3 અબજ ડોલરનો બિજનેશ કરીને ટ્રમ્પ રવાના

Trump get billion in business in India

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસમાં બેઠક યોજાઈ હતી.  અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે ત્રણ અબજ ડોલરની સંરક્ષણ ડિલની જાહેરાત કરી દીધી હતી.

આખરે અમેરિકન પ્રમુખ ભારત આવીને અમેરિકા માટે મોટો ધંધો લઈને ગયા છે. તેઓ આ શોદો પતાવીને રવાના થઈ ગયા છે જેનાથી અમેરિકાના અર્થતંત્રને મોટો ફાયદો થશે.

ત્રણ અબજ ડોલરની સંરક્ષણ સોદાબાજી થઇ ચુકી છે. આ સોદામાં અમેરિકાથી ૨૪ એમએચ૬૦ રોમિયો હેલિકોપ્ટર ૨.૬ અબજ ડોલરમાં ખરીદી કરવામાં આવશે. એક અન્ય ડિલમાં છ એએચ૬૪ અપાચે હેલિકોપ્ટર, જેની કિંમત ૮૦ કરોડ ડોલર છે, ખરીદ કરવામાં આવશે.

ટ્રમ્પે અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ ખાતે આયોજિત નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં જ આ ડિલની જાહેરાત કરી દીધી હતી. વિમાનો, મિસાઇલો, રોકેટ સહિતની ચીજવસ્તુઓ અમેરિકા સર્વશ્રેષ્ઠ બનાવે છે અને ભારતને આ સામગ્રી આપવા માટે અમે તૈયાર છીએ.