ગરાળ ગામમાં મુખ્ય પ્રધાન ગયા ત્યાં ખારા પાણી સમસ્યાઓ છે, આસપાસના ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો
ગાંધીનગર, 20 મે 2021
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાની તારાજીની જાત માહિતી મેળવવા ઉના તાલુકાના ગરાળ ગામે પહોચ્યા હતા.
ગાંધીનગરથી હવાઇ માર્ગે ઉનાના ગરાળ ગામે પહોંચતા સુધી માર્ગમાં આવતા ગામો-વિસ્તારોમાં તાઉ-તે વાવાઝોડાએ સર્જેલી વિકટ સ્થિતી અને નુકશાનીનું હવાઇ નિરીક્ષણ પણ કર્યુ હતું.
ગરાળ ગામે આ વાવાઝોડાને પરિણામે લોકોના મકાનો, ખેતીવાડીને થયેલા નુકશાનનો કયાસ કાઢવા ગ્રામજનો સાથે વાત કરી હતી.
ગરાળના સરપંચ મોંઘીબહેને આપદા વર્ણવી હતી. વાવાઝોડાએ સર્જેલી તારાજીની આપવિતી કહી સાંભળી હતી.
ગામ પસંદગીનું રહસ્ય
મુખ્ય પ્રધાને આ ગરાળ ગામ કેમ પસંદ કર્યું તેનું રહસ્ય જાહેર કરતાં અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ મહામંત્રી રસીક ચાવડા કહે છે કે, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ દરિયા કાંઠાના ગામો અને બંદરો પર જવાની જરૂર હતી. પણ ગરાળ ગામ તો સમૃદ્ધ ગામ છે અહીં પાકા મકાનો છે. કારણ કે કેરી અને નાળિયેરીના બગીચાઓ છે. તેથી લોકો સમૃદ્ધ છે. વળી, દરિયા કાંઠાથી ગામ 10 કિલો મીટર દૂર છે. તેથી અહીં ગામમાં કોઈ નુકસાન નથી. પણ ખેતરોમાં ભારે મોટું નુકસાન છે. જ્યાં મુખ્ય પ્રધાન તો ગયા નથી.
અહીં આખા ગામમાં કેરી, નાળિયેરી છે. જેના બગીચાઓ તૂટી ગયા છે. કેરીના ઉત્પાદન માટે ગામ પ્રખ્યાત છે. ખેતરોમાં તલ અને બાજરો હતા તે સાફ થઈ ગયા છે. ગામના ખેડૂતો 7 વર્ષ સુધી આર્થિક રીતે ઊભા નહીં થઈ શકે. કારણ કે હવે ફરીથી આંબા રોપવા પડશે.
ગરાળ ગામ તો આર્થિક રીતે સદ્ધર છે. 60 ટકા પાકા મકાનો છે. દરિયાથી 10 કિલો મીટર દૂર છે. અહીં કોળી અને રાજપુતોની વસતી છે. અહીં નુકસાની ઓછી છે. ખરેખર તો નુકસાન વાળા ગામમાં મુખ્ય પ્રધાને જવાની જરૂર હતી.
તંત્ર પહોંચ્યું નથી.
ગરાળ ગામથી નજીક સૈયદ રાજપરા બંદર વિસ્તારમાં 5 કલાક વાવાઝોડું ચાલ્યું હતું. ગામમાં સહાય પહોંચી છે. પણ જ્યાં ગરીબો અને બહારના મજૂરો રહે છે ત્યાં હજું તંત્ર પહોંચ્યું નથી. ઊનામાં ભાજપના નેતાઓ આવીને ફોટા પડાવી ગયા છે.
નેતાઓ ફોટા પડાવી ગયા છે.
ગામ કેમ પસંદ કર્યું. તે ગામ સદ્ધર છે. નર્મદાનું પિવાનું પાણી આ વર્ષથી મળે છે. ગયા વર્ષે ભૂગર્ભ સંપ બની ગયો છે. ઘરેઘરે પાણી અને રોડ છે.
મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર સાથે હતા. સરવેની કામગીરી હાથ ધરીને રાહત ગ્રામજનોને આપવા કહ્યું હતું.
દરિયાઇ પટ્ટીના તાલુકાઓને યુદ્ધના ધોરણે ફરી બેઠા કરી પૂર્વવત કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.
તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકશાનીના પ્રાથમિક અંદાજો તૈયાર કરવા જિલ્લા તંત્રને માર્ગદર્શન આપ્યું હતું. વીજળી, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના પુરવઠો શરૂ કરવા મુખ્ પ્રધાને કહ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લામાં 170 ગામમાં વાવાઝોડાને લીધે પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.
ગરાળમાં પરસોત સોલંકી, સાંસદ રાજેશભાઇ ચુડાસમા હતા.
વાવાઝોડાની ભયાનકતાથી મહિલા સરપંચની આંખમાં આંસુ આવી ગયા હતા. હતાશ થઈ ગયેલા ગ્રામજ હતા. ગરાળ ગામના સરપંચ મોંઘીબેન સોલંકીએ જીવનમાં ક્યારેય ભુલાય નહીં એવું ભયાનક વાવાઝોડું હતું એવું કહ્યું હતું. આપવીતી વર્ણવી હતી. ગ્રામજનો પણ ભાવુક થઈ ગયા હતા.
જાગૃત્તિ
કરોના કાળ દરમિયાન ગરાળ ગામમાં ઢોલ વગાડી અને લોકોને જાણ કરવામાં આવી હતી. કે જે લોકો બહાર ગામથી આવતા લોકો ચેકપ કરી ગામમાં પ્રવેશ કરવો.
પાણીનો કુવો ખારો ધુધવો
પાંચ વર્ષ પહેલાં અહીં જે થયું હતું તે ચોંકાવનારું છે. ઊનાનાં ગરાળ ગામમાં વર્ષો જુનો પાણીનો કુવો આવેલો છે. ગામ પંચાયત દ્વારા મોટર મૂકી કુવાનું પાણી દરરોજ માટે વિતરણ કરાતું રહ્યું હતું. પરંતુ પાણીનાં કુવામાં કુદરતી ખારાશ આવી છે. લોકો પાણી પોતાના માટલામાં ભરી રાખે તો તેમાં ક્ષાર જામી જાય છે.
પાણી કડવાસ ભર્યુ પાણી બની જાય છે. તેથી પીવા માટે ઉપયોગ કરતા નથી માત્ર વપરાશ હેતુ પંચાયતનાં કુવાનું પાણી ઉપયોગમાં લેવાય છે.
5 હજારની વસ્તીને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેવા હેતુ સાથે 20 વર્ષ પહેલા કોંગ્રેસ સરકારમાં ઊના રાવલ જુથ યોના તળે ગામમાં પાણીનો સંપ અને ટાંકો 15 ફુટ ઉંચો બનાવેલી છે. ત્રણ દિવસે એક વખત ગામની જરૂરિયાત મુજબ પાણી અપાય છે.
ટાંકામાં પક્ષી અને ઝેરી જાનવરોના મૃતદેહ
ટાંકા સાથે જોડાયેલ પાઇપલાઇન મારફત લોકોને પીવા માટે પાણી સપ્લાય કરાય છે. પરંતુ પાણીનો ટાંકો વર્ષો જુનો હોય તેમાં ઉપરનાં ભાગે તદન તૂટી ગયેલ હોય ઢાંકણા ખુલ્લા પડેલા હોય છે. તેમાં પક્ષી અને ઝેરી જનાવરો અને કચરો પડતા ટાંકામાં ગંદકી થાય છે.
ટાંકાની સફાઇ વખતે મૃત પક્ષીઓ અને ઝેરી જનાવરોનાં મૃતદેહ મળી આવ્યા હતા.
ટાંકો તળીયાનાં ભાગે બેસી જતાં મોટાભાગનું પાણી જમીનમાં જતું રહે છે.
ટાંકાની સફાઇ થઇ નથી અને ગમે ત્યારે ટાંકો તૂટી પડે તો ટાંકાની પાસે રહેલા પાણીનાં સ્ટેન્ડ પર પાણી ભરવા આવતા લોકોની જીદંગી પર પણ ખતરો મંડાય રહ્યો છે.
પંચાયતની મીટીંગમાં ટાંકો તાકીદે નવો બનાવવા ઠરાવ કરી રજૂઆત કરાય છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરાયા નથી.
ટાંકો જર્જરીત હોય અને ઢાંકણું તુટી જવાથી ગંદકી થાતી રહેતી હતી.
પાણી પીવે તો બીમારીનું પ્રમાણ વધે છે. માત્ર વપરાશ હેતું પાણીનો ઉપયોગ કરાય છે તેમ સરપંચ નાનજીભાઇ બાંભણીયાએ જણાવેલ હતું. પાણીપૂરવઠાબોર્ડનાં અધીકારી ગોસ્વામીએ ટાંકાની સફાઇ કરવા આદેશ કર્યો હતો. તેમજ નવો ટાંકો બનાવવા આશ્વાસન આપેલ હતું. આ વાત પાંચ વર્ષ પહેલાની છે. ત્યારે રૂપાણીની સરકાર હતી. હવે તેઓ પોતે ત્યાં ગયા છે. ભાજપનું 26 વર્ષથી સાસન છે છતાં આ હાલત ગામની રહી હતી.
નદી પર નાળું ન બનતાં ચૂંટણી બહિષ્કાર
ખજુદ્રા ગામથી ગરાળ ગામ બાય પાસ રસ્તો શાહી નદી પરથી પસાર થાય છે. જેના કારણે ચોમાસા દરમ્યાન ગરાળ સહિતના હજારો લોકો ને અનેક ગણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ફેબ્રુઆરી 2021માં ઊનાના ખજુદ્રાના લોકો એ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો બહિષ્કાર કર્યો હતો.
શાહી નદી પર પુલ નાળુ બનાવવા ભાજપના નેતાઓ સરકારી તંત્ર દ્વારા વચનો અપાય છે. પણ તે બનતું ન હોવાથી ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
હવે 2021માં ખાતમૂહુર્ત થયું છે. હવે ત્યાં ગરનાળું બનશે.
કિનારે વસતા અનેક પરિવારના લોકોને મુશ્કેલીઓ સહન કરવી પડે છે.
રસ્તાઓ પર બેનર બોર્ડ મારી સ્થાનિક ચુંટણીનો વિરોધ કર્યો હતો. વર્ષો થી સરકારી અધિકારીઓ અને સ્થાનિક નેતાઓને રજુઆત કરી છે. બે થી ત્રણ લોકો નદીમાં તણાઈ જવાથી મોત થયા છે. અનેક પ્રાણીઓ પણ ભોગ બન્યા છે.
સતત 5 વર્ષથી સ્થાનિક લોકો રજુઆત કરી રહ્યા છે. શાહી નદી પર પુલ નાળુ બનાવવા માટે ચુંટણી સમયે નેતાઓ વસનો આપી જાય છે. ચુંટણી પૂરી થયા પછી કોઈ દેખાતું નથી.