[:gj]ગુજરાતના શહેરો મોટા થઈ રહ્યાં છે [:]

Gujarat's cities are getting bigger

[:gj]રાજ્યના શહેરના વિકાસ માટે ૨૦૨૦ના વર્ષના પ્રથમ બે માસમાં ૮ ટીપી યોજનાઓ મંજૂર કરવામાં આવી છે. ૨૦૧૮ અને ૨૦૧૯માં સતત ૧૦૦-૧૦૦ નગર રચના યોજનાઓ મંજૂર કરવામાં આવી છે. 2020માં ૭ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજુર કરી છે. જેમાં અમદાવાદની ૦૨ ડ્રાફ્ટ તથા ૦૨ ફાયનલ અમદાવાદ-મહેસાણા અને ભાવનગરની કુલ ૩ પ્રિલિમીનરી – વિજાપુર ડેવલપમેન્ટ પ્લાનને આખરી મંજુરી આપી છે.

૨૦૨૦ના પ્રથમ બે માસમાં જ ૭ TP અને ૧ ફાયનલ DP યોજનાઓ અને વિજાપુર ડેવલપમેન્ટ પ્લાન સહિત કુલ-૮ યોજનાઓ રાજ્ય સરકારે મંજુર કરી છે.

૨૦૧૮ અને ૨૦૧૯માં 100 ટીપી મંજૂર કર્યા બાદ હવે, ૨૦૨૦માં TP DP માં ઝિરો પેન્ડન્સીનો લક્ષ્ય રાખવાની વિભાગને સ્પષ્ટ સૂચનાઓ સરકારે આપી છે.

અમદાવાદની ૦૨ ડ્રાફ્ટ TP તથા ૨ ફાયનલ TP તેમજ અમદાવાદ-મહેસાણા અને ભાવનગરની ૧-૧ એમ ૩ પ્રિલિમીનરી TP મળી કુલ ૭ તથા વિજાપુર નગરના ડેવલપમેન્ટ પ્લાનને એક જ દિવસમાં આખરી મંજુરી આપી છે.
અમદાવાદની ૨ ડ્રાફ્ટ TP સ્કીમ ૪૧૮ (ગામડી-રોપડા) તેમજ TP ૧૫૨ (સાંતેજ-રકનપુર) અને ફાયનલ TP સ્કીમ ૫૩ (બી) શીલજ અને ૧૦૩ (નિકોલ)ને મંજુરી આપી છે.

લાંબા સમયથી અટવાયેલી મહેસાણાની પ્રિલિમીનરી TP સ્ક્રીમ નં.૪, અમદાવાદની પ્રિલમીનરી ૮૮ (વટવા-ર) તથા ભાવનગર શહેરની TP સ્ક્રીમ નં-૯ (રૂવા) પણ મંજુરી કરી છે.

શહેરોના અદ્યતન અને સુવિધાયુક્ત વિકાસને વેગ આપવા અમદાવાદની ૨ ડ્રાફ્ટ TP સ્કીમ ૪૧૮ અને ૧૫૨ મંજૂર કરી છે તેના પરીણામે અમદાવાદ શહેરથી પ્રમાણમાં દૂરના ગામો ગામડી, રોપડા, સાંતેજ અને રકનપુરમાં પણ સુઆયોજીત વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રચર ફેસેલિટીઝનો લાભ મળશે.

આશરે ૨૦૦ હેકટરની આ ૨ TPમાં સત્તામંડળને કુલ ૭૧ જેટલા જાહેર હેતુના પ્લોટ મળશે. બાગબગીચા અને ખૂલ્લી જગ્યા માટે ૧ લાખ ૫૪ હજાર ચો.મીટર તથા સામાજીક અને નબળા વર્ગના રહેઠાણ માટે ૮૮,૮૫૩ ચો.મીટર જમીન પ્રાપ્ત થવાની છે.

અમદાવાદની પ્રિલિમીનરી TP સ્ક્રીમ નં.૮૮ (વટવા-ર) મંજુર કરતા વટવા વિસ્તારમાં સત્તામંડળને જાહેર હેતુ માટે કુલ ૧,૧૫,૧૨૧ ચો.મીટર ક્ષેત્રફળના કુલ-ર૬ પ્લોટ સંમ્પ્રાપ્ત થશે.

મહેસાણા શહેરની પ્રિલિમીનરી TP સ્ક્રીમ નં. ૪ ને આપેલી મંજુરીને પરિણામે આશરે ૧૦૦ હેકટર વિસ્તારમાં જાહેર સુવિધા માટે ૨૨,૯૨૩ ચો.મીટર તેમજ બાગબગીચા અને રમત-ગમતના મેદાન માટે ૩૦,૮૦૮ ચો.મીટર અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે ૫૭,૪૭૩ ચો.મીટર જમીન પ્રાપ્ત થવાની છે.

સૌરાષ્ટ્રના ભાવનગર શહેરની પ્રિલિમીનરી TP સ્ક્રીમ નં. ૯ (રૂવા) મંજુરી કરી છે, આથી ભાવનગર શહેરમાં ૧૦૦ હેકટર વિસ્તારમાં જાહેર સુવિધા માટે ૧૭,૮૧૫ ચો.મીટર બાગ-બગીચા અને રમત-ગમતના મેદાન માટે ૨,૫૮૦ ચો.મીટર અને આર્થિક રીતે નબળા વર્ગના લોકના રહેઠાણ માટે ૩૩,૨૮૮ ચો.મીટર જમીન પ્રાપ્ત થશે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે આ પ્રિમિલીનરી સ્કીમ મંજુર થયેથી સંબંધિત સત્તામંડળ તેને જાહેર સુવિધા માટે સમ્પ્રાપ્ત થતા પ્લોટમાં તાત્કાલિક કબજો મેળવીને વિકાસ કરી શકે છે.[:]