Voters of Gujarat’s Visavadar do not allow defection
ગાંધીનગર, 8 ફેબ્રુઆરી 2024
ગુજરાતના જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપીને પક્ષપલ્ટો કરનારીને ભાજપમાં ફરી એક વખત ગયેલાં પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્ર ભાયાણી સામે ભાજપમાં વિરોધ છે. તેને ફરી ટિકીટ આપવાની હોવાથી ભાજપમાં જૂથવાદ ઊભો થયો છે. જુનાગઢ જિલ્લા ભાજપમાં આંતરિક વિરોધ છે. વિસાવદર પક્ષપલ્ટુને ક્યારેય જીતાડતો નથી. વિસ્તાર કોઈનો ગઢ નથી.
હવે ભાયાણી પક્ષપલ્ટો કરીને ફરી મત માંગવા આવે ત્યારે મતદારોનો મિજાજ કેવો રહેશે અને ત્રીપાંખિયા જંગમાં મતોનું વિભાજન કોને ફળશે તે જંગ સમગ્ર રાજ્ય માટે રસપ્રદ બનશે.
ભાયાણી અગાઉ જુનાગઢ જિલ્લા ભાજપમાં અને સરપંચ પદે હતા તે વખતે ભાજપના નેતાઓએ જ તેમનો વિરોધ કર્યો હતો. ટિકીટ નહીં મળવાથી તે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડયા હતા. ઈ.સ. 2022માં જીત્યા હતા. હવે તેમનો પક્ષપલ્ટો કરી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પ્રધાન બનવાની તૈયારી કરી રહ્યાં છે.
નરેન્દ્ર મોદીની કટ્ટર વિરોધી અને ભાજપના નેતા સ્વ.કેશુભાઈ પટેલ ઈ.સ. 1995 અને 1998 માં અહીં ભાજપમાંથી જીત્યા અને ઈ.2012 માં ભાજપ સરકાર સામે પરિવર્તન લાવવા ગુજરાત પરિવર્તન પાર્ટી પર તેઓ આ બેઠક પરથી જીત્યા હતા.
ઈ.સ. 2014માં તેમના પુત્ર ભરત પટેલને વિસાવદરની પ્રજાએ હરાવી કોંગ્રેસના હર્ષદ રીબડીયાને ચૂંટયા. રીબડીયા ફરી 2017માં ચૂંટાયા પરંતુ, પછી પક્ષ બદલીને ભાજપમાં જતા ગત ઈ. 2022ની ચૂંટણીમાં તેને પણ આ વિસ્તારે પરાજ્યનો સ્વાદ ચખાડયો હતો.
2022માં રીબડીયાને પણ પરાજ્ય મળ્યો હતો. કેશુભાઈ પટેલ અહીં 3 વાર જીત્યા હતા. નવોદિતને જીતાડી અહીંની પ્રજા મોટા માથાને સબક શિખવાડે છે. એક વાર કિસાન મઝદુર પ્રજા પાર્ટી અને જનતાદળનો વિજય થયો હતો.
આજનું રાજકીય વાતાવરણ ભય અને ધાકધમકી પર આધારિત છે. નેતાઓ તેમની વાત પુરવાર કરવા પૈસાની અને કાયદાની તલવારો લઈને નિકળી પડ્યાં છે. ગુજરાતની આજની રાજનીતિમાં પક્ષપલટાનો દૌર છે. રાજકીય પક્ષપલટાના આ માહોલમાં આપણે સામાન્ય માણસો ભૂલી જઈએ છીએ. પક્ષપલટો માત્ર અને માત્ર અંગત સ્વાર્થને કારણે થાય છે. આના માત્ર ત્રણ જ કારણ છે – પદ, પૈસા, મહત્વાકાંક્ષા. પોતાના ભ્રષ્ટાચારને વોશિંગ મશીનમાં ધોઈને સાફ કરવા શાસક પક્ષમાં જોડાય છે.
જે પણ પક્ષને મત આપીએ છીએ, તે બીજા કે ત્રીજા પક્ષમાં જાય છે. ફરી મત માંગે છે.
જનહિત અમુક પક્ષ સાથે અથવા અમુક જોડાણ સાથે જોડાયેલું હોઈ શકે છે.
આમાં મતદારોનું હિત ક્યાં છે? રોજના સંઘર્ષો અને ઝંઝટમાંથી લોકો ક્યાંથી રાહત મળે? નેતાઓ મતદારોની ઉદારતાને લાચારી માને છે. લોકોનું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે.
લોકશાહીના રથના પૈડા તેઓ તોડી રહ્યાં છે.
પરંતુ તેઓ ધ્યાન આપતા નથી. તેઓ અને થોડા દિવસોમાં જ જોવા મળે છે કે તેઓ ખરેખર સફેદતાનો પર્યાય બની ગયા છે. કોઈ ડાઘ રહેતો નથી.
જય પ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, મધુ લિમયે, ભાઈકાકા આજે યાદ આવે છે. મતદારો વર્ષોથી સૂઈ રહ્યા છે. ક્યારે જાગશે?