
ટ્રી મ્યુઝિયમ
વિશ્વનું સૌથી મોટા મંદિર ઉમિયાધામ ખાતે વિશ્વનું બીજા નંબરનું ટ્રી મ્યુઝિયમ બનશે. અમદાવાદના જાસપુર વિશ્વ ઉમિયા ધામ ખાતે વિશ્વનું બીજા નંબરનું ટ્રી મ્યુઝિયમ બનાવવામાં આવશે. આ ટ્રી મ્યુઝિયમમાં હજારોની સંખ્યામાં વૃક્ષ ઉગાડવામાં આવશે. અહીંની આબોહવા માફક આવે તેમ વૃક્ષ વિદેશથી મંગાવવામાં આવશે. આ મ્યુઝિયમ 5 વીઘા જેટલી જગ્યામાં નિર્માણ પામશે. સાથે જ રાજ્યની સૌથી મોટી પાર્કિંગ જગ્યા પણ બનવાશે.
દરિયો ખાલી
1600કિલો મીટર કરતા વધુ છે, પરંતુ દરિયા કિનારે જે પ્રવાસન સુવિધાઓ માટે આંતરમાળખાકીય સુવિધાઓ હોવી જોઈએ અને સર્વિસ હોવી જોઈએ તેનો કોઈ વિચાર થયો નથી.
સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ
ઐતિહાસિક દાંડી સ્થળે મટવામાં બનાવાયેલ યાત્રી રાત્રિ નિવાસ બંધ થઈ ગયું હતું. મીઠા સત્યાગ્રહ સ્મારક અને બીચ છે.
2019માં દાંડીમાં નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ બન્યા બાદ પ્રવાસી પણ સુવિધા ન વધી.
સરહદનું લખપત
સરહદને અડીને આવેલા લખપત ભીભી ધુલા બંદરની જે-તે વખતની જાહોજલાલી અને લાખોની ઉપજ મેળવતા લખપતના ઐતિહાસિક ગઢ છે. લખપતના સોનેરી દિવસો પાછા આવી શકે એમ છે. ઐતિહાસિક સ્થળો, ગુનેરી, કોટેશ્વર, બૌધ્ધ ગુફા, નારાયણ સરોવર, કટેશ્વર છે પણ વિકાસ નથી. કટેશ્વરની અતિ ઉપેક્ષા છે. દિશા સુચક બોર્ડ પણ નથી.
ગુજરાત પાસે દેશનો સૌથી લાંબો દરિયા કિનારો હોવા છતાં પણ અહીં સિંગાપુર ની જેમ લેઝર શો કે દુબઈની જેમ કૃઝ શિપ પર ડિનર જેવા કાર્યક્રમો કેમ યોજાતા નથી?
મરીન પાર્ક
મરીન નેશનલ પાર્ક અવર્ણનીય સ્થળ છે. દરિયાકાંઠે દ્વારકા જવાના માર્ગ નેશનલ પાર્ક નજરમાં ના આવે એવાં સ્થળે સ્થિત છે. ભારતમાં તે આ પ્રકારનો પ્રથમ છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન 42 ટાપુઓથી બનેલો છે, જેમાંથી 33 પરવાળાના ટાપુઓ (કોરલ રીફ) દ્વારા ઘેરાયેલા છે. અહીંયા, વૈવિધ્યસભર દરિયાઇ અને પક્ષી-જીવન છે. ટૂરિસ્ટ્સને ફક્ત કેટલાક ટાપુઓની મુલાકાત લેવાની મંજૂરી છે. તેમાંનો મુખ્ય એક, નરારા ટાપુ (આઇલેન્ડ), કાર દ્વારા જઈ શકાય છે. દરિયાકાંઠે પગની ઘૂંટીથી ઊંડા પાણીમાં એનેક કિલોમીટર સુધી ચાલી શકાય છે. સ્થાનિક ગાઈડ છે. પિરોટન આઇલેન્ડ પર બોટથી જઈ શકાય છે. તેના માટે સરકારી વિભાગો પાસેથી અગાઉથી મંજૂરી લેવી પડે છે.
ટાપુ ટુરીઝમ
ગુજરાતના દરિયાકાંઠા નજીક આવેલા 144 ટાપુ ટુરીઝમ વિકસાવવા માટે 2003થી ભાજપ સરકારે નક્કી કર્યું હતું. 2019માં ગુજરાત આઈલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી – GIDAની રચના કરીને 23 મોટા ટાપુ જે 50 હેક્ટર વિસ્તારથી મોટા છે, તેનો પ્રથમ તબક્કે વિકાસ કરવાનો નિર્ણય લીધો હતો. પછી તે ઘટાડીને 3 ટાપુ કરી દેવાયા હતા. 3માંથી આજે એક પણ પ્રવાસન સ્થળ નથી.
બિચ
ગુજરાતનો સહુથી શ્રેષ્ઠ સમુદ્ર કિનારો શિવરાજપુર છે. જે દ્વારકાથી ઓખા જતાં 12 કિલોમીટરે છે. બ્લુબેલ બીચ તરીકે પણ પ્રખ્યાત છે. સફેદ રેતી, સ્વચ્છ અને પારદર્શક પાણી, સુરક્ષીત કિનારો, પર્યાવરણની સંપુર્ણ સુરક્ષા કરવામાં આવે છે. પ્લાસ્ટીક વર્જીત છે. આસપાસ કોઇ જ વસ્તી ન હોવાને કારણે દરિયો બીલકુલ પ્રદુષીત નથી. દરીયા કાંઠે સ્કુબા ડાઇવીંગ જેવી પ્રવૃત્તિઓ પણ થાય છે. ગુજરાતમાં શ્રેષ્ઠ 12 બિચ છે. પણ ગંદકી હોવાથી લોકો જવાનું ટાળે છે.
પોળો જંગલ
પોળો જંગલ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલા અભાપુર ગામ નજીક 400 ચો.કી.મી.માં ફેલાયેલો એક સુંદર વન વિસ્તાર છે. અમદાવાદ શહેરથી 150 કી.મી.ના અંતરે આવેલું છે. અમદાવાદથી એક દિવસીય પિકનીકનું આયોજન થઈ શકે છે.
દારૂબંધી
ગુજરાત માં દારૂબંધી છે, તે માટે પરવાનગી લેવી પડે છે, બની શકે કે જે વિદેશી ને આવવું હોય તેના મનમાં એક વાત રમતી હોય કે ભાઈ ગુજરાત ક્યાં આવ્યું? ભારત માં, તો ભારત માં પરવાનગી લેવા માટે લાંચ એવી પડે, વિદેશી અને ખર્ચ ગણે, માટે વધારે ખર્ચ અને માથાકૂટ કોણ કરે? તે કારણ હોય શકે