બાળકોનાં મોત મામલે CMનાં તપાસના આદેશ, શક્તિસિંહે કહ્યું- હું જ ચોર, હું જ તપાસનાર, પરિણામ ક્યાંથી આવે. રાજકોટમાં 134 અને અમદાવાદમાં 253 બાળકોનાં મોત થયા છે. સીએમ રૂપાણીએ પહેલાં સવાલોથી મોઢું ફેરવ્યા બાદ તપાસના આદેશ આપી દીધા છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ફરી એક વખત નબળા પુરવાર થયા છે અને પ્રજાને જવાબ આપવાના બદલે કાયરની જેમ ભાગી જવાનું પસંદ કર્યું હતું. જૂઓ વિડિયો
राजकोट के सरकारी अस्पताल में एक साल में 1235 बच्चों की मौत हो चुकी है| सिर्फ दिसंबर के महीने में 134 मासूम अपनी जान गंवा चुके हैं| जब सवाल पूछा तो सीएम @vijayrupanibjp की बेशर्मी देखिए|#ShameLess_CMRupani pic.twitter.com/TMYpO1JrMb@AAPGujarat
— AAP Bhemabhai (@BHEMABHAI) January 5, 2020
રાજકોટમાં 134 બાળકોનાં મોત થતાં આ સવાલ પર પહેલાં સીએમ રૂપાણીએ મોઢું ફેરવીને ચાલતી પકડી હતી. પણ જો કે તેના થોડા જ સમય બાદ સીએમ રૂપાણીએ આ મામલે મૌન તોડ્યું હતું, અને પ્રતિક્રિયા આપતા કહ્યું કે- સરકારે આ મુદ્દો ગંભીરતાથી લીધો છે. તમામ વિગતો સાથે તપાસ કરી રહ્યા છીએ.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં 134 નવજાત શિશુઓનાં મોત નિપજ્યા છે. જેમાં 77 નવજાત બાળકોનું વજન દોઢ કિલોથી ઓછું હતું. તો 134માંથી 96 પ્રિમેચ્યોર અને ઓછા વજનના હતા.
રાજકોટની સિવિલ હોસ્પિટલનાં પીડિયાટ્રીક વિભાગમાં છેલ્લા એક વર્ષમાં 1235 બાળકોનાં મોત નિપજ્યા છે.
રાજકોટમાં 2019માં બાળકોનાં મોત
જાન્યુઆરી 122
ફેબ્રુઆરી 105
માર્ચ 88
એપ્રિલ 77
મે 78
જૂન 88
જુલાઈ 84
ઓગસ્ટ 100
સપ્ટેમ્બર 118
ઓક્ટોમ્બર 131
નવેમ્બર 110
ડિસેમ્બર 134
અમદાવાદમાં મોત
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 3 મહિનામાં 256 બાળકોનાં મોત નિપજ્યા છે. ઓક્ટોબર 2019માં 94 બાળકોનાં મોત, નવેમ્બરમાં 74 તો ડિસેમ્બર મહિનામાં 85 બાળકોનાં મોત થયા છે.
સુરતમાં સ્થિતી ખરાબ
ડિસેમ્બર મહિનામાં સુરતની સિવિલ હોસ્પિટલમાં 66 નવજાત શિશુનાં મોત નિપજ્યા છે. નવી સિવિલ હોસ્પિટલમાં દર મહિને સરેરાશ 59 નવજાત બાળકોનાં મોત થાય છે. છેલ્લા 4 વર્ષમાં સિવિલ હોસ્પિટલમાં 2965 જેટલા બાળકોનાં મોત થયા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં NICUમાં 30થી 35 બેડ છે. જેની સામે દર મહિને 300થી 375 જેટલાં બાળ દર્દી દાખલ થાય છે. આમ સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકોનાં મોતનો દર ચિંતાજનક છે.
વર્ષ દરમિયાન સુરત સિવિલમાં 699 શિશુના મોત થયા છે. સુરત સિવિલમાં દર મહિને સરેરાશ 59 બાળકો મોત થાય છે. સુરત સિવિલમાં વલસાડ, ભરૂચ અને મહારાષ્ટ્થી દર્દીઓ આવે છે. છેલ્લા 4 વર્ષમાં સુરત સિવિલમાં 2965 બાળકોના મોત થયા છે.
રાજ્યમાં
સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા આંકડા મુજબ 2018માં 4321 બાળકો દાખલ કરાયાં હતાં જેમાંથી 20.8 ટકા એટલે કે 869નાં મોત થયા હતા. 2019માં 4701 દાખલ થયાં અને તેમાંથી 18.9 ટકા બાળકોનાં મોત થયાં છે. 2018ની સરખામણીએ ભલે મૃત્યુદર ઓછો છે પણ એકલા ડિસેમ્બરમાં 386ની સામે 111નાં મોત થતાં આ દર 28 ટકા જેટલો ઊંચો ગયો છે. આ 111માંથી 96 પ્રિમેચ્યોર અને 77 નવજાતના વજન 1.5 કિલો કરતા ઓછું હોવાનું તબીબી અધીક્ષકે જણાવ્યુ હતું.