TV-9 દ્વારા CSR  એકટીવીટીમાં શ્રેષ્ઠ પ્રદાન કરનારા દાનવીરોનું સન્માન

અગ્રણી ન્યૂઝ ચેનલ ટીવી-૯ ના ઉપક્રમે TV-9 CSR એકસલન્સ કાર્યક્રમમાં સમાજ સેવા ક્ષેત્રે વિવિધ શ્રેષ્ઠ યોગદાન માટે 40 કંપનીઓ, સંસ્થાઓનું સન્માન કર્યુ હતું. TV-9 ચેનલ દ્વારા પ્રકાશિત કોફી ટેબલ બૂકનું વિમોચન કર્યુ હતું. જોકે આ 40 લોકોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નથી.

મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ સન્માન કરતા કહ્યું કે CSR એકટીવીટીમાં ભામાશા, જગડુશા જેવા મહાજનો-નગરશેઠની સમાજને મદદરૂપ થવા પોતાની આવકનો સ્વસંપત્તિનો અમુક ભાગ સેવાકાર્યો માટે આપવાની પરંપરાના દ્રષ્ટાંત આપ્યા હતા. સારાભાઇ પરિવાર, લાલભાઇ પરિવાર જેવા ઊદ્યોગગૃહો સહિત કોર્પોરેટ હાઉસીસ અને જાહેર ક્ષેત્રના સાહસો-બેન્કો પણ શિક્ષણ, આરોગ્ય, સહિતના ક્ષેત્રોમાં CSR તહેત સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવી રહી છે. સમાજ સેવાના આ કાર્યમાં ઊદ્યોગગૃહો, સંપન્ન વર્ગો સખાવતીઓ સંસ્થાઓ CSR ફંડ દ્વારા સક્રિય સહયોગ કરીને આગવી મહાજન પરંપરાના સંસ્કાર ઊજાળે છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
TV-9 ના આ ઇનીશ્યેટીવની પ્રસંશા કરતાં ઉમેર્યુ કે, છેવાડાના માનવી સુધી પહોચનારી આ ચેનલે સમાજદાયિત્વ નિભાવ્યું છે. કાર્યક્મમાં અમૂલના એમ.ડી. સોઢી, TV-9 ના ચેનલ હેડ કલ્પક ભાઇ તેમજ એસોસિયેટ એડીટર મનિષભાઇ અને CSR એકસલન્સ સન્માન પ્રાપ્ત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.