ઘઉંની માંડ 26-30 ટકામાં લણણી થઈ, બાકી ખેતરમાં પડી રહ્યો છે માલ

2020 દરમિયાન રૂ. 526.84 કરોડની કીંમતના 10 લાખ મેટ્રિકટનથી વધુ કઠોળ અને તેલીબીયાંની સરકારી ખરીદી કરવામાં આવી, જેનો લાભ 75984 ખેડૂતોને થયો

ખેડૂતો પાસેથી સીધી જથ્થાબંધ ખરીદી કરનારાને સુગમતા કરી આપવામાં આવી; ઈ-નામ પર લોજીસ્ટીકસ એગ્રીગેટરનો પ્રારંભ

ભારતીય રેલવે ઝડપથી ખરાબ થઈ જતી વસ્તુઓ, બિયારણ, દૂધ, અને ડેરી ઉત્પાદનો જેવી આવશ્યક વસ્તુઓના પુરવઠા માટે 190 ટાઈમ ટેબલ આધારિત ઝડપી ગતિની પાર્સલ ટ્રેઇન દોડાવી રહી છે

લૉકડાઉનના દરમિયાન ખેતી અને ખેત પ્રવૃત્તિઓને ફિલ્ડ લેવલે સુગમતા માટે ભારત સરકારના ખેતી, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગે કેટલાંક પગલાં ભરી રહયું છે, તેની તાજી પરિસ્થિતિ નીચે મુજબ છે.

કોરોનાવાયરસને ફેલાતો રોકવા માટે ખરીફ મોસમ દરમિયાન કૃષિ વિભાગે રાજ્ય સરકારોને પાક લણવાની અને થ્રેશીંગની પ્રવૃત્તિ સંબંધિત સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રક્રિયાઓ સરક્યુલેટ કરી છે. કે જેથી ખેડૂતો તથા ખેત કામદારોના આરોગ્યનું સાચવી શકાય
જે રાજ્યોમાં ઘઉંની ખેતી થાય છે ત્યાં કુલ વાવેતર સામે 26-30 ટકા પાક લણી લેવામાં આવ્યો હોવાના અહેવાલો મળે છે.
રવિ સીઝન 2020 દરમિયાન નાફેડે 1,07,814 મે. ટન કઠોળ (ચણા 1,06,170 મે. ટન) અને તેલીબીયાં (રાયડો 19.30 લાખ મે. ટન અને સૂર્ય મુખી 1,624.75 મે.ટન)ની લઘુત્તમ ટેકાના ભાવે કુલ રૂ. 526.84 કરોડની ખરીદી કરી છે, તેનાથી 75894 ખેડૂતોને લાભ થયો છે.
ખેડૂતો, ફાર્મ પ્રોડકટસ ઓર્ગેનાઈઝેશન, સહકારી સંસ્થાઓ વગેરે દ્વારા સીધા માર્કેટીંગ માટે સુગમતા કરી આપવા રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને માર્ગ રેખાઓ જારી કરવામાં આવી છે. જથ્થાબંધ ગ્રાહકો, મોટા રિટેઈલર્સ, પ્રોસેસર્સ વગેરે માટે રાજ્ય ખેત બજાર સમિતી ધારા હેઠળની ખરીદ મર્યાદાઓ દૂર કરવામાં આવી છે.
ખેતી વિભાગ ફળ અને શાકભાજી બજારો તથા ખેત પેદાશોની એકથી બીજા રાજ્યમાં હેરફેર ઉપર ચુસ્ત ધ્યાન આપી રહયુ છે.
ઈ-નામ પ્લેટફોર્મ પર લોજીસ્ટીકસ એગ્રીગેટર તાજેતરમાં શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 7.76 લાખથી વધુ ટ્રક્સ અને 1.92 લાખ ટ્રાન્સપોર્ટર્સ આ મોડ્યુલ સાથે જોડાઈ ચૂક્યા છે.
રેલ્વે તંત્રએ 109 ટાઈમટેબલ પાર્સલ ટ્રેન દોડાવવા માટે 62 રૂટ શરૂ કર્યા છે જેની વડે નાશવંત બાગાયતી પ્રોડકટસ, બિયારણ, દૂધ અને ડેરી પ્રોડકટસની હેરફેર કરવાને કારણે ખેડૂતો, ફાર્મર પ્રોડયુસર ઓર્ગેનાઈઝેશન્સ, વેપારીઓ તથા કંપનીઓને દેશ ભરની સપ્લાય ચેઈનને પુરવઠાનુ સાતત્ય જળવાઈ રહેશે.
લૉકડાઉનના દરમિયાન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી (પીએમ- કિસાન) યોજના હેઠળ તા. 24- 03- 2020 થી શરૂ કરીને અત્યાર સુધીમાં 7.77 કરોડ ખેડૂત પરિવારોને રૂ. 15,531 કરોડ છૂટા કરીને લાભ આપવામાં આવ્યો છે.
નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડે (એનએચબી) નર્સરીઓનાં સ્ટાર સંબંધિત સર્ટિફિકેટસની માન્યતા તા. 30 જૂન, 2020ના રોજ પૂરી થતી હતી તે 30 સપ્ટેમ્બર, 2020 સુધી લંબાવી છે.
ભારતમાં ઘઉંનો સારો પાક થયો છે, જે તેની માંગ કરતાં વધારે છે, ચોકકસ દેશોમાંથી માંગ નીકળશે તો નાફેડને જીટુજી વ્યવસ્થા હેઠળ 50,000 મે. ટનની ઘઉંની અફઘાનિસ્તાનમાં અને 40,000 મે. ટન ઘઉંની લેબેનોનમાં નિકાસ કરવા માટે કહેવામાં આવ્યું છે.