ધમણની ધમાલ 4
અમદાવાદ, 21 મે 2020
જીવન મરણ વચ્ચે છેલ્લાં શ્વાસ ચાલતાં હોય તેવી મેડિકલ ઈમરજન્સીમાં લોકોનો જીવ બચાવી લે એવું સસ્તુ વેન્ટીલેટર સુરતની ખાનગી SPTLએ શોદ્યું છે. 8 કિલો વજન ધરાવતું વેન્ટિલેટર સુરતની સિવિલ હોસ્પિટલમાં નિરીક્ષણ માટે ગોઠવવામાં આવ્યું છે. જેની કિંંમત રૂ.50 હજાર છે. વજન ખૂબ જ ઓછું હોવાથી તેને આસાનીથી હેરફેર કરી શકાય છે. દર્દીઓને કોઈ પણ જગ્યા પર શિફ્ટ કરવા માટે અતિ ઉત્તમ છે.
સમગ્ર ભારતમાં આ પ્રકાનું આ પહેલું વેન્ટીલેરટ છે.
વીજળી જતી રહે તો પણ વેન્ટિલેટર 6 કલાકો ચલાવી શકાય છે. તેમાં ભારતની બનાવટની 230 વોલ્ટની બેટરી રાખી છે. 5 નંગ તૈયાર કર્યા છે. બીજા નંગ વેચવા માટે સરકાર સાથે કંપનીની વાટાઘાટ ચાલી રહી છે. રોજ 250 નંગ બનાવવાની ક્ષમતા SPTL પાસે છે.
ગ્રામ્ય કે શહેરની નાની હોસ્પિટલો કે સેવાભાવથી ચાલતાં દવાખાનામાં આ વેન્ટીલેટર રાખીને લાખો લોકોના જીવ બચાવી શકાય તેમ છે.
રાજકોટનું ધમણ-1 વેન્ટિલેટર રૂ.1 લાખથી વધુની કિંમતનું છે.