નવી દિલ્હીઃ કોરોના વાયરસથી સર્જાયેલી આર્થિક અનિશ્ચિતતા અને લોકડાઉનને લીધે ધંધા-વેપાર અને ઉદ્યોગોને કમરતોડ ફટકો પડ્યો છે. તેમની આર્થિક મુશ્કેલીને હળવી કરવા માટે આવકવેરા વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાણાં મંત્રાલયે સામાન્ય કરદાતાઓ અને વેપારીઓ/બિઝનેસમેનને તેમનું રૂ.5 લાખ સુધીનું પેન્ડિંગ ટેક્સ રિફંડ તાત્કાલિક ચૂકવવી દેવાનો આદેશ જાહેર કરાયો છે. આવકવેરા વિભાગે ટ્વિટ મારફતે આ અંગે માહિતી આપી હતી. સરકારના આ નિર્ણયથી અંદાજે 14 લાખ કરદાતાઓને લાભ થશે.
In context of COVID-19 situation & to grant immediate relief to taxpayers, GOI has decided to issue all pending income-tax refunds upto Rs.5 lakh & GST/Custom refunds with immediate effect.@nsitharaman @nsitharamanoffc @Anurag_Office @FinMinIndia @PIB_India @cbic_india #StaySafe pic.twitter.com/sF0cU8WyA1
— Income Tax India (@IncomeTaxIndia) April 8, 2020
જીએસટી અને કસ્ટમ્સનું પણ પેન્ડિંગ ટેક્સ રિફંડ ઇશ્યૂ કરાશે
નાણાં મંત્રાલયે જીએસટી અને કસ્ટમ્સના પેન્ડિંગ ટેક્સ રિફંડ ઇશ્યૂ કરવાનો આદેશ આપ્યો છે. જેનાથી 1 લાખ બિઝનેસમેન અને MSMEને રાહત મળશે. સરકાર અંદાજે કુલ રૂ.18 લાખ કરોડ રૂપિયાના ટેક્સ રિફંડ ઇશ્યૂ કરશે.
અંદાજે 18,000 કરોડ રૂપિયા રિફંડ ચૂકવાશે
નાણાં મંત્રાલયે કહ્યું કે લગભગ 14 લાખ સામાન્ય કરદાતા અને વેપારીઓને તાત્કાલિક પેન્ડિંગ ટેક્સ રિફંડ ચૂકવાશે. આ નિર્ણય હેઠળ કરદાતાઓને લગભગ રૂ. 18,000 કરોડની રકમ પરત ચૂકવવામાં આવશે.
નોંધનિય છે કે દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે જેના લીધે દેશમાં લોકડાઉનનો સમય લંબાશે તેવી આશંકા પ્રવર્તી રહી છે. આ લોકડાઉનને લીધે વેપાર- ઉદ્યોગધંધાઓને કરોડો રૂપિયાનું નુકસાન થશે. આ સાથે લાખો લોકોની રોજગારી-નોકરી ઉપર સંકટ સર્જાયુ છે.