નોકરીમાં અવસાન પામતા કર્મયોગીઓના આશ્રિતો ઉચ્ચક નાણાંકીય સહાય માટે હવે ૧ વર્ષ સુધી અરજી કરી શકશે

25 જૂલાઈ 2020
રાજ્ય સરકારમાં ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામતા વર્ગ-૩-૪ના કર્મયોગીઓના આશ્રિતોને ઉચ્ચક નાણાંકીય સહાય મેળવવા માટેની અરજી કરવાની સમયમર્યાદા ૬ માસથી વધારી એક વર્ષની કરવામાં આવી છે.

રાજ્ય સેવાના વર્ગ-૩ અને ૪ ના સરકારી કર્મચારી ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામે તો તેમના આશ્રિતને અગાઉ રહેમરાહે નિમણૂંક આપવામાં આવતી હતી.
રાજ્ય સરકારે ર૦૧૧થી આવી નિમણૂંકના વિકલ્પે ઉચ્ચક નાણાંકીય સહાય આવા દિવંગત કર્મચારીઓના આશ્રિતને આપવાનો અભિગમ અપનાવેલો છે.
તદઅનુસાર, સરકારી કર્મચારીના અવસાન બાદ કુટુંબના આશ્રિતે ૬ મહિનામાં આ સહાય મેળવવા માટે અરજી કરવાની હોય છે.
મુખ્યમંત્રી સમક્ષ એવી રજૂઆતો આવી હતી કે આવા કર્મચારીના અવસાન બાદ સામાજિક રીત-રિવાજો, પરિવારની માનસિક હાલત, આશ્રિતોને નિયમોની જાણકારીના અભાવ વગેરેને કારણે જરૂરી રેકર્ડ/દસ્તાવેજ એકત્ર કરવામાં સમય જતો હોય છે.