મુસ્લિમ સમાજની 10 ટકા વિદ્યાર્થીનીઓ પ્રાથમિક શિક્ષણ કેમ છોડી દે છે ?

Why do 10% of the Muslim community leave primary education?

રાજયમાં લધુમતિઓની વસ્તી કુલ ૧૧.પ % છે જેમાં મુસ્લીમ ૯.૭% , જૈન ૧.૦%ખ્રિસ્તી ૦.પ% શિખ ૦.૧ % બોદ્ધ ૦.૧ % તેમજ અન્ય ૦.૧ % છે. ભારત સરકારના અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયના સંસદમાં રજૂ કરેલ અહવાલમાં જણાવ્યુ છે કે ગુજરાતમાં લઘુમતી સમાજમાં સામેલ મુસ્લિમ સમાજમાં પ્રાથમિક શિક્ષણમાં – સ્તર પરજ ૨૦૧૬-૧૭ માં ૧૦.૧૮% છોકરી ડ્રોપઆઉટ થાય છે. તેમની સાતે ભણવા માટે ફી ચૂકવવાના પૈયા નથી. મુસ્લિમ સમાજમાં સમગ્ર દેશના બેરોજગારીની દર ઉપર નજર કરીયે તો ગ્રામીણ ભારતમાં ૬.૭% પુરુષ, ૫.૭% મહિલાઓ અને શહેરી ભારતમાં ૭.૫%પુરુષ, ૧૪.૫% મહિલાઓમાં બેરોજગારીની દર છે, આ દર સતત વધી રહ્યો છે જેનાથી આપનું ગુજરાતપણ અછૂતો નથી. ગુજરાત રાજયનું ૨૦૨૦-૨૧ વર્ષનું બજેટ આશરે ૨૧૭૦૦૦ કરોડના છે, જેમાં લધુમતિ સમાજના વિકાસ માટે બહુ ઓછી ફાળવણી કરવામાં આવી છે.

ગુજરાતમાં લઘુમતી સમાજના સામાજિક સેવા મદમાં કુલ ૧૦૧.૩૫ કરોડની જોગવાઈ છે, સામાજિક સેવાઓના મૂડી હિસાબમાટે ૧.૫૧ કરોડની જોગવાઈ, ગુજરાત અલ્પસંખ્યક નાણાં નિગમ માટે ૧.૫૦ કરોડનું લોનની જોગવાઈ કરવામાં આવી છે. ત્યાંજ આ વર્ષે નવી બાબતપણ ઉમેરવામાં આવી જેમાં ગુજરાત અલ્પસંખ્યક નાણાં નિગમની યોજનાઓનાં પ્રચાર-પ્રસાર માટે ૧૦ લાખની જોગવાઈ, પ્રધાનમંત્રી જનવિકાસ કાર્યક્રમ માટે ૪૦% ફાળા માટે ૧૬ કરોડ અને ૬૦% ફાળા માટે ૨૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેના કુલ રકમ માત્ર ૧૪૪.૪૬ કરોડ છે એટલે કે માત્ર 0.066 ટકા જ છે.