પાણી સંગ્રહ કરવાના કામો થયા પણ પાણી ક્યાં છે

गुजरात में पानी जमा करने का काम तो हुआ है, लेकिन पानी कहां है?

Water harvesting work has been done in Gujarat, but where is the water?

અમદાવાદ, 4 ફેબ્રુઆરી 2026
રાજ્ય સરકારે દરેક ધારાસભ્યને 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ જળસંચય-જળ સંગ્રહના કામો માટે ફાળવેલી છે.
કેન્દ્ર સરકાર દ્વારા જળસંચય જન ભાગીદારી યોજના માટે ગુજરાત રાજ્યને 553 કરોડ રૂપિયા ફાળવેલા છે.
સંપૂર્ણ ઉપયોગ માર્ચ-26 પહેલા થઈ જાય તે માટે જળસંચયના વ્યાપક કામો ત્વરાએ હાથ ધરવા કહેવાયું છે.

જળસંચય-જળસંગ્રહ ક્ષેત્રે ગુજરાતે કરેલી કામગીરી દેશમાં મોડેલ હોવાનું સરકાર કહે છે પણ તેની વિગતો આપી નથી.
જુના બોર રિચાર્જ કરવાના 90 ટકા પૈસા કેન્દ્ર સરકાર આપે છે.

NGOsને જોડવા માટે યાદી બનાવવા કહેવાયું છે.
ગેરેન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન(ગ્રામીણ) યોજનામાં જે ફંડ મળશે તેના 40 ટકા જળસંચય-જળસંગ્રહના કામો માટે ઉપયોગ કરવામાં આવશે.
સાયન્ટિફિક પદ્ધતિથી વોટર સ્ટ્રક્ચર બનાવા કહેવાયું છે.
31 મે 2026 સુધીમાં રાષ્ટ્રવ્યાપી એક કરોડથી વધુ જળસંગ્રાહક સ્ટ્રક્ચરો બાંધવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલો છે. આગામી ચોમાસા પહેલા કામ પૂરા કરવા કહેવાયું હતું.
જળ સંચય જન ભાગીદારી 1 અભિયાન હેઠળ ગુજરાતમાં કુલ 1,33,522 જળ સંચયના કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા.
રેઈન વોટર હાર્વેસ્ટીંગ, રીચાર્જ ટ્યુબવેલ, તળાવ ઉંડા કરવા, ખેત તલાવડી, ફિલ્ટર વેલથી ભુગર્ભ જળ રીચાર્જ કરવાના છે.
2024માં સુફલામ્ જળ અભિયાનમાં પાણીની સંગ્રહ ક્ષમતામાં 11.53 લાખ ઘનફૂટનો વધારો થયો હોવાનો દાવો કરાયો હતો.
ઉત્તર ગુજરાતમાં 2831 લાખ ઘનફૂટ,
મધ્ય ગુજરાતમાં 4946 લાખ ઘનફૂટ,
દક્ષિણ ગુજરાતમાં 1046 લાખ ઘનફૂટ,
સૌરાષ્ટ્ર-કચ્છમાં 2700 લાખ ઘનફૂટ જળસંગ્રહ
ક્ષમતા વધી હોવાનો દાવો કરાયો હતો.
ગુજરાત સરકાર છેલ્લા 7 વર્ષથી ગુજરાતમાં જળ સંગ્રહ ક્ષમતામાં 1191.44 કરોડ ઘનફૂટ વધારો થયો હોવાનો દાવો કરાયો હતો.

છઠ્ઠું ચરણ
છઠ્ઠા ચરણમાં 23725 કામ થયા હતા. કાર્યો પૂર્ણ
104 દિવસમાં 14.39 લાખ માનવદિનની રોજગારી મળી હતી.
અગાઉના પાંચ તબક્કામાં રાજયમાં 74509 કામ થયા હતા. જેમાં જળસંગ્રહ ક્ષમતામાં 86196 લાખ ઘનફૂટ પાણી ભરાયું હતું.
27799 તળાવો ઊંડાં કરવામાં આવ્યાં હતાં.
6 વર્ષમાં 107000 લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતા વધી હતી. 98 હજાર કામોથી 1 કરોડ 92 લાખ
માનવદિનની રોજગારી મળી હતી.
ઉત્પન્ન થઈ છે.
2024માં SSJA હેઠળ 9374 કામો થયા, જેમાંથી 4 હજાર કામો લોકભાગીદારીથી થયા હતા.
મનરેગા હેઠળ 3300 કામો પૂર્ણ કરવામાં આવ્યાં હતા. 7.23 લાખ માનવ-દિવસ રોજગારી મળી હતી. જળસંગ્રહ ક્ષમતામાં 11523 લાખ ઘનફૂટનો વધારો થવાનો હતો.
ટોચના 5 જિલ્લામાં
દાહોદમાં સૌથી વધુ 1254 કામો,
ગીર સોમનાથમાં 848 કામો,
આણંદમાં 679 કામો,
મહિસાગરમાં 648 કામો,
અરવલ્લી જિલ્લામાં 617 કામો થયાં હતા.
નાની નદીઓ, તળાવો, ચેકડેમ, જળાશયોની 815 કિ.મી. લાંબી નહેરો અને 1755 કિ.મી. કાંસની સફાઈ કરવામાં આવી હતી.

2020માં પ્લેટિનિયમ કેટેગરીમાં તથા વર્ષ 2021માં ગોલ્ડન કેટેગરીમાં સ્કોચ એવોર્ડ મળ્યો હતો.
જો ભ્રષ્ટાચાર થાય તો નીચેના લોકો જવાબદાર ઠરશે
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ
પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ,
મુખ્ય સચિવ એમ. કે. દાસ.
અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી,
મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ વિક્રાંત પાંડે,
સચિવ અજય કુમાર
જળ સંપત્તિ સચિવ પી. સી. વ્યાસ
33 જિલ્લા કલેકટરો.

સિંચાઈ પ્રધાન કુંવરજીના બણગા અને વાસ્તવિકતા જૂદી

વરસાદી રિચાર્જ કુવા, બોર, તળાવ યોજના નિષ્ફળ છતાં કરોડોના ખર્ચા

પાણી સંગ્રહ માટે 10 હજાર કામ થશે

Click to access 14-GujPakshik-16-7-2024.pdf