કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ યોજનામાં 2 કરોડની લોન લેવા ગુજરાતના ખેડૂતો રાજી કેમ નથી
कृषि इंफ्रास्ट्रक्चर फंड योजना में कर्ज लेने को गुजरात के किसान तैयार क्यों नहीं ?
Why are the farmers of Gujarat not ready to take loans under the Agriculture Infrastructure Fund scheme?
કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સ્કીમ હેઠળ એક લાખ કરોડનું ભંડોળ ઉભું કરવામાં આવ્યું છે. જેમાં ખેડૂતો અને અન્ય કૃષિ સંસ્થાઓને બે કરોડ સુધીની લોન આપવામાં આવશે. ગુજરાતમાં 6.70 કરોડ લોકોમાંથી 1.30 કરોડ લોકોએ તમામ પ્રકારની 7.23 લાખ લોન લીધી છે. હવે તેમાં 0.50 ટકા લોન મોંઘી થઈ છે. ત્યારે કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સ્કીમ માટે ખેડૂતોની લોન માટે પણ સવાલ ઊભા થયા છે. ગુજરાતના 43 લાખ ખેડૂતો ઉપર 98 હજાર કરોડનું દેવું છે. એક ખેડૂત પર સરેરાશ 20 લાખનું દેવું છે. ત્યારે નવી લોન લેવા ખેડૂતો તૈયાર નથી. મોદીની યોજના નિષ્ફળ છે.
લોન પરના વ્યાજમાં 3% રિબેટ આપવામાં આવશે તેમજ ધિરાણ આપતી સંસ્થાને 2 કરોડ રૂપિયા સુધીની લોન પર સરકાર દ્વારા બેંક ગેરંટી આપવામાં આવશે. જેમાં સરકાર વ્યાજ દર પર સબસિડી આપશે. આ યોજના શરૂ થયાને લગભગ બે વર્ષ થવા જઈ રહ્યા છે, પરંતુ આ યોજનાની પ્રગતિ ખૂબ જ ધીમી હોવાનું કહેવાય છે. કેન્દ્ર સરકારે પોતાના માટે 22 લાખ કરોડની લોન લીધી છે. મોદીની યોજના નિષ્ફળ છે.
12 કરોડ ખેડુતો અને લગભગ 30 કરોડ ટન અનાજની ઉપજ છે. 22 લાખ સ્યંસહાયતા સમૂહોના હેઠળ પણ 3.3 કરોડ મહિલાઓ જોડાયેલી છે. 2020-21માં 10,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. 3 નાણાકીય વર્ષોમાં દર વર્ષે 30,000 કરોડ આપવાના હતા. 2020-24 સુધી 1 લાખ કરોડ રૂપિયાનું સંપૂર્ણ ફંડ ખેડૂતોને આપવાનું હતું. મોદીની યોજના નિષ્ફળ છે.
ખેડૂતો ઓછો રસ દાખવી રહ્યા છે. ફંડ પાકની લણણી પછીના માળખા અને સામુદાયિક ફાર્મ એસેટ્સમાં રોકાણ માટે મધ્યમ અને લાંબા ગાળાના ધિરાણ આપે છે.
7 વર્ષ સુધી સબસિડી મળતી રહેશે. લોનની ચુકવણી પર મોરેટોરિયમ ઓછામાં ઓછા 6 મહિના અને વધુમાં વધુ 2 વર્ષ સુધી હોઈ શકે છે.
બેંકો તેમની ઈચ્છા મુજબ દરોમાં વધારો કરી શકશે નહીં. કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના હેઠળ ‘માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ’માંથી લોનના વિતરણ માટે 1% થી વધુની મર્યાદા નક્કી કરવામાં આવી છે. બેંકો આપેલ લોન પર વ્યાજ દરમાં 1% થી વધુ વધારો કરી શકશે નહીં. વ્યાજ દર પર વાર્ષિક 3 ટકાની છૂટ (ઇન્ટરેસ્ટ સબવેન્શન) પણ મળશે.
ગોદામ જેવા માળખા ઊભા કરીને ખેડૂતો પાકને લણણી પછી તેના યોગ્ય ભાવ ન મળે ત્યાં સુધી સુરક્ષિત રાખી શકશે. સરકારે જાહેર ક્ષેત્રની 11 બેંકો સાથે એમઓયુ કર્યા છે. આધુનિક ટેક્નોલોજીથી સજ્જ વેરહાઉસનું નિર્માણ કરીને તેને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે.
2020 થી 2029 સુધી ’10 વર્ષ’માં 1 લાખ કરોડ નક્કી કરાયા છે. જેમાં પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ, માર્કેટિંગ સહકારી મંડળીઓ, ખેડૂત ઉત્પાદક સંગઠનો, સ્વ-સહાય જૂથો, સંયુક્ત જવાબદારી જૂથો, સહકારી મંડળીઓ, કૃષિ સાહસિકો, સ્ટાર્ટઅપ્સ, એકત્રીકરણ માળખાકીય સુવિધા માટે લોન લઈ શકે છે.
1980 ના દાયકામાં, કૃષિ ક્ષેત્રમાં વાર્ષિક રોકાણ દેશના જીડીપીના લગભગ 11% હતું, જ્યારે હાલમાં તે ઘટીને 7% છે.
કૃષિ ક્ષેત્રના સાહસોને રોકાણ વધારવા અને આધુનિક ટેકનોલોજી અપનાવવા પ્રોત્સાહિત કરવા.
પહેલાથી જ કોઈ અન્ય યોજના હેઠળ સબસિડી મેળવી રહી હોય, તો પણ તે આ યોજનાનો લાભ મેળવી શકશે.
એગ્રી ઇન્ફ્રા પોર્ટલ પર અરજી કરવામાં આવે છે. ઓનલાઈન પ્લેટફોર્મ બહુવિધ બેંકો દ્વારા ઓફર કરવામાં આવતા વ્યાજ દરોમાં પારદર્શિતા, વ્યાજ સબવેન્શન અને ક્રેડિટ ગેરંટી સહિતની યોજનાની વિગતો, લઘુત્તમ દસ્તાવેજો, મંજૂરીની ઝડપી પ્રક્રિયા તેમજ અન્ય યોજનાના લાભો સાથે એકીકરણ જેવી સુવિધાઓ છે.
લોન માટે અરજી કરતા પહેલા વિવિધ બેંકો દ્વારા ઓફર કરવામાં આવતા લોનના દરો વચ્ચે સરખામણી કરીને વધુ સારા નિર્ણયો લઈ શકશે.
યોજના માટે રાજ્યમાં મુખ્ય સચિવ અને જિલ્લા સ્તરે કલેક્ટરની મોનિટરિંગ સમિતિઓની રચના કરવામાં આવશે. અમલીકરણ રાજ્યો કરે છે.
જિલ્લામાંથી નાબાર્ડ, બેંકોના પ્રિન્સિપાલ મેનેજર આ સમિતિના સભ્યો હશે. જિલ્લા કક્ષાએ કૃષિ ક્લસ્ટરો પ્રમાણે લોન મળી શકે છે. ભરૂચમાં કેળા પાકે છે તો તેને પ્રાથમિકતા આપવામાં આવે છે.
સબસિડી લાભાર્થીના બેંક ખાતામાં સીધી મોકલવામાં આવશે. ફાયનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ’ આપવામાં આવશે.