બાંગા ફૂંકતું ચીન એના મૃત સૈનિકો વિષે કેમ ચૂપ છે?

ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણમાં ઘાયલ થયેલા કોઇ પણ ભારતીય સૈનિકની હાલત ગંભીર નથી. સેનાના અધિકારીઓએ જાણકારી આપતા કહ્યું હતું કે, અમારા તમામ જવાનોની હાલત ઠીક છે અને તેમાંથી કોઈ સૈનિકની હાલત ગંભીર નથી.

સેનાએ જણાવ્યું હતું કે, ચીનના સૈનિકો સાથે લગવાન ખીણમાં થયેલી અથડામણમાં ભારતના કુલ 78 જવાનો ઘાયલ થયા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્ત 76માંથી 18 જવાન લેહ અને 58 સૈનિક અન્ય હોસ્પિટલમાં દાખલ છે. તેમાંથી દરેકની હાલત અત્યારે સ્થિર છે. સૂત્રોએ જણાવ્યું કે લેહના 18 જવાન 15 દિવસમાં ડ્યૂટી જોઇન કરી લેશે. બાકીની હોસ્પિટલમાં દાખલ થયેલા જવાનોને ડ્યૂટી જોઇન કરવામા માત્ર અઠવાડિયાનો જ સમય લાગશે.

ભારતીય સેનાએ હિંસક અથડામણ બાબતે જણાવ્યું હતું કે, 15મીએ રાત્રે 16 બિહાર રેજીમેંટના સહિતની કેટલીક અન્ય રેજીમેંટના 200 જેટલા જવાનો ચીને ઉભા કરેલા ગેરકાયદે બાંધકામને દૂર કરવા ગયા હતા.

બિહાર રેજીમેંટના કમાંડિંગ ઓફિસર સતીષ બાબુ પર ચીની સેનાના 1000 જેટલા જવાનોએ હુમલો કર્યો હતો જેમાં તે ઘાયલ થયા હતાં. સતીષ બાબુ ઉપરાંત ભારતીય સેનાના પણ કેટલાક જવાનો ઘાયલ થયા હતાં. જેમને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા અને સારવાર માટે બેઝ કેંપ લાવવામાં આવ્યા. જ્યારે ગલવાન જદીના કાંઠે અન્ય ભારતીય જવાનો સંખ્યાબંધ ચીની સૈનિકોનો મુકાબલો કરતા રહ્યાં.

ચીની જવાનો સંખ્યામાં હોવાથી તેમણે માત્ર 200 જેટલા ભારતીય જવાનો સાથે ધક્કામુકી શરૂ કરી દીધી હતી. અહીં પહાડ પર જગ્યા ઘણી ઓછી હોવાથી પહાડૉ પરથી લપસી લપસીને અનેક જવાનો ખીણમાં વહેતી ગલવાન નદીમા પડ્યા હતાં.

નદીના ઠંડા પાણીમાં પડવાના કારણે અનેક જવાનો હાઈપોથર્મિયાનો ભોગ બન્યા. અથડામણ બાદ ચલાવવામાં આવેલા તપાસ અભિયાનમાં ઈજાગ્રસ્ત જવાનોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા અને નાજીકના મેડિકલ હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા.

હાલ એક પણ જવાનની સ્થિતિ ગંભીર નથી અને તેઓ આવનાર 18 દિવસની અંદર ફરજ પર પાછા ફરશે. આમ સેનાએ ચીન સહિતના દુનિયાભરના દેશો દ્વારા ભારતીય જવાનો ગંભીર રૂપે ઘાયલ થયા હોવાની વાતોને પાયાવિહોણી ગણાવીને ફગાવી દીધી હતી.