રિલાયન્સે જિયોમીટ એપ લોંચ કરી; અનલિમિટેડ ફ્રી કોન્ફરન્સિંગની સુવિધા આપી
મુંબઈ, 4 જુલાઈ 2020
પોતાના ડિજિટલ બિઝનેસ માટે જિયોમીટ વીડિયો કોન્ફરન્સિંગ એપ લોંચ કરી છે, જે ઝૂમની સરખામણીમાં અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા આપે છે. વીડિયો કોન્ફરન્સિંગ એપ એન્ડ્રોઇડ, આઇઓએસ, વિન્ડોઝ, મેકઓએસ અને વેબ પર ઉપલબ્ધ છે. એકી સાથે 100 લોકો સાથે વાત કરી શકાય છે. એચડી ઓડિયો અને વીડિયો કોલ ગુણવત્તાને સપોર્ટ કરે છે. સ્ક્રીન શેરિંગ, મીટિંગ શીડ્યુલ ફીચર વગેરે જેવી ખાસિયતો છે.
ઝૂમમાં 40 મિનિટની સમયમર્યાદા છે જે જિયોમા નથી. તમામ મીટિંગ્સ એન્ક્રીપ્ટેડ અને પાસવર્ડ-પ્રોટેક્ટેડ છે. ઝૂમ પર 40 મિનિટથી વધારે વાત કરવા દર મહિને 15 ડોલરનો ચાર્જ લાગે છે. ત્યારે જિયોમીટ નિઃશુલ્ક આપે છે,
અગાઉથી શીડ્યુલ કરી શકાશે અને ઇન્વાઇટી (આમંત્રિતો)ને વિગત આપી શકાશે. સહભાગી મંજૂરી વિના જોડાય નહીં એ સુનિશ્ચિત કરવા હોસ્ટ ‘વેઇટિંગ રૂમ’ અનેબલ કરી શકે છે. આ ગ્રૂપ બનાવવાની અને સિંગલ ક્લિક પર કોલિંગ/ચેટિંગ શરૂ કરવાની સુવિધા પણ આપે છે. ડ્રાઇવિંગ દરમિયાન ‘સેફ ડ્રાઇવિંગ મોડ’, પાંચ ડિવાઇઝ સુધી મલ્ટિ-ડિવાઇઝ લોગિન સપોર્ટ અને કોલ પર એક ડિવાઇઝમાંથી અન્ય ડિવાઇઝમાં સરળતાપૂર્વક સ્વિચિંગ સામેલ છે.
ટીકટોક જતાં જિયોમીટને ગૂગલ પ્લે અને આઇઓએસ પર 5 લાખથી વધારે ડાઉનલોડિંગ મળ્યું છે. એપ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેમિનારો યોજવાની તેમજ સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો યોજવાની સુવિધા આપે છે. ઝૂમમાં યુઝર્સ પાર્ટિસિપન્ટના વીડિયોને એક્સપાન્ડ કરી શકતા નથી, ત્યારે જિયોમીટ મીટિંગ્સમાં યુઝર્સ કોઈ પણ પાર્ટિસિપન્ટનો વીડિયો એક્સપાન્ડ કરી શકે છે અથવા ડબલ ટેપ કરીને શેર્ડ સ્ક્રીનનો વીડિયો એક્સપાન્ડ કરી શકે છે.
વળી જિયોમીટ ઝીમના વિકલ્પો ઉપરાંત બે અદ્યતન મીટિંગ સેટિંગ્સ ધરાવે છે. પ્રથમ, આ સહભાગીઓને હોસ્ટનાં ઓર્ગેનાઇઝેશમાંથી જ જોડાવાની સુવિધા આપે છે. જો અનેબલ કરવામાં આવે, તો હોસ્ટના ઓર્ગેનાઇઝેશનમાંથી યુઝર્સ જ મીટિંગમાં જોડાઈ શકે છે, જેથી અન્ય આઇડીમાંથી જાસૂસીની સંભવિતતા દૂર થાય છે.
બીજું, આ ગેસ્ટ યુઝર્સને મંજૂરી આપતી નથી – જો અનેબલ કરી હોય, તો દરેક યુઝરને મીટિંગ અગાઉ સાઇન અપ થવાની જરૂર પડશે એટલે કોલમાં જોઇન થતા અજાણ્યા યુઝરને અટકાવે છે. ઝૂમથી વિપરીત જિયોમીટના યુઝર્સ કોલ ડ્રોપ આઉટ કર્યા વિના એક ડિવાઇઝમાંથી બીજી ડિવાઇઝમાં સ્વિચ થઈ શકે છે. જ્યારે ઝૂમમાં સાઇન અપ થવા માટે ઇ-મેલ આઇડી આપવું પડે છે, ત્યારે જિયોમીટ ઇ-મેલ અને મોબાઇલ નંબર સાથે સાઇન અપ થવાની સુવિધા આપે છે.
કોલની અંદર ઝૂમમાં કોઈ પણ સમયે સિંગલ મોબાઇલ સ્ક્રીન પર ચાર સહભાગીઓ દેખાય છે (અન્ય લોકો માટે, યુઝર્સને એકથી વધારે પેજ દ્વારા સ્ક્રોલ કરવાની જરૂર પડશે. જિયોમીટ સિંગલ મોબાઇલ સ્ક્રીન પર નવ સહભાગીઓને જોવાની સુવિધા આપે છે.