અમદાવાદ, 01 જાન્યુઆરી 2020
અમદાવાદ મહાનગર પાલિકા –અમપા-ની બે જાહેર પરિવહન દ્વારા 2020માં 1650 નવી બસ રસ્તા પર ઉતારવાની ગણતરી છે, લાલ બસ અને જનમાર્ગની હાલ 950 બસ દોડે છે. લાલ બસ – એએમટીએસની 700 અને જનમાર્ગની 250 મળી કૂલ 950 બસ દોડે છે. લાલ બસ દ્વારા 800 અને જનમાર્ગ દ્વારા 850 નવી બસ દોડાવાશે. જેના ઠેકા બહાર પડી ગયા છે. જન માર્ગ પર હવે ટ્રાફિક જામ થઈ જશે. તેથી બીઆરટી ફાસ્ટ કોરીડોરનો કોઈ મતલબ રહેશે નહીં.
જનમાર્ગ
600 ઈલેક્ટ્રીક બસના ઠેકા જાહેર કરી ખરીદી માટે સોદો નકકી થઈ ગયો છે. જનમાર્ગના 89 કિલો મીટર માર્ગ પર 850 બસ દોડશે. 105 મીટરે એક બસ દોડશે. દર એક મીનીટે સંપૂર્ણ માર્ગ પર એક બસ હશે. જેમાં એસટીની બહાર ગામની અને ગાંધીનગર બસ સર્વિસની બસ ગણતરીમાં લેવામાં આવી નથી. જો તેને લેવામાં આવે તો સળંગ 89 કિલો મીટર પર માત્ર બસ જવો મળશે. તેથી હવે જનમાર્ગ પર પણ ટ્રાફિક જામ થશે. આમ થશે તો બીઆરટીએસનો કોઈ મતલબ રહેતો નથી. તેમાં લાલબસને તો દોડવાની મંજૂરી નથી. જો તેને એસટીની જેમ મંજૂરી આપે તો બીઆરટી માર્ગ પર ટ્રાફિક જામ થઈ ઝશે.
લાલ બસ
700 લાલ બસ માર્ગો પર હોય છે. નવી 100 સીએનજી બસ માટે ઠેકા જાહેર કર્યા છે. આગામી ત્રણ-ચાર મહિનામાં બસ મળી જશે.
સવાલ
આટલી બસ કયાં અને કેવી રીતે દોડશે ? તેના જવાબ હાલ કોઈની પાસે નથી. બસ ખરીદી કરો બસ એવું સૂત્ર છ.
બીજો સવાલ એ છે કે, જનમાર્ગ પર પ્રજાના વાહનો લઈ જવા માટે પ્રતિબંધ મૂકેલો છે. લાલ બસને ફાસ્ટ ટ્રેકમાં જવાની મંજૂરી નથી. એસટી પાસેથી કોઈ નાણાં લેવામાં આવતા નથી. અમદાવાદની પ્રજાના પૈસે બનેલા જનમાર્ગ પર એસટી બસનું ગેરકાયદે દબાણ છે. એસટીના કારણે ફાસ્ટ ટ્રેક પર ટ્રાફિક જામ થઈ જશે.
રૂટ
જનમાર્ગની 250 બસ 14 માર્ગો પર તથા એમટીએસની 700 બસ 150 રૂટ પર દોડી રહી છે. 600 ઈલેકટ્રીક બસો જનમાર્ગ અને મિશ્ર ટ્રાફિકમાં ચલાવવી પડશે. ટ્રાફિક સમસ્યા વકરી શકે છે. તેથી લાલ બસ અને જનમાર્ગ બન્નેને ખોટનો માર સહન કરવો પડશે. ટ્રાફિક નિયમન માટે હવે લાલબસ અને જનમાર્ગ સાથે બેસે ત્યારે ટ્રાફિક સમસ્યા હળવી બનશે.
ભાડું સરખું રાખો
જનમાર્ગનું ભાડું ઓછું કરીને બન્ને બસનું સમાન ભાડું રાખવું જોઈએ. ખાસ બસોનું અલગ ભાડું લેવું જોઈએ. જનમાર્ગ પર લાલબસ બસો દોડાવવામાં આવે તો બસ ફ્રીકવન્સી વધી શકે છે. જેનો ગ્રાહકોને લાભ મળશે.
સત્તા મંડળ બનાવો
મેટ્રો, ગાંધીનગર સિટી બસ, લાલબસ, ટ્રેન, જનમાર્ગ, એસટી, રિક્ષા, ટેક્સી એમ તમામને લોકલ જાહેર પરિવહનનો દરજ્જો આપીને સમાન રૂટ, મોબીલીટી અને ઓપરેશન્સ માટે નિષ્ણાંતોની કમીટી બનાવી તે અંગે અભ્યાસ કરવામાં આવે તો ભવિષ્યની સંભવિત સમસ્યાને નિવારી શકાય તેમ છે. નજીકના ભવિષ્યમાં મેટ્રો પણ શરૂ થઈ જશે.
600 ઈ-બસ વિવાદ
કમિશનર વિજય નહેરાએ જનમાર્ગમાં નવી 600 ઈલેકટ્રીક બસોનો ઓર્ડર આપવામાં આવ્યો તે એક રહસ્ય છે. કેન્દ્ર સરકારની 300 બસને સહાય મળતી હતી તો બીજી સહાય વગરની 300 બસ વધું કેમ ખરીદી તે એક રહસ્ય છે. તેનાથી અમપા અને જનમાર્ગને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. મેટ્રો શરૂ થવાની છે ત્યારે નવી 600 બસ કેમ ખરીદી તે વારંવાર પૂછાતો પ્રશ્ન છે.