6 શહેરોમાં 60 સ્થળે મતગણતરી શરૂ થઈ ગઈ

Vote Counting started at 60 places in 6 cities of Gujarat

ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2021

સવારે નવ વાગ્યાથી ગુજરાતના છ મહાનાગરની મ્યુનિસિપલ કૉર્પોરેશન માટેની મતગણતરી 60 જગ્યાએ શરૂ થઈ ગઈ છે.

ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, રાજ્યમાં કુલ 15 સ્થળોએ 60 હૉલમાં 664 ટૅબલ ઉપર, 3500 કર્મચારી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ છે. 5 હજાર પોલીસકર્મચારી સુરક્ષાની વ્યવસ્થા સંભાળવા હાજર થઈ ગયા છે. કોવિડ-19ના કારણે આરોગ્યવિભાગના 227 કર્મચારી પણ ફરજ બજાવશે.

અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના આદેશો પ્રમાણે, પોલીસ તથા ચૂંટણીપ્રક્રિયા સાથે સંકળાયેલા સ્ટાફ સિવાય કોઈ વ્યક્તિ મતગણતરી મથકની 200 મીટરની ત્રિજિયામાં મોબાઇલ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઇલેક્ટ્રૉનિક સાધનો કે વાહનોનો ઉપયોગ નહીં કરી શકે.

આ સિવાય મતગણતરી મથકની અંદર (કે ચારેય બાજુએ 200 મીટરની ત્રિજિયામાં) માચીસ, ગૅસ, લાઇટર કે અન્ય જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ નહીં કરી શકે.