કેન્દ્રીય બજેટ ૨૦૨૦-૨૧માં બેરોજગારો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને કોઈ જ જગ્યા ન મળી : અમિત ચાવડા

  • સ્ટાર્ટઅપ ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા, સ્ટેન્ડઅપ ઈન્ડિયા અને હવે “એસેમ્બલ ઈન્ડિયા” નામની નવી લોલીપોપ
  • કરદાતાઓને ઈન્કમટેક્ષ ભરવાની બે કરવેરા પધ્ધતિ દાખલ કરીને “વન નેશન – વન ટેક્ષ” ની વાત કરવાવાળી ભાજપ સરકાર પોતાની જુની ઐતિહાસિક “ટુ નેશન થીયરી” ની જેમ હવે “ટુ ટેક્ષ થીયરી” દાખલ કરી રહી છે :
  • કોંગ્રેસની ભૂતકાળની સરકારોએ મહામહેનતે ઉભી કરેલી રાષ્ટ્રીય સંપત્તિઓ મોદી સરકાર ડીસઈન્વેસ્ટમેન્ટના નામે ઉદ્યોગપતિઓને પધરાવી રહી છે
  • બજેટમાં બધી જ યોજના પીપીપી મોડલ દાખલ કરી મોદી સરકાર હવે દેશની જનતાની તમામ જવાબદારીઓમાથી હાથ ઉંચા કરી હવે બોજો જનતા ઉપર નાખવા માંગે છે અને સાથોસાથ મહામુલી રાષ્ટ્રીય સંપત્તિને ઉદ્યોગપતિઓને પધરાવવા માંગે છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ કેન્દ્રીય બજેટ ઉપર પ્રતિક્રિયા આપતા પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે,

આજે જ્યારે દેશમાં બેરોજગારી છેલ્લા ૪૫ વર્ષમાં સૌથી ઉંચા સ્તરે (૯.૧ ટકા) પહોંચી ગઈ છે. ૨૦ થી ૨૪ વર્ષના ૩૨ ટકા યુવાનો બેરોજગાર છે અને ૧૩.૧૭ ટકા જેવા સ્નાતક યુવાનો બેરોજગાર છે ત્યારે આ દેશના યુવાનોને આશા હતી કે કેન્દ્રનું આ બજેટ યુવાનોની રોજગારી માટે આયોજન લઈને આવશે પણ પી.પી.પી. મોડલ નું આધાર લઈ સરકારી જવાબદારીઓ ખાનગી ક્ષેત્ર ઉપર નાખી સરકારે હાથ ઉંચા કરી લીધા છે. જ્યાં એક બાજુ વિશ્વ બેંકના રીપોર્ટ પ્રમાણે દર વર્ષે ભારતના બેરોજગારોની સંખ્યા જોતા ૮૧ લાખ નોકરીઓ ઉભી કરવાની જવાબદારી સરકારની બને છે. જેની સામે સરકારી બજેટના આયોજનમાં આ યુવાનોની આશા નિઠારે નિવળી છે. યુવાનોની બેરોજગારી ઉપર ધ્યાન ન આપી કેન્દ્ર સરકારે એક સામાજીક અને આર્થિક અસમાનતા ઉભી કરવાનો એક દુરભાગ્યપૂર્ણ પ્રયાસ કર્યો છે.

ગુજરાતમાં સ્થાપિત મુખ્યતઃ કાપડ તથા જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સૌથી મોટા પાયે રોજગાર આપનાર છે પણ હાલ ભયાનક મંદી તથા બેરોજગારીનો ભોગ બનેલી આ ઉદ્યોગો માટે સરકારના બજેટમાં કોઈ આયોજન નથી સાથોસાથ નોટબંદી તથા જી.એસ.ટી. પછી કમજોર પડતી સીરામીક, બ્રાસપાર્ટ, મોટરપાર્ટસ, મોટરકાર, કેમીકલ તથા ગૃહઉદ્યોગ માટે કોઈપણ આયોજન નહી કરી ગુજરાત સાથે એક બેદરકારી ભર્યુ વલણ રાખવામાં આવેલ છે.

સ્ટાર્ટઅપ ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા, સ્ટેન્ડઅપ ઈન્ડિયા અને હવે નવુ એસેમ્બલ ઈન્ડિયા જેવા નામો આપીને બેરોજગારી દુર ન કરી શકાય. ખરા અર્થમાં સરકારને જો ભારતીય અર્થ વ્યવસ્થાની સમજ હોય તો જમીનથી જોડાયેલી સમસ્યાઓને દુર કરી રોજગાર ઉભા કરવાની જરૂર છે. જે આ બજેટમાં દેખાતી નથી.

આજે જ્યારે એક મહિલા વિત્તમંત્રી દ્વારા બજેટ રજુ કરવામાં આવ્યો ત્યારે દેશની મહિલાઓની આશા જાગી હતી કે તેમનો દર્દ એક મહિલા સમજી શકશે અને આર્થિક આયોજન મહિલાઓ માટે કરવામાં આવશે. પણ જ્યારે બજેટ આવ્યું તો મહિલાઓ માટે નિરાશાજનક સ્થિતી ઉભી થઈ. મહિલા સશક્તિકરણની વાતો કરતી આ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર દ્વારા ઈન્કમટેક્ષ એક્ટ હોય, કે એમ.એસ.એમ.ઈ. હોય ક્યાય પણ મહિલા વિકાસ સશક્તિકરણનું આયોજન બજેટમાં ક્યાંય પણ વિશેષ જોગવાઈ કરવામાં આવી નથી.

કિસાનો સાથે સરકારની છેતરપીંડી સતત ચાલુ છે ૨૦૧૯-૨૦ માં સરકાર દ્વારા બજેટમાં કૃષિક્ષેત્રે જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં ૩૦,૬૮૩ કરોડ ઓછા રૂપિયા વાપરવામાં આવ્યાં છે અને સાથેસાથે ખાતર સબસીડીમાં પણ ૮,૬૮૭ કરોડ ઓછા વાપરવામાં આવ્યા છે. એકબાજુ પ્રકૃતિની માર સહન કરતા ખેડૂતને આશા હતી કે સરકાર એમના માટે એમ.એસ.પી. તથા અન્ય સ્પેશીયલ આર્થિક સહાય આપશે. એ પણ આશા નિઠાળે નિવળી છે.

આર્થિક ક્ષેત્રે નિષ્ફળ ગયેલ આ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૨૦-૨૧ ના કેન્દ્રીય બજેટ પુનઃ દિશાહીન તથા આયોજનહીન વર્તાઈ રહ્યું છે. સરકારી આવક ક્ષેત્રે ૧,૧૨,૬૬૦ કરોડનો ઘટાડો ૨૦૧૯-૨૦ માં થયેલ છે. જેની સ્પષ્ટ અસર બજેટના વ્યાપાર ખાદ્યમાં વધારો થયો છે. ૨૦૨૦-૨૧નું બજેટ ખાદ્ય ૩.૮ ટકા સરકારી અનુમાનથી ઘણુ વધારે છે. શિક્ષણ તથા સ્વાસ્થ્ય ક્ષેત્રે સરકારી આયોજનમાં નજીવો વધારો સરકારની આ ક્ષેત્રે નિરાશાજનક અભિગમ પુરવાર કરે છે. ૨૦૨૦-૨૧ નો અંદાજિત ૧૦ ટકા વિકાસદરની વાત તદ્દન પાયાવિહીન છે કેમ કે, ગયા વર્ષ ૨૦૧૯-૨૦ ના બજેટમાં વિકાસદર ૧૨ ટકા બતાવવામાં આવ્યો હતો જે ૪.૮ ટકા આવીને ઉભો રહેલ છે. અર્થવ્યવસ્થા ક્ષેત્રે તદ્દન નિરાશાજનક બજેટનું આયોજન સરકારની નિષ્ફળતા તથા દિશાવિહીન વિચારધારા સ્થાપિત કરે છે.

એલ.આઈ.સી. વેચાણનું આયોજન કરવાની વાત કરી કેન્દ્ર સરકાર આર્થિકક્ષેત્રે સરકારી આવકમાં ઘટાડો થયો છે તે સ્વિકારે છે. ૭૦ વર્ષના કોંગ્રેસ પક્ષ દ્વારા દેશની અર્થવ્યવસ્થાને વેગ આપી સરકારી ઉદ્યોગો સ્થાપવામાં આવેલ હતા જે વર્ષે ૧,૨૭,૬૦૨ કરોડ જેવુ આશરે આવક સરકારમાં ભેગી થતી હતી જેની સામે આ ઉદ્યોગોને વેચીને હાલની કેન્દ્ર સરકાર પોતાના નિષ્ફળ આયોજનને પુરવાર કરી રહી છે. ડીસ-ઈન્વેસ્ટમેન્ટના નામ ઉપર સરકારી કંપનીઓને વેચી સરકાર ચલાવવાનો કેન્દ્ર સરકારનો આ અભિગમ દેશ માટે લાંબે ગાળે શરમજનક તથા  દિવાળુ ફુકવાવાળો છે તેવુ પુરવાર થશે.

ભયાનક મંદી તથા બેરોજગારીની પરિસ્થિતિ ભોગવતો ભારતની જનતા માટે આ કેન્દ્રનું બજેટ નિરાશાજનક તથા દિશાવિહીન છે.

આજનું ભારતીય જનતા પાર્ટીનું બજેટ છેતરામણું અને ભ્રામક બજેટ છે. ‘વન ટેક્ષ – વન નેશન’ની વાત કરતી પાર્ટી એ જી.એસ.ટી. માં તો વિવિધ ટેક્ષો રજુ કરેલા છે તેવી જ રીતે સરળ ઈન્કમટેક્ષ કાયદામાંપણ વિવિધ ટેક્ષોના સ્લેબો રજુ કરી એક ઈન્કમટેક્ષ અને અનેક ટેક્ષની ભેટ કરદાતાઓને ધરેલ છે. ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી સત્તા સંભાળી છે ત્યારથી સરલીકરણના નામે ગુચવાડા ઉભી કર્યા છે.

આજ ના બજેટમાં નાણામંત્રીશ્રી નિર્મલા સીતારામનજીએ બે કરવેરાની પધ્ધતિ રજુ કરી બે નેશનની થીઅરીને અનુસરતી ભાજપાએ બે ઈન્કમટેક્ષની ગુણતરીના ફોર્મુલા રજુ કરી. પર્સનલ ઈન્કમટેક્ષ ભરતા, કરદાતાએ જેમાં એચ.યુ.એફ.નો પણ સમાવેશ થાય છે તેમણે હવે પછીના નાણાંકીય વર્ષોમાં બેમાથી એક વેરા ભરવાની પધ્ધતિને અનુસરવાની છે. જુની કરવેરાની ગણતરીમાં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી.

જુની કરવેરાની પધ્ધતિ                      નવી કરવેરાની પધ્ધતિ

આવક  ટેક્ષ             આવક  ટેક્ષ

250000  500000  0                              250000  0              0%*

500000  750000  250000                  500000  5%          20%

750000  1000000                500000                  750000  10%        20%

1000000                1250000                750000                  1000000                15%        30%

1250000                1500000                1000000                                1250000                20%        30%

1500000                                1250000                                1500000                25%        30%

1500000                                                30%

 

* જો ઈન્કમ ૫,૦૦,૦૦૦ થી વધી જાય તો ૫ લાખની લીમીટની જગ્યાએ ૨.૫ લાખની લીમીટનો જ લાભ મળશે.  ધારા-૮૭બી હેઠળ

આ નવી કરવેરાની પધ્ધતિ જો કોઈ કરદાતા પસંદ કરે તો તેને અગાઉના ઈન્કમટેક્ષ કાયદામાં કર રાહતના જે ૭૦ લાભો મલતા હતા તે મલશે નહિ.

આમ નવા કરવેરાની પધ્ધતિમાં માત્ર ૬૨,૫૦૦ ટેક્ષની રાહત આપેલ છે. પરંતુ જેની સામે જે કરરાહતો કાપી લેતા પગારદાર કરદાતા, તેમજ મીડલ કલાસ, વ્યક્તિઓને તદઉપરાંત સરકારના સેવિંગસ ઉપર ભારે માત્રામાં અસર કરે છે.

Þ             પગારદાર કરદાતાને, મીડલકલાસ તેમજ મોટા ટેક્ષ ભરતા કરદાતાઓને આપવામાં આવતી રાહતો છીનવી લેવામાં આવશે જો કરદાતા નીતી કરવેરા પધ્ધતિ અપનાવશે તો

  1. લોન ટ્રાવેલ્સ એલાઉન્સ ધારા ૧૦(૫) હેઠળ
  2. હાઉસ રેન્ટ એલાઉન્સ ધારા ૧૦ (૧૩એ) હેઠળ
  3. સગીરને મળતો એલાઉન્સ ધારા ૧૦ (૧૪) હેઠળ
  4. સેલેરી આવકમાંથી આપવામાં આવતા, એન્ટરટેઈન્ટમેન્ટ ટેક્ષ, પ્રોફેસનલ ટેક્ષ, સ્ટાન્ડર્ડ ડિડક્સન વગેરે રાહતો છીનવાઈ જશે.
  5. ધારા ૨૪ હેઠળ આપવામાં આવતા હાઉસીંગ લોનના વ્યાજનો લાભ છીનવાઈ જશે.
  6. વધારાના ઘસારાનો લાભ ધારા ૩૨(૧) હેઠળ નહિ મળે.
  7. ધારા ૫૭(iia) હેઠળ ફેનીલી પેન્શનનો લાભ પણ નહિ મળે.
  8. ધારા ૮૦-સી હેઠળ લાઈફ ઈન્સ્યુરન્સ પ્રીમીયમ, એન.એસ.સી., પી.પી.એફ.માં રોકાણ, વગેરેનો લાભ નહિ મળે.
  9. ૮૦ડી હેઠળ મેડીક્લેમનું પ્રીમીયમ પણ બાદ નહિ મળે.
  10. 80CCC, 80CCD, 80D, 80DD, 80DDB, 80E, 80EE, 80EEA, 80EEB, 80G, 80GG, 80GGA, 80GGC, 80-IA, 80-IAB, 80-IAC, 80-IB, 80-IBA, ) વગેરેના લાભ નહિ મળે.

આમ સરકારે માત્ર ૬૨૫૦૦ નો લાભ આપીને મધ્યમવર્ગના લોકો જે ટેક્ષ બચાવવા રોકાણો કરતા હતા તેને નીરુત્સાહી કર્યા છે. આ ઉપરાંત ભાજપના સમયમાં બચતનો રેશીઓ ઘટ્યો છે તે હવે વધુ ઘટશે. નવા કરવેરાની પધ્ધતિ ધારા, 115BAC હેઠળ રજુ કરવામાં આવી છે. આ પધ્ધતિમાં માત્ર ટેક્ષના સ્લેબના સુધારો કરેલ છે. પરંતુ કરવેરાની સંપૂર્ણ રાહતો છીનવી લેવામાં આવી છે. કરવેરાની આ રાહતો ભારતીય અર્થતંત્ર માટે ખુબજ જરૃરી હતી. આ કરવેરાની રાહતોના કારણે સરકાર પાસે લોકોની બચતો રહેતી હતી અને આ રૂપિયાના કારણે સરકારે વિવિધ યોજનામાં રૂપિયા વાપરતી હતી. પરંતુ નવી કરવેરા પધ્ધતિને કારણે સરકારનું માનસ છતું થયું છે. સરકાર પોતાની જવાબદારી ઘટાડી રહી છે અને મોંઘવારી અને બેરોજગારીનો બેવડો માર સહન કરતા કરદાતાને બચત ના કરવા પ્રેરી રહી છે. અગાઉની યુ.પી.એ.-૧ અને યુ.પી.એ.-૨ સરકાર વખતે ટેક્ષ સ્લેબ અને બેઝીક લીમીટમાં સુધારો કરી. ૨૮૦૦૦૦ સુધીનો કરવેરાનો લાભ, ઉપરાંત કરરાહતો ના અધિકારો આપ્યા હતા પરંતુ ભાજપની આ સરકાર ભ્રામક પ્રચારોથી કરદાતાઓના સંપૂર્ણ અધિકાર છીનવી રહી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગયા વર્ષના જુલાઈમાં બજેટના ભાષણમાં કહ્યું હતું કે વર્ષ ૨૦૨૨ સુધીમાં ગ્રામીણ વિસ્તારમાં દરેક ઘરને વીજળી અને રાંધણ ગૅસ પૂરાં પાડી દેવામાં આવશે. ગ્રામીણ વિસ્તારમાં વાહનવ્યવહાર અને આવાસો ઊભા કરવાની પણ તેમણે જાહેરાત કરી હતી. “ગામ, ગરીબ અને ખેડૂત અમારી દરેક નીતિઓમાં કેન્દ્રસ્થાને છે,” એમ તેમણે કહ્યું હતું. આ યોજનાઓનું શું થયું તે જોઈએ. સરકારના છેલ્લામાં છેલ્લા અહેવાલો પ્રમાણે ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ હેઠળ રાંધણ ગૅસના બાટલા ભરાવવાનું પ્રમાણ ઘટી રહ્યું છે. માર્ચ ૨૦૧૮માં ૩.૬૬ કરોડ બાટલા નોંધાયા હતા, તે ડિસેમ્બર ૨૦૧૮માં ઘટીને ૩.૨૧ કરોડ અને સપ્ટેમ્બર 2019માં વધુ ઘટીને 3.08 કરોડ થઈ ગયા હતા.

કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ (કેગ)ના તાજેતરના અહેવાલમાં ઉજ્જવલ યોજનાના સિલિન્ડરનો ઓછો ઉપયોગ, અન્યત્ર ઉપયોગ અને સિલિન્ડરોની વહેંચણીમાં વિલંબ સામે ચિંતા વ્યક્ત કરી હતી. તૃતીય પક્ષની સામગ્રીમાં જાહેરાતોનો સમાવેશ થઈ શકે છે. કૅર રેટિંગ્ઝનાં સિનિયર ઇકૉનોમિસ્ટ કવિતા ચાકોની વાત કરું તો તેઓ કહે છે કે, “શરૂઆતમાં લોકોએ યોજનાનો લાભ લીધો પણ આંકડાં દર્શાવે છે કે લોકો રિફિલ કરાવતા નથી અને દેશના ઘણા ભાગોમાં લોકો હજુ પણ લાકડાં બાળે છે અને જંગલોના કિંમતી વૃક્ષો કપાય છે.” “સરકારે ગામડાં સુધી વીજળી પહોંચાડવાનું માળખું ઊભું કરી લીધું છે, પણ દેશની વીજવિતરણ કંપનીની હાલત એવી છે કે વીજળી પહોંચાડી શકતી નથી.” “દેશની વીજવિતરણ કંપનીઓ 80,000 કરોડ રૂપિયાના દેવામાં છે. તેથી માગ પ્રમાણે વીજઉત્પાદન થતું નથી. તેથી સરકાર કહે છે કે વીજળી પૂરી પાડવામાં આવે છે, ત્યારે તેના વિશે ટિપ્પણી કરવી મુશ્કેલી છે.”

જીડીપી ગ્રોથ – 11 વર્ષમાં સૌથી નીચો, રોકાણ – 17 વર્ષમાં સૌથી નીચો, ઉત્પાદન – 15 વર્ષમાં સૌથી નીચો, ટેક્સ ગ્રોથ – 20 વર્ષમાં સૌથી નીચો, બેરોજગારી – 45 વર્ષમાં સૌથી વધુ, ખાદ્ય ફુગાવો – 6 વર્ષમાં સૌથી વધુ, તો પણ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ કહે છે “ઓલ ઇઝ વેલ” આ કેવુ હાસ્યાસ્પદ ?

અત્યાર સુધી કોંગ્રસની સરકારો પોતે સરકારના બજેટમાંથી પૈસા ફાળવી હોસ્પિટલ્સ, મેડિકલ કોલેજીસ, વેર હાઉસિસ, રેલવે સુવિધાઓ વિક્સાવતી હવે આ સરકારે એની જવાબદારીમાંથી હાથ ઊંચા કર્યા છે ને બધામાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ લાવી પ્રજાના માથે બોજ નાખે છે અને બધું ઉદ્યોગપતિઓને પધરાવી દેવા માંગે છે.

કેન્દ્રીય બજેટ 2020 એ માત્ર વાયદાઓના બજાર સિવાય કઈ નથી. બધામાં ધ્યાન અપાશે… સંકલ્પ કર્યો છે…. દ્રઢ નિર્ધાર કર્યો છે …એ વાયદા ને લોલીપોપ સિવાય કઈ નથી. દૂધ ઉત્પાદન 2025 માં બમણું, ખેડૂતોની આવક 2022 માં બમણી, યુવાનો ને રોજગારી આપવા પ્રયાસ કરશે એટલે શું ? કોઈ ઠોસ પગલાં નહીં, 2024 સુધી જન ઔષધ કેન્દ્રો ?, તો હાલ પી.એચ.સી., સી.એચ.સી. છે એનું શું કરવાનું ? પાણીની તકલીફ વાળા 100 જિલ્લા. તો તમે તો કહેતા હતા કે કોઈ તકલીફ નથી બધા લીલા લહેર છે. તેવુ સરકાર હાસ્યાસ્પદ રીતે જણાવી રહી છે.