૩.૭૦ લાખ બહેનોના પોસ્ટ ખાતામાં વિધવા સહાય જમા થઈ

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત પ૩ કરોડ રૂપિયાની સહાય
પ્રતિમાસ ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફરથી પોસ્ટ ખાતામાં સહાય મળશે
વિધવા આર્થિક સહાય યોજનાની લાભાર્થી બહેનોને આપવામાં આવતી માસિક સહાય સીધી જ લાભાર્થીના પોસ્ટ ખાતામાં જમા કરાવવાની ડી.બી.ટી કાર્યપદ્ધતિનો પ્રારંભ કરાવ્યો છે. કેન્દ્ર સરકારના નેશનલ સોશિયલ આસીસટન્સ પ્રોગ્રામ પોર્ટલ સાથે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના જોડાણ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાઓની કુલ ૩ લાખ ૭૦ હજાર લાભાર્થી બહેનોને એક સાથે માસિક પેન્શન સહાયના કુલ પ૩ કરોડ રૂપિયા તેમના પોસ્ટ ખાતામાં માત્ર એક જ કલીકથી જમા કરાવ્યા હતા.

અગાઉની રૂ. ૧ હજારની માસિક સહાય મર્યાદામાં એપ્રિલ-ર૦૧૯થી વધારો કરીને રૂ. ૧રપ૦ની માસિક સહાય આપવાની શરૂઆત પણ કરાવી છે. પુત્ર ર૧ વર્ષનો થાય એટલે સહાય આપવાનું બંધ કરવામાં આવતું હતું તે હવે, આજીવન સહાય આપવામાં આવે છે.

ગ્રામીણ વિસ્તારમાં ૪૭ હજારને સ્થાને ૧ લાખ ર૦ હજાર અને શહેરી વિસ્તારમાં ૬૮ હજારને બદલે ૧ લાખ પ૦ હજાર કરવાનો ઉદાત્ત અભિગમ અપનાવેલો છે.

અગાઉ ૧.૬૪ લાખ જેટલી મહિલાઓને આર્થિક સહાય યોજનાનો લાભ મેળવતી હતી તેમાં હવે આ વાર્ષિક આવક મર્યાદા વૃદ્ધિને કારણે ૩.૭૦ લાખ બહેનો-માતાઓને યોજનાકીય લાભ મળતો થયો છે.