ગાંધીનગર, 27 મે 2021
ઉનાળુ કઠોળ ખેતરમાં તૈયાર થઈને બજારમાં આવવા લાગ્યા છે.
ઉનાળુ વાવેતર અને ઉત્પાદન
ગુજરાતમાં ઉનાળામાં કુલ 60590 હેક્ટરમાં કઠોળનું વાવેતર હતું અને તેમાં 72000 મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું. જેમાં ભાવ ઘટી જતાં રૂપિયા 4550 કરોડનું નુકસાન ભાવફેરમાં થયું છે.
કઠોળની આયાત
કઠોળનાં ભાવમાં ઘટી જવાને કારણે ગુજરાતના ખેડૂતોને વાવાઝોડાની સાથે ભાવ ફેરના રૂપિયા 4550 કરોડનું નુકસાન થયું છે. આમ થવાનું કારણ કેન્દ્ર સરકારે 10 દિવસ પહેલા કઠોળની આયાત કરવાની છૂટ આપતાં વિદેશી માલની આયાત થવા લાગતાં ભાવ તૂટી ગયા હતા. મોંઘવારી ઘટાડવા માટે ખેડૂતોનો ભોગ લીધો છે. પણ પેટ્રોલ અને ડિઝલમાં 40 ટકા મોંઘવારી વધી તેમાં ઘટાડો કરાયો નથી. પણ ખેડૂતોની પેદાશોને નુકસાન કરાયું છે.
મોંઘવારી ઘટાડવા ખેડૂતોનો ભોગ લેવાયો
કઠોળના ભાવ ઘટે તેમાટે રાજ્યોને સૂચના આપી છે કે મોટી ખરીદી કરતાં વેપારીઓ પર કરોડા પાડવામાં આવે. આવું કરવાનું કારણ એ છે કે, મોંઘવારી વધી છે તેથી સરકાર કઠોળના ભાવ નીચે લાવવા માંગે છે. તેથી આયાતની છૂટ આપી છે.
એપ્રિલ 2021માં કઠોળના કારણે તેમાં 10.74 ટકાની મોંઘવારી વધી હતી. જે પેટ્રોલ અને ડિઝલમાં 40 ટકાનો વધારો થયો હોવા છતાં તેના ભાવમાં કોઈ ઘટાડો કરાયો નહીં પણ ખેડૂતોને મોટા માર પડ્યો છે.
આમ આ બે પગલાંથી ગુજરાતના લગભગ 1 લાખ ખેડૂતોને ફટકો પડ્યો છે.
અડદમાં ખેડૂતોને નુકસાન
અડદનો ભાવ ટને 8000થી 10000 તૂટીને 70000 સુધી આવી ગયા છે.
અડદ 13960 હેક્ટરમાં વાવેતર થયા હતા અને 20970 મેટ્રિક ટન સાથે ઉત્પાદન થયું હતું. હેક્ટરે લગભગ 1502 કિલો ઉત્પાદન મળે છે.
આમ અડદમાં 20 હજાર મેટ્રિક ટન ઉત્પાદન સામે કુલ ટને 10,000 એક ટને ભાવનું નુકસાન આવ્યું છે. તે હિસાબે રૂ.2000 કરોડનું નકસાન થયું છે.
ઉનાળુ મગ
મગના 1000 કિલોના ભાવ રૂ.5000થી ઘટીને 65000 થઈ ગયા છે.
ઉનાળુ મગ 46630 હેક્ટરમાં વાવેતર સાથે 51010 મેટ્રીક ટનનું ઉત્પાદન થયું હતું.
ઉનાળુ મગમાં ભાવ ઘટી જવાના કારણે એક ટને રૂપિયા 5 હજારનો સીધો ફટકો પડ્યો છે. તે હિસાબે 51 હજાર ટન મગમાં રૂપિયા 2550 કરોડનું ભાવ ફેરનું નુકસાન થયું છે.