એક આત્મઘાત ભાજપને ઉત્તર ગુજરાતની અમિત શાહ સહિતની 5 લોકસભા પરેશાન કરી શકે

આત્મહત્યા ભાજપની રાજકીય હત્યા કરશે

દિલીપ પટેલ

અમદાવાદ, 11 સપ્ટેમ્બર 2023

રાજકીય અને સામાજિક આગેવાનની આત્મહત્યા માટે જવાબદાર લોકો સામે પગલાં ન લેવાતાં પાસના પૂર્વ નેતાઓની બેઠક મહેસાણાના રનેલા ગામમાં 10 સપ્ટેમ્બર 2023માં મળી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહના, નીતિન પટેલના જિલ્લા મહેસાણાના રનેલા ગામમાં હર્ષદ પટેલના આયોજથી સવારે 10થી 1 સુધી 10 બેઠક મળી હતી. જેમાં પાટીદાર આંદોલન સમિતિના 102 પૂર્વ કન્વિનરો અને સહ કન્વીનરો બેઠકમાં હાજર હતા. તેઓએ નક્કી કર્યું હતું કે રાજકીય કારણોસર આત્મહત્યા કરનારને ન્યાય અપાવવો. બેઠકમાં કેતન પટેલ, અતુલ પટેલ, મનોજ પનારા, દિનેશ એરવડિયા, દિનેશ બ્રાહ્મણીયા, નરેન્દ્ર પટેલ, જયંતી પટેલ, ધનજી પાટીદાર, સુરેશ ઠાકરે, સતીષ પટેલ, ધારાસભ્ય કિરીટ પટેલ, મનસુખ પટેલ – કલોલ, અશોક પટેલ, સિદ્ધપુરા હાજર હતા.

સમસ્ત ભારત કુર્મી પાટીદાર સંગઠનના ઉત્તર પ્રદેશથી 4 અને મધ્ય પ્રદેશથી 3 પાટીદાર નેતા બેઠમાં આવ્યા હતા. ભાજપના નેતા અને ધારાસભ્ય અને પાટીદાર આંદોલનના પૂર્વ નેતા હાર્દિક પટેલને બોલાવાયા ન હતા. બાકીના તમામ નેતાઓને બોલાવાયા હતા. બીજા કન્વીરો આ બેઠકમાં પોતાના અંગત અને જાહેર કારણોસર હાજર ન હતા. અલ્પેશ પટેલ, ધાર્મિક માલવિયા, રેશ્મા પટેલ ન હતા. તેઓએ આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોને ટેકો આપ્યો હતો. બહુચરાજી વાળા હર્ષદ પટેલ જવાબદારી સોંપી છે.

કોઈ પણ પક્ષમાં હોઈએ પણ સમાજ માટે ન્યાય અપાવવા માટે લડત ચલાવવા સર્વાનુમતે નક્કી કરાયું હતું.

કિરીટ પટેલની આત્મહત્યા અંગે પોલીસ અને સરકાર કંઈ કરવા તૈયાર ન હોવાથી તેમને ન્યાય અપાવવા માટે આરપારની લડાઈ લડી લેવામાં આવશે. આત્મહત્યા કરવા મજબૂર થયેલાં કિરીટ પટેલ પાટીદાર અનામત આંદોલન સમિતિ- ‘પાસ’ના મહેસાણાના કન્વીનર નરેન્દ્ર પટેલના ભાઈ હતા.

વર્ષોથી રાજકીય ક્ષેત્રે સંકળાયેલા રહેલાં, મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, મહેસાણાના 84 સમાજના પૂર્વ પ્રમુખ, મહેસાણા અર્બન બેન્ક ડિરેક્ટર અને બેચરાજી તાલુકાના રણેલા ખાતે સરસ્વતી મહિલા કોલેજના સંચાલક કિરીટ પટેલે આપઘાત કરી લીધો હતો. 1 જુલાઈ 2023ની વહેલી સવારે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.  ઉત્તર ગુજરાતના એવા પાટીદાર આગેવાન તરીકે થતી હતી, જેમને ઘણા સમાજોને સકારાત્મક રાહ ચીંધી હતી.

પૂર્વ પાસ પ્રવક્તા અતુલ પટેલે જણાવ્યું હતું કે, 13, 14, 15માંથી કોઈ એક દિવસે સપ્ટેમ્બર 2023માં મુખ્ય પ્રધાનને કિરીટ પટેલની આત્મહત્યામાં ધરપકડ કરવા આવેદનપત્ર આપવામાં આવશે. કોઈ કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

પાસ વિખેરી નાંખવામાં આવ્યું છે. હવે નવું સંગઠન નોંધણી કરીને બનાવવામાં આવશે. એવો પણ નિર્ણય લેવાયો હતો કે, સવર્ણ આયોગમાં વિદેશ ભણવા માટે સહાય અપાતી નથી. નિયમ વિચિત્ર છે. આયોગની રચના કરતી વખતે દર વર્ષે તેમાં વધારો કરવાનો હતો. તે વધારાતું નથી, અને જે ફંડ આપે છે તે વપરાતું નથી.

જ્યાં પણ પાટીદારોનું આંદોલન કે પ્રશ્નો હશે ત્યાં બધા સાથે રહીને લડવાનું નક્કી કરાયું હતું.

ભાજપને પરેશાન કરી શકે એવી આ બન્ને ઘટના છે.

આત્મહત્યાની ઘટના શું હતી તેની ચર્ચા બેઠકમાં થઈ હતી.

શું છે આત્મહત્યાની ઘટના

કિરીટ પટેલે આપઘાત કરી લીધો હતો. 1 જુલાઈ 2023ની વહેલી સવારે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.  ઉત્તર ગુજરાતના એવા પાટીદાર આગેવાન તરીકે થતી હતી, જેમને ઘણા સમાજોને સકારાત્મક રાહ ચીંધી હતી.  જેનું રાજકારણ ઉત્તર ગુજરાતમાં ભાજપને ભારે પડી શકે છે. કારણ કે આત્મહત્યાની ઘટના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનના જિલ્લામાં બની છે. વળી પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના વતનથી નજીક ઘટના બની છે. કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહના વતનની નજીક ઘટના બની છે.

લોકસભા ચૂંટણી

આ બેઠક પછી, આપઘાતનો મુદ્દો હવે નવો વળાંક લઈ રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં રાજકિય મુદ્દો બની શકે તેમ છે. આત્મહત્યા પાછળ ષડયંત્ર રચાયું હોવાનો આરોપ છે. આત્મહત્યા નહીં પણ માનવ વધ હોવાનો પણ આરોપ છે. ઘરમાંથી સ્ફોટક પુરાવા મળી આવ્યાં છે. જે સમય આવે જાહેર કરવામાં આવશે. આ પુરાવા લોકસભાની ચૂંટણી પહેલાં જાહેર થાય તો ઉત્તર ગુજરાતની લોકસભાની 4 બેઠક પર ભાજપને પરેશાની ઉભી થઈ શકે છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ- પાસ -ના મહેસાણાના આગેવાન નરેશ પટેલ હતા તેના ભાઈ કિરીટ પટેલ હતા.

સરકાર કંઈ છૂપાવવા માંગે છે. આત્મહત્યાનો આખો કેસ હવે રાજકિય બની રહ્યો છે. અમિત શાહની લોકસભાની બેઠક પર અસર થઈ શકે છે.

દિલ્હીના કોણ પ્રધાન

વિધાનસસભાની ચૂંટણી પૂર્વે કિરીટ પટેલને કેન્દ્રીય મંત્રીને મળાવ્યા હતા. મુલાકાતની તસવિરો પણ છે. દિલ્હી મુલાકાતોની તારીખ સહિત વિગતો મરણ નોંધમાં આપી છે. ફાઈવ સ્ટાર હોટેલમાં બેઠકો થતી હતી.

પૂર્વ ધારાસભ્ય સ્વ. ભાઈલાલભાઈ પટેલના પુત્ર કિરિટ પટેલને ગત વિધાનસભા-2022માં BJP માંથી ચૂંટણી લડવાની ઇચ્છા હતી અને તેનો લાભ લઈને એક ઠગ ટોળકીએ નિશાન બનાવ્યા. કિરીટ પટેલ આપઘાતનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. બહુચરાજી વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં ટિકિટ આફવાની ઓફર કરીને રૂ.2 કરોડ 40 લાખ 5 સભ્યોની એક ટોળીએ પડાવી લીધા હતા. બેચરાજી વિધાનસભાની ભાજપની ટિકિટ આપવા ઠગાઈનો ભોગ બન્યા હતા.

તપાસ દરમિયાન તેમને લખેલી એક ચિટ્ઠી મળી આવી હતી. જેમાં બે મહિલા સહિત 5 શખસોએ શૈક્ષણિક સંસ્થાના નામે 2.40 કરોડ લીધા બાદ પરત નહીં કરીને છેતરપિંડી કરી હતી.

18 પાનાની મરણ નોંધના અંશો

આત્મહત્યાના દિવસે મળેલ નોટ ઉપરાંત બીજી નોટ મળી આવી છે. રાજકિય વ્યક્તિ કિરીટ પટેલની 18 પાનાની મરણ નોંધ મળી હતી.

આપઘાત પહેલા સ્યૂસાઇડ નોટ લખવામાં આવી હતી. પરિવારના હાથમાં કંઈક એવા પુરાવા આવ્યા છે કે જેનાથી એનો રેલો છેક રાજ્ય સરકાર સુધી પહોંચે તેવો આક્ષેપ કિરીટભાઈના ભાઈ નરેન્દ્ર પટેલે કર્યો હતો. નરેન્દ્ર પટેલને પણ ભાજપના નેતાઓએ એક કરોડ આપવાની ઓફર બીજા એક કેસમાં કરી હતી.

મારી સાથે 2 કરોડ 40 લાખ 50 હજારની છેતરપિંડી કરનાર, છળ, કપટ કરનાર પાંચ ઇસમો નિલેષ ત્રિવેદી (ઇન્દોર, મધ્યપ્રદેશ), હરીશ ગુપ્તા (દિલ્હી), અભિષેક વિનોદ કુમાર શુક્લા (અમદાવાદ), કૃપાબેન અભિષેક શુક્લા (અમદાવાદ) અને અમીબેન જોષી (અમદાવાદ) છે. આ પાંચ ઇસમોએ મારી સાથે કરેલું ચીટિંગ, ધાક-ધમકી અને પોલીસને ફોડી દેવી વગેરેથી દુષ્પ્રેરિત થઈને હું આત્મહત્યા કરવા મજબૂર થયો છું. આ સાથે આ કેસની ફાઈલો ટીવી આગળ મૂકેલી છે. મેળવી લેશો. પોલીસના હાથમાં જશે તો રફે-દફે થશે.

મને આપઘાત કરવા માટે દુષ્પ્રેરિત કરનાર આ પાંચેય જવાબદાર છે. વિગતો ફાઇલમાં છે. બેચરાજી પીએસઆઈ રોઠોડ અને એસપી અચલ ત્યાગીને ફરિયાદો કર્યા છતાંય એફઆઈઆર નોંધી નથી. તેઓ પણ નાણાંથી ફૂટી ગયા હોય એવું સ્પષ્ટ છે. ભગવાન મારા ગયા પછી મને ન્યાય અપાવજે. આવા ચીટરો હિન્દુસ્તાનમાં મારી જેમ બીજા સાથે ન કરે એવી વિનંતી. તમામ પેપર-પુરાવા પોલીસને આપેલા છે.

મારી સાથે ચીટિંગ કરનારાઓની ધરપકડ થાય ત્યારે જ મને સાચી શ્રદ્ધાંજલિ મળશે. મારા મૃતદેહનું દેહદાન કરશો.

રહસ્ય

કિરીટ પટેલે એડવાન્સ ચેક પણ લીધા હતા. ચેક પરત ફરતા કિરીટ પટેલે કોર્ટમાં ચેક રિટર્નનો કેસ કર્યો હતો. આત્મહત્યાના 14 કલાક પૂર્વે જ કોર્ટમાં મુદત પણ હતી. મુદતના દિવસે 5 પૈકી 3 આરોપીઓને કિરીટ પટેલને રૂબરૂ મળ્યા હતા. મુદત બાદ કિરીટ પટેલે ઘરે આવી આપઘાત કરી લીધો હતો.

ધમકી

મૃતકના ભાઈ દિનેશ પટેલના જણાવ્યા અનુસાર આરોપીઓએ 2.40 કરોડ રૂપિયા લીધા બાદ પરત નહીં આપી ધાકધમકી આપતા હતા. વિધાનસભાની ટિકિટ આપવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા હતા.

કોલેજ કોમ્પસ

કિરીટ પટેલે તેમની સ્થાપેલી કોલેજની હોસ્ટેલના એક રૂમમાં આત્મહત્યા કરી હતી. 25 વર્ષથી સરસ્વતી મહિલા કોલેજ તેમજ અન્ય ફેકલ્ટી ધરાવતી આ કોલેજના સ્થાપક હતા. સંસ્થામાં તેમણે પોતાનું આલીશાન મકાન બનાવ્યું હતું. તેઓ છેલ્લાં 15 વર્ષથી ત્યાં જ રહેતા હતા. કિરીટભાઈના પરિવારમાં પત્ની, દીકરો, દીકરી મહેસાણા રહેતાં હતાં. એક ભાઈ દિનેશ પટેલ રણેલા ગામમાં ખેતી કરે છે. દિનેશભાઇ દરરોજ રાત્રે રણેલામાં આવેલી સરસ્વતી કોલેજના કેમ્પસમાં કિરીટભાઈ જ્યાં રહેતા હતા તેમની પાસેના રૂમમાં સૂવા જતા હતા, જેથી કિરીટભાઈને થોડી હૂંફ રહે.

કોલેજમાં બેઠક

બીજાં રાજ્યોમાં કામ માટે ગયા ત્યારે 2022ની વિધાનસભાની ચૂંટણીની તૈયારી ગુજરાતમાં થતી હતી. ત્યારે નિલેશ ત્રિવેદી મળ્યો હતો. 15 દિવસ પછી આ જ નિલેશ ત્રિવેદી બીજા ચાર લોકોને લઈને ફરીથી મળવા માટે આવ્યો હતો. આ ઓળખ હરીશ ગુપ્તા, આકાશ ગુપ્તા, અભિષેક શુક્લા, કૃપા શુક્લા, અમી જોશી તરીકે થઈ હતી. આ ટોળકી ફરી તેમને સરસ્વતી મહિલા કોલેજમાં મળવા આવી હતી. કિરીટભાઈને મળવા આવેલા લોકોએ તેમને વિધાનસભાની બેચરાજી સીટની ટિકિટ આપવાની વાત કરી હતી. ભાજપના મેન્ડેટની વાત હતી એવી જાણકારી મળી હતી. આ લોકો સાથે કિરીટભાઈએ મિટિંગ કર્યા પછી તેઓ બેથી ત્રણવાર દિલ્હી ગયા હતા.

ફરિયાદ

ત્યારબાદ મૃતકના ભાઈ દિનેશ ભાઈએ મોઢેરા પોલીસ સ્ટેશનમાં મધ્યપ્રદેશના ઈન્દોરના નિલેશ દોલતકુમાર ત્રિવેદી, દિલ્હીના હરીશ ગુપ્તા અને અમદાવાદના અભિષેક વિનોદકુમાર શુક્લા, કૃપાબેન શુક્લા તેમજ અમી જોષી સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસની શંકાસ્પદ ભૂમિકા

કિરીટ પટેલના ભાઇએ મહેસાણા જિલ્લાપોલીસ વડા અને ફોજદાર પર ગંભીર આરોપ લગાવ્યાં છે. પ્રકરણમાં ઊંઝા પોલીસ તપાસ કરતી હોવાનું માનવામાં આવે છે. મહેસાણા પોલીસની જુદી-જુદી 4 ટીમ તપાસ માટે અમદાવાદ, દિલ્હી, મધ્ય પ્રદેશ મોકલવામાં આવી હતી. કોલેજના સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ છે. કુટુંબ પાસે પુરાવાઓ છે.  ગુજરાતની બીજા નંબરનું સ્થાન ધરાવતી બેંક છે. 7 વખત દિલ્હી ગયા કેન્દ્રના પ્રધાન સાથે બેઠક કરાવી હતી. 7 વખત પોલીસને રૂપબરૂમાં લેખિત અરજી આપી હોવા છતાં પોલીસે કાર્યવાહી કરી ન હતી. પહેલાં તો એફઆઈઆર લખવા માટે પોલીસ તૈયાર ન હતી.

IPS અતિ ગંભીર આરોપ લાગ્યા છે. અમિત શાહના ખાસ પોલીસ અધિકારી,  ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાએ આ કેસની તપાસ જિલ્લા બહાર સોંપી હતી. કેસની તપાસ સાબરકાંઠાના DySP પાયલ સોમેશ્વર કરે છે.

વિધાનસભાની ચૂંટણીની ટિકિટના નામે રૂપિયા ફસાઈ ગયા હોવાની જાણ ગાંધીનગર સુધી કરી હતી. તેમ છતાં કોઈ પગલાં લેવાયાં નથી.

ત્યાગી પર આરોપ

વર્ષ 2015ની બેચના IPS અચલ ત્યાગી ઉત્તર પ્રદેશના વતની છે અને તેમણે LLB સુધીનો અભ્યાસ કર્યો છે. અચલ ત્યાગી IPS બન્યા તે અગાઉ તેઓ જજ હતા. દિલ્હીની મેટ્રોપોલિટન કોર્ટમાં મેજીસ્ટ્રેટ રહી ચૂક્યા છે. છેતરપિંડીના મામલાની ફરિયાદ નોંધાવવા માટે કિરીટ પટેલે ગત ફેબ્રુઆરી મહિનામાં મોઢેરા PSI અને SP ત્યાગીને લેખિત રજૂઆત કરી હતી. વારંવાર લેખિત-મૌખિક રજૂઆત છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. મહેસાણા SP ત્યાગીના આદેશથી કિરીટ પટેલની એક અરજી SOG પીઆઈ એ.યુ.રોઝને આપી હતી. રજૂઆતો બાદ પણ મહેસાણા કોઈ કાર્યવાહી કરી ન હતી.

મૃતકના પરિવારજનો આ મામલે હાઈકોર્ટના દ્ધાર ખખડાવવાની તૈયારી કરી રહ્યાં છે.

પ્રદીપસિંહના ખાસ ત્યાગી

અચલ ત્યાગી અગાઉ વિવાદોમાં આવી ચૂક્યાં છે. અમદાવાદ શહેરમાં DCP હતા. ત્યાગીને લઈને પણ અનેક વાતો હાલ ચર્ચામાં આવી છે. પૂર્વ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા માટે કહ્યાગરા હતા. પૂર્વ અમદાવાદમાં થયેલા જમીન કૌભાંડ અને માલિકી હક્કના વિવાદોમાં અચલ ત્યાગી મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યાં હોવાની વાતો શરૂ થઈ છે. રામોલ પોલીસ સ્ટેશનના તત્કાલિન પીઆઈ કે.એસ.દવેએ પોતાની પત્નીના નામે એક જમીન ખરીદી હતી અને તેમાં થયેલા ગંભીર આક્ષેપોને અધિકારી નજર અંદાજ કરતા મામલો હાઈકોર્ટમાં ગયો હતો.

જીજ્ઞેશ મેવાણી

ઉત્તર ગુજરાતના પટેલ સમાજના અગ્રણી કિરીટ પટેલ આત્મહત્યા કેસને લઈ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સરકાર પર પ્રહાર કર્યાં છે. એક પણ આરોપીની ધરપકડ કરી નથી. જે ગુનો દાખલ થવો જોઈતો હતો તો થયો નથી. કેન્દ્રના કયા પ્રધાનને તેઓ મળ્યા હતા. ટોળીના એક આરોપી ગુનો દાખલ થયો ત્યારે કેનેડા ભાગી ગયા હતા. આરોપીઓને નાશી જવાની મોકળાશ કરી આપી હતી. આગોતરા જામીન સુપ્રિમ અદાલતમાં મૂકેલો છે. પોલીસ અને ભાજપની સરકાર કોઈકને બચાવી રહી છે. સીઆઈડીની તપાસ પર ભરોસો નથી. એસ આઈ ટી દ્વારા તપાસ થવી જોઈએ. 72 કલાકમાં પલગાં ભરવા ચિમકી આપી હતી. મહેસાણા બંધની પણ ચીમકી આપવામાં આવી હતી.

કોંગ્રેસ- આપને રસ નથી

કોંગ્રેસ પક્ષના પ્રમુખ શક્તિસિંહને આ અંગેની તમામ વિગતો આપવામાં આવી હતી. પણ તેમણે આ અંગે કંઈ કર્યું નથી. આમ આદમી પક્ષના ઈશુદાન ગઢવીને તો માત્ર અભિનય કરવામાં રસ હોય એવી હાલત છે. તેથી સામાજિક સંગઠનોએ આ લગત ઉપાડવી જોઈએ એવો એક મત છે. કારણ કે ભાજપના નેતા નીતિન પટેલ કે બીજા કોઈ પણ આ કેસમાં કંઈ કરવા તૈયાર નથી. તેથી પટેલ આગેવાનો નીતિન પટેલ અને ભાજપથી નારાજ છે. હવે આ કેસ પાટીદાર જ્ઞાતીનો કેસ બની રહ્યો છે. જો સરકાર કંઈ નહીં કરે તો લોકસભમાં ભાજપને કેટલીક બેઠકો ગુમાવવી પડશે.

ચેક પરત ફર્યા

કિરીટભાઈએ એલએલબી કર્યું હતું. એટલે તેમને કાયદાકીય રીતે સારી સમજ હતી. આ જ કારણે તેમણે સેફ્ટી માટે ટોળકી પાસેથી એડવાન્સ ચેક લીધા હતા. જેથી ટિકિટ ના મળે તો પૈસા પાછા તેમની જોડે સલામતીથી આવી જાય. ચેકથી મોટી સિક્યોરિટી શું હોઈ શકે? વિધાનસભાની ચૂંટણીમાં કિરીટભાઈને ટિકિટ ન મળી. ચૂંટણી જતી રહી ત્યાર પછી તેમણે વારંવાર ઉઘરાણી કરી. તેમ છતાં આ લોકોએ પૈસા પાછા નહોતા આપ્યા. બેંકમાં ચેક ભર્યો તો રિટર્ન થઈ ગયો હતો. એટલે કિરીટભાઈએ આ લોકો સામે નેગોશિએબલ એન્ડોર્સમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ફરિયાદ કરી હતી, જેનો કેસ પણ ચાલુ થઈ ગયો હતો.’

કોર્ટની મુદત પછી આત્મહત્યા

કિરીટ પટેલે જે દિવસે સવારે આત્મહત્યા કરી તેના આગલા દિવસે એક નોંધવા જેવી ઘટના બની હતી. પાંચમાંથી એ ત્રણ લોકો મળ્યા હતા, જેમનું સુસાઈડ નોટમાં નામ છે. 30 જૂન 2023ને શુક્રવારના રોજ આ કેસની મહેસાણા કોર્ટમાં મુદત હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન પાંચમાંથી ત્રણ આરોપી હાજર રહ્યા હોવાની અમને જાણકારી મળી છે. કોર્ટની સુનાવણી શુક્રવારે બપોરે 3 વાગ્યે થઈ હોય તો તેના અંદાજિત 14 કલાક બાદ કિરીટભાઈએ આત્મહત્યા કરી લીધી હતી.

પુરાવા

એક કોથળો ભરીને પુરાવા મળ્યા છે. દિનેશભાઈ તેની સાથે રાતના સુતા હતા. સફાઈ કામદાર બહેન ચાવી લેવા ગયા ત્યાં એક ચિઠ્ઠી મળી જેમાં લખ્યું હતું કે, હું દિનેશભાઈવાળા રૂમમાં છું. ત્યાં દોરડાની મદદથી પંખે લટકીને આત્મહત્યા કરી હતી. શર્ટના ખિસ્સામાં સુસાઈડ નોટ હતી, એને દિનેશભાઈએ પોતાની પાસે રાખી લીધી હતી.

ફાઈલમાંથી શું મળ્યું?

ચેક રિટર્નની કોપી સહિતના પુરાવા મળ્યા છે. આ કેસમાં 2 કરોડ રૂપિયાનો નહીં, પણ મોટો મામલો લાગે છે. વ્હોટ્સએપ મેસેજ કર્યા હતા તેમજ રેકોર્ડિંગ સહિતના પુરાવા મળ્યા છે. 15 દિવસ પછી એક મોટા નેતા સાથે મુલાકાત કરાવશે. બેચરાજી બેઠકની ટિકિટ કન્ફર્મ કરાવે એટલે બાકીના પૈસા રોકડા આપી દેવા. રાજકીય કામ માટે પૈસા આપ્યા હતા. કરોડોની સંપત્તિ હતી. 2 કરોડનું ચીટિંગ સામાન્ય વાત છે, પરંતુ તેમને થયું હશે કે હું ધારાસભ્ય લેવલનો માણસ છું. પોલીસ મારું સંભાળતી નથી. એવું રટણ મારી જોડે કરતા હતા કે આ પોલીસવાળા સાંભાળતા નથી. તેમને સીધા કરવા પડશે.

એક કરોડની ભાજપે ઓફર કરી

પાટીદાર અનામત આંદોલન સમિતિ- ‘પાસ’ના મહેસાણાના આગેવાન અને કિરીટ પટેલના ભાઈ નરેન્દ્ર પટેલને ભાજપમાં જોડાવા માટે ઓફ કરવામાં આવી હતી. પાસના નેતા વરુણ પટેલ તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પર લાંચ આપવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપમાં ભળી જવા માટે તેમની પર દબાણ કરવામાં આવ્યું હતું. ભાજપમાં જોડાવા માટે રૂ. 1 કરોડ આપવાની ઓફર કરાઈ હતી. જેના ભાગરૂપે રૂ. 10 લાખ રોકડા આપવામાં આવ્યા હતા. બાકીના રૂ. 90 લાખ ભાજપમાં જોડાય એટલે આપવાના હતા. રૂપિયાની નોટો મીડિયા સમક્ષ રજૂ કરી હતી. તેમના પર કેસ ચલાવવાની ધમકી આપવામાં આવી હતી. વરુણ પટેલે રૂ. 1 કરોડ લઈને ભાજપ સાથે જોડાવાનું કહ્યું હતું. તમામ બાબતના પુરાવા તેમની પાસે છે. ભાજપની લાંચનો આખો કેસ આજે પણ અદાલતમાં છે પણ ચાલતો નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહના, નીતિન પટેલના જિલ્લા મહેસાણાના રનેલા ગામમાં બેઠક મળી હતી.  2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જેવી અસર પાસની થઈ હતી એવી અસર ઉત્તર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં થઈ શકે છે. જેની જવાબદારી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને અમિત શાહ પર આવી શકે છે. કારણ કે પગલાં ન લેવા માટે આ 3 નેતા જવાબદાર છે.