મોદી સરકારની વંદેભારત ટ્રેન બનાવવાનું કૌભાંડ, ગુજરાતના ચળવળકાર સંજય ઈઝવા

વંદેભારત એક્સપ્રેસ બનાવવામાં ભ્રષ્ટાચારની શંકા

ગુજરાતના ચળવળકાર સંજય ઈઝવાએ મોદી સરકારનું વંદેભારત ટ્રેન બનાવવાનું કૌભાંડ જાહેર કર્યું
અમદાવાદ, 8 ફેબ્રુઆરી 2024
શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન અને વંદેભારત ટ્રેન બનાવવાની અને સગવડતામાં એક સરખી છે. છતાં વંદેભારત ટ્રેનનું ઉત્પાદન ખર્ચ 237.16 ટકા વધારે છે. આટલું ઉંચું ખર્ચ કેમ આવી રહ્યું છે તે સવાલ પૂછીને નરેન્દ્ર મોદીની માનીતી ટ્રેનમાં રૂ.2 હજાર કરોડનું ખર્ચ વધારે આવ્યું છે. જે ભ્રષ્ટાચારની શંકા તરફ દોરી જાય છે.

વંદેભારત ટ્રેન અંગે માહિતી અધિકાર હેઠળ ચળવળકાર સુરતના સંજય ઇઝાવા દ્વારા માહિતી માંગવામાં આવેલી તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ છે. તપાસ થાય તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે. ચેન્નાઇની ઇન્ટેગ્રેલ રેલવે કોચ ફેક્ટરી દ્વારા આપવામાં આવેલી માહિતીમાં વિસ્ફોટ થયો છે.

ઇન્ડિયન રેલ્વે દ્વારા સંચાલિત વંદેભારત ટ્રેન વર્ષ 2019થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગ્રહના કારણે શરૂ થઈ હતી. હાલ 25 ટ્રેન દોડે છે. મોદીએ દરેક ટ્રેનને જાતે જઈને લીલી ઝંડી આપી હતી. એક વંદેભારત એક્સપ્રેસમાં 16 કોચ હોય છે. વંદેભારત ટ્રેન ઝડપ અને સુવિધાઓથી લોક ચાહના મેળવી છે.

હાલ 25 વંદેભારત ટ્રેન 7 જૂલાઈ 2023 સુધીનો છે. જોધપુર – સાબરમતી વંદેભારત ટ્રેન સુધીનો આંકડો છે. તમામ વંદેભારત ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલે છે. દેશના લગભગ તમામ રાજ્યોને તેમની વંદે ભારત ટ્રેનો મળી છે.

82 ટ્રેન, 100 ટ્રેનો થશે
પહેલી વંદે ભારત ટ્રેન વારાણસી અને નવી દિલ્હી વચ્ચે 15 ફેબ્રુઆરી, 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી.
ડિસેમ્બર 2023 સુધીમાં 82 ટ્રેનો શરૂ કરવામાં આવી છે. બીજી 10 ટ્રેન ચૂંટણી પહેલાં શરૂ થઈ જશે. 100 ટ્રેનો શરૂ કરવાનો લક્ષ્યાંક હતો. હાલમાં દેશભરના વિવિધ શહેરો અને રાજ્યો વચ્ચે દોડી રહી છે. વારાણસી-લખનૌ, પટના-જલપાઈગુડી, મડગાંવ-મેંગલોર, દિલ્હી-અમૃતસર, ઈન્દોર-સુરત, મુંબઈ-કોલ્હાપુર, મુંબઈ-જલાના, પુણે-વડોદરા, ટાટાનગર-વારાણસી વચ્ચે 10 દોડી શકે છે.
પહેલી 10 ટ્રેન શરૂ થઈ તેમાં, 11મી ટ્રેન પહેલાં 1 કરોડ 25 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી.

એક વંદેભારત ટ્રેન બનાવવાનો ખર્ચ:-
એક વંદેભારત ટ્રેન બનાવવા પાછળનો ખરેખર ખર્ચ 104.35 કરોડ રૂપિયા છે. જેમાં 8 મોટોર કોચ, 2 ડ્રાંઈવિંગ ટ્રેલર કોચ, 2 નોન ડ્રાંઈવિંગ ટ્રેલર કોચ, 4 ટ્રેલર કોચ સહીત 16 જેટલા કોચ છે. એટલે કે એક કોચનો ખર્ચ રૂ. 6.52 કરોડ છે. ઓગસ્ટ 2023 સુધી 408 વંદેભારત કોચ બનાવામાં આવ્યા છે. જેની પાછળ રૂ. 2732.72 કરોડનો ખર્ચ થયેલો છે. ભારતીય રેલ્વે પાસેથી આ તમામ રકમ પણ ઇન્ટેગ્રેલ કોચ ફેક્ટરી દ્વારા મેળવી ચુક્યા છે.

શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન બનાવવાનો ખર્ચ:-
શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં 21થી 22 કોચ હોય છે. વંદેભારત ટ્રેનની જેમ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં તમામ કોચો એરકંડીશન્ડ છે. શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં 3 પાવર કાર કોચ, 3 AC એક્ઝીક્યુટીવ ચેર કાર કોચ અને 16 એર કંડીશન કોચ સાથે 22 કોચ છે. જે બનાવવા પાછળનું ખર્ચ રૂ. 47.45 કરોડ છે.

વંદેભારત ટ્રેન અંગે ભ્રષ્ટાચારનો આરોપ.?
1. 16 કોચ વાળી એક વંદેભારત ટ્રેનનું નિર્માણ ખર્ચ રૂ. 104.35 કરોડ છે. 16 કોચની ગણતરી કરતા શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન બનાવવાનો ખર્ચ રૂ. 44.02 કરોડ થાય છે.
2. વંદેભારત ટ્રેનના એક કોચનું નિર્માણ ખર્ચ રૂ.6.52 કરોડ છે, ત્યારે શતાબ્દી એક્સપ્રેસનનો એક કોચ બનાવવાનો ખર્ચ ફક્ત રૂ. 2.75 કરોડ છે.
3. વંદેભારત ટ્રેનની ઝડપ 130 કીલોમીટર દર કલાકની છે. શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનની ઝડપ 130 કીલોમીટર પર કલાક છે.
4. વંદેભારત ટ્રેન અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનના તમામ કોચો એર કંડીશન છે.
5. વંદેભારત ટ્રેન અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન બંને ઇલેક્ટ્રિક એન્જીનથી ચાલે છે.
6. બેસવાની ક્ષમતામાં પણ બંને ટ્રેન સમાન છે.

બન્ને ટ્રેન બનાવવાની અને સગવડતામાં એક સરખી છે. છતાં વંદેભારત ટ્રેનનું ઉત્પાદન ખર્ચ 237.16 ટકા વધારે છે.
વંદેભારત ટ્રેન બનાવવાનનો ખર્ચ શતાબ્દી એક્સપ્રેસ કરતા 237.16% વધુ કેમ છે? એટલે કે એક કોચ વંદેભારત ટ્રેનમાં રૂ.6.52 કરોડમાં પડે છે, ત્યારે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનનો એક કોચ ફક્ત રૂ. 2.75 કરોડ છે. આ તફાવત ખુબ જ મોટો છે. વંદેભારત ટ્રેનમાં એક કોચનો મોડીફીકેશન ખર્ચ શતાબ્દી એક્સપ્રેસના ત્રણ કોચ બનાવવાના ખર્ચ જેટલો આવી રહ્યો છે. આ વાત કઈ હજામ નથી થતી.

અત્યારસુધી 408 વંદેભારત ટ્રેનના કોચ બનાવવા પાછળ કરેલું ખર્ચ રૂ. 2732.72 કરોડ છે. જો આ ખર્ચ શતાબ્દી એક્સપ્રેસના મોડેલમાં કર્યું હોત તો અંદાજે 1 હજાર જેટલા કોચ બનાવી ચુક્યા હોત. તેમ સુરતના લડાયક નેતા સંજય ઇઝાવા દ્વારા કહેવામાં આવ્યું છે.

અકસ્માત
વંદેભારત ટ્રેન સામે વારંવાર ગાય અને ભેંસ અથડાતી રહી છે.
30 સપ્ટેમ્બર, 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. પીએમ મોદી પોતે આ ટ્રેનમાં બેસીને કાલુપુર રેલ્વે સ્ટેશન સુધી મુસાફરી કરી હતી. જે બાદ 6 ઓક્ટોબરના રોજ ગાંધીનગરથી રવાના થયેલી વંદે ભારત ટ્રેનને મણિનગરથી વટવા જતાં રેલ્વે ટ્રેક પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં ટ્રેનના આગળના ભાગને થોડું નુકસાન થયું હતું. અગાઉ, અમદાવાદ અને આણંદ નજીક વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. વલસાડના અતુલ નજીક ટ્રેન સાથે ગાય અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. રાજકોટમાં ટ્રેન પર પથ્થરમારો કરાયો હતો.

વડાપ્રધાને કહ્યું ‘એક દિવસ આ ટ્રેન સમગ્ર ભારતને જોડશે’. પણ ખરેખર તો વંદેભારત ટ્રેન સમગ્ર ભારતને ભ્રષ્ટાચારથી જોડી રહી હોય એવું લાગી રહ્યું છે. વિશેષ ટ્રેનોની સંખ્યા વધીને 68 થઈ ગઈ છે. કેસરી કલરની ભારતની વંદે ભારત ટ્રેન આજે કેરળના કાસરકોડથી ત્રિવેન્દ્રમ સુધી શરૂ થઈ રહી છે.

82 ટ્રેન
દેશમાં 31 જાન્યુઆરી, 2024 સુધીમાં 82 વંદે ભારત ટ્રેન દોડે છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ છે.
નવી દિલ્હી-મુંબઈ અને નવી દિલ્હી-હાવડા રૂટ પર આ ટ્રેનોની સ્પીડ 160 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધારવાનું કામ ચાલી રહ્યું છે. લોકસભામાં વંદે ભારત ટ્રેનની સર્વિસ અંગે 10 સાંસદો દ્વારા પ્રશ્નોના લેખિત જવાબ માંગવામાં આવ્યા હતા. સુવર્ણ ચતુર્ભુજ (GQ) અને ત્રાંસા રૂટ અને અન્ય ‘B’ રૂટને આવરી લેતા 10,981 રૂટ આને વધારીને 130 કરવામાં આવ્યા છે.

નવા યુગની આધુનિક ટ્રેન છે. સ્લીપર ક્લાસ સાથે વંદે ભારત ટ્રેન બનવાની છે. ચેન્નાઈમાં ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી (ICF) આગામી વર્ષમાં પ્રોટોટાઈપ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.

રશિયા ટ્રેન બનાવશે
રશિયાની TMH અને ભારતની RVNL એ પણ 120 સ્લીપર વેરિઅન્ટ્સનું ઉત્પાદન કરવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને 80 વધુ ભેલ-ટીટાગર રેઇલ સિસ્ટમ્સ કોન્સોર્ટિયમ દ્વારા બનાવવામાં આવશે.

ટિકિટ
વંદે ભારત એક્સપ્રેસની ટિકિટની કિંમત સામાન્ય માટે ₹1,052 અને ઈકોનોમી ક્લાસ (CC ચેર)માં તત્કાલ ટિકિટ માટે ₹1,262 અને સામાન્ય માટે ₹1,869 અને પ્રીમિયમ ક્લાસ (એક્ઝિક્યુટિવ ચેર)માં તત્કાલ ટિકિટ માટે ₹2,299 વચ્ચે છે. બીજી 3360 રૂપિયા સુધી ટિકિટ છે.

નાસ્તો
ભોજન ફ્રી નથી. એક કપ ચાનો ખર્ચ તમને ઓનબોર્ડમાં લગભગ રૂ. 15 અને નાસ્તામાં ચેર કાર ક્લાસ માટે રૂ. 122 અને એક્ઝિક્યુટિવ ચેર કાર માટે રૂ. 155નો ખર્ચ છે. એક્ઝિક્યુટિવ ચેર કાર કોચમાં 244 રૂપિયા અને ચેર કાર કોચમાં 222 રૂપિયાના ભાવે મુસાફરોને લંચ અને ડિનર આપવામાં આવે છે.

“વંદે સાધારણ” એક કૌભાંડ છે
સૌપ્રથમ તો તેને “વંદે ભારત” સાથે તાલબદ્ધ કરીને ચતુરાઈપૂર્વક નામ આપવામાં આવ્યું છે, જાણે કે તે બતાવવા માટે કે તે “વંદે ભારત” ની ઓછી કિંમતની આવૃત્તિ છે, જે તે નથી.

વંદે ભારત શા માટે આ પણ કૌભાંડ-

મોદીના વંદે ભારત કોચ (₹6 કરોડ)
યુપીએના શતાબ્દી અનુભૂતિ કોચ (₹2.5 કરોડ)
શતાબ્દીની WAP-5Aની મહત્તમ ઝડપ 200 કિમી પ્રતિ કલાક છે.
વંદે ભારતની મહત્તમ ઝડપ 180 કિમી પ્રતિ કલાક છે
ઘણા સ્ટોપેજ દૂર કર્યા છે તેથી સરેરાશ ઝડપ વધી છે.
શતાબ્દીનું ભાડું ₹1.4 પ્રતિ કિમી છે.
વંદે ભારત સરેરાશ ભાડું ₹2.1 પ્રતિ કિમી છે.

મુંબઈ-અમદાવાદ રૂટ માટે વંદેભારતનું ભાડું આદિ ડબલ ડેકર ટ્રેન કરતા લગભગ બમણું છે
સમગ્ર વંદે ભારત ટ્રેનસેટની કિંમત 120-140 કરોડ રૂપિયા છે
સમગ્ર શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનસેટની કિંમત ₹36 કરોડ છે
સૌથી મોંઘા એલએચબી કોચની કિંમત પણ માત્ર રૂ. 1.5-2 કરોડ છે, જ્યારે નવા કદરૂપા વંદે ભારત કોચની કિંમત 3-4 ગણી વધારે છે. ભાવની હેરાફેરી વિના આવા કદરૂપા કોચની કિંમતને વાજબી ઠેરવી શકાય નહીં
મેધા જેવી ખાનગી કંપનીઓ પણ આ ટ્રેનોને પોતાની ફેક્ટરીમાં નહીં પરંતુ ICFમાં બનાવી રહી છે
કદરૂપું એરોડાયનેમિક નાક અને રંગ ભારતના છે, બાકીનું બધું આયાતી છે.
₹395 કરોડમાં હિટાચી પાસેથી 360 કિલો મીટરની ઝડપની ભારતીય નિર્મિત બુલેટ ટ્રેન મેળવી શકાય તેમ છે.

કૌભાંડનો ઈન્કાર
ભારતીય રેલવેના એક ટોચના અધિકારીએ વંદે ભારત એક્સપ્રેસ નામની ટ્રેન 18ના નિર્માણમાં કોઈપણ કૌભાંડનો ઈન્કાર કર્યો છે. તાજેતરમાં, નિવારક તકેદારી તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો અને રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવે જણાવ્યું હતું કે તે એક નિયમિત પ્રક્રિયા છે કારણ કે નવી પ્રકારની ટ્રેન રજૂ કરવામાં આવી છે. હવે રેલવે 40 નવી ટ્રેન-18નું નિર્માણ કરશે.

સ્વ-સંચાલિત ટ્રેનો માટે ઇલેક્ટ્રિકલ સાધનો ખરીદતી વખતે યોગ્ય પ્રક્રિયાનું પાલન ન કરવાના આક્ષેપો થયા હતા. મંત્રાલયને ઘટકોની સપ્લાય કરતી કંપનીઓને અયોગ્ય તરફેણ કરવામાં આવી હોવાની ફરિયાદો મળી હતી. તકેદારી તપાસ ઇલેક્ટ્રિકલ ઘટકોમાં ફેરફાર પાછળનું એક કારણ છે.