World Cancer Day: 50 percent chance of survival
અમદાવાદ, 4 ફેબ્રુઆરી 2024
મેડિકલ જર્નલ ધ લેન્સેટના રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં દેશમાં કેન્સરના કેસોની સંખ્યા 14,61,427 હતી.
4 ફેબ્રુઆરી ‘વિશ્વ કેન્સર દિવસ’ છે. સુરતમાં 20 હજાર અને ગુજરાતમાં 80 હજાર દર્દી કેન્સરના છે. જેમાં 50 ટકાના મોત થાય છે. ગુજરાતમાં દરરોજ 192 દર્દી કેન્સરના નોંધાઇ રહ્યા છે. ગુજરાતમાં નોંધાતા કુલ કેન્સરના 50 ટકા દર્દીઓમાં ગર્ભાશયના મુખ (સર્વાઇકલ), સ્તન (બ્રેસ્ટ) અને મોઢા(ઓરલ)નું કેન્સર જોવા મળ્યુ છે. ત્રણ વર્ષમાં બે લાખથી વધુ કેસો નોંધાયાં હતાં. જેમાં 1.11 લાખ દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો.
4 વર્ષમાં 1.27 લાખ ગુજરાતીઓએ કેન્સરને હરાવ્યું હતું. ગુજરાતમાં 2019થી 2022 દરમિયાન કેન્સરના 2.82 લાખ દર્દી હતા. જેમાંથી 55% એટલે કે 1.55 લાખ દર્દીઓના મોત થયા હતા. દેશમાં 2013થી 2022 દરમિયાન કેન્સરના 72 લાખ દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. કેન્સર સાયલંટ કિલબ બની ગયું છે.
સાવચેત ન રહે તો કેન્સર ભરખી જાય છે. જંકફૂડ છોડો. લીલા શાક, ભાજી અને ફળ ખાઓ. વાસી નહીં તાજુ ખાઓ. તનાવ છોડો. મોબાઈ ઈન્ટરનેટ વાપરવાથી તનાવ વધે છે. તમાકુ અને દારુ છોડો. પ્રદૂષણથી દૂર રહો. શંકા જણાય ત્યારે તુરંત તપાસ કરાવો. તો કેન્સરને દૂર રાખી શકાય છે કે, માત કરી શકાય છે. નહીં તર 10માંથી 1 વ્યક્તિને ગુજરાતમાં કેન્સર થઈ રહ્યું છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)ના આંકડા પ્રમાણે સમગ્ર વિશ્વમાં વર્ષ 2020માં 1 કરોડ 93 લાખ કેન્સરના નવા કેસ નોંધાયા છે. જેમાં 99 લાખ જેટલા દર્દીઓનું મૃત્યુ પણ થયું છે.
ગ્લોબોકેનના 2020ના અંદાજ પ્રમાણે 2030 સુધીમાં 2 કરોડ 15 લાખ કેન્સરના દર્દી નોંધાશે. ભારતમાં દર એક લાખની વસ્તીએ 70 થી 90 કેન્સરના દર્દીઓ છે. ભારતમાં 13.92 લાખ કેસ, 2030માં વધીને 15 લાખ થશે.
દેશમાં વર્ષ 2020માં 13.92 લાખ દર્દીમાંથી સૌથી વધુ 3.77 લાખ કેન્સરના કેસ તમાકુના સેવનના કારણે થાય છે.
ભારતમાં દર 8 મિનિટે 1 મહિનાનુ મૃત્યુ ગર્ભાશયના મુખના કેન્સરથી થાય છે. દર 13 મિનિટે 1 સ્ત્રીનુ મૃત્યુ સ્તનના કેન્સરના કારણે થાય છે.
બ્રેસ્ટ કેન્સરના 1 લાખ 62 હજાર 500 દર્દી હતા. ઑરલ કેન્સરના 1 લાખ 20 હજાર દર્દી હતા. સર્વાઇકલ કેન્સરના 97 હજાર દર્દી હતી. ફેફસાના કેન્સરના 68 હજાર દર્દી હતા. પેટ કેન્સરના 57 હજાર દર્દી હતા. કોલોરેક્ટર કેન્સરના 57 હજાર દર્દી હતા.
પુરુષોમાં કેન્સરના 5.70 લાખ નવા દર્દી હતી. તેમા મોઢાના કેન્સરના 92 હજાર, ફેફસાના કેન્સરના 49 હજાર, પેટના કેન્સરના 39 હજાર અને કોલેરેક્ટર કેન્સરના 37 હજાર દર્દીઓ હતા.
મહિલાઓને કેન્સર વધારે
મહિલાઓના કેન્સરના 5.87 લાખ દર્દી હતા. મહિલાઓના 17 હજાર દર્દીઓ વધારે હતા. મહિલાઓના 1 લાખ 62 હજાર 500 સ્તન કેન્સર હતા. 97 હજાર ગર્ભાશયના કેન્સર, 36 હજાર ઓવેરિયન કેન્સર, 28 હજાર મોઢાના કેન્સર અને 20 હજાર કોલોરેક્ટર કેન્સરના દર્દીઓ હતા.
ગુજરાતમાં વર્ષ 2020માં 69 હજાર 660 નવા દર્દી નોંધાયા હતા. જે વર્ષ 2025 સુધીમાં 79 હજાર 217 થવાનો અંદાજ છે. અમદાવાદ શહેરી કેન્સર રજીસ્ટ્રીના અહેવાલ પ્રમાણે એક લાખની વસ્તીએ પુરૂષોમાં 98 તથા સ્ત્રીઓમાં 77 નવા કેન્સર કેસ જોવા મળે છે.
કુલ કેસમાંથી 50% દર્દીઓ માત્ર મોઢા,સ્તન અને ગર્ભાશયનાં મુખનાં કેન્સર હોય છે.
અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસમાં આવેલી જી.સી.આર.આઇ. કેન્સર હોસ્પિટલમાં દર વર્ષે 20,000 જેટલા કેન્સરના નવા કેસ નોંધાય હતા. જેમાંથી 28.84% દર્દી અન્ય રાજ્યમાંથી સારવાર અર્થે ગુજરાતમાં આવે છે. (રાજસ્થાન- 12%, મધ્ય પ્રદેશ- 11.4%, મહારાષ્ટ્ર-1%). GCRIમાં આવતા કુલ કેસમાંથી 50% દર્દીઓ માત્ર મોઢા,સ્તન અને ગર્ભાશયનાં મુખનાં કેન્સરના નોંધાય છે.
અંદાજપત્ર
ગુજરાતમાં નોંધાતા કુલ કેન્સરમાં 21.5 ટકા પુરૂષોમાં મોઢાનું કેન્સર જ્યારે સ્ત્રીઓમાં 31.2 ટકા સ્તનનું કેન્સર જોવા મળે છે. રાજ્યના બજેટમાં વર્ષે રૂ. 104 કરોડ ખર્ચ થાય છે. કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતને 25.46 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું હતું. જે ઘણું ઓછું હતું. જે જાહેરાતોમાં જ વપરાય જતું હતું.
ગુજરાતમાં પાંચ વર્ષમાં 1.86 લાખ વ્યક્તિના કેન્સરથી મૃત્યુ થયા છે. જેમાં 2018માં સૌથી વધુ 40 હજાર 873 વ્યક્તિના મોત થયા હતા.
જીવન જીવવાની પદ્ધતિમાં સુધારો, ખોરાક અને તમાકુ-દારૂ બંધ કરીને કેન્સરથી છેટા રહી શકાય છે.
દારૂના સેવનથી 5.8 ટકા પુરૂષ અને 0.6 ટકા સ્ત્રીઓને કેન્સર જણાયું હતું.
તેઓ અઠવાડિયામાં એક જ વખત લીલા શાકભાજી ખાતા હતા.
ગૃહીણીઓમાં રસોડામાં ચૂલાના ઉપયોગથી થતા ઘુમાડાથી 38 ટકાને કેન્સરનું જોખમ હતું. વધુ વજન અથવા મેદસ્વિપણાથી 19.9 ટકા પુરૂષો અને 22.6 ટકા સ્ત્રીઓને કેન્સરનું જોખમ હતું. હાયપર ટેન્સનથી 20.3 ટકા પુરૂષો અને 20.6 ટકા સ્ત્રીઓને કેન્સરની શક્યતા હતી. ડાયાબિટીસથી 16.9 ટકા પુરૂષો અને 15.8 ટકા સ્ત્રીઓમાં કેન્સર થવાનું જોખમ હતું.
WHOના હાલના અહેવાલ અનુસાર, આવનારા દિવસોમાં ભારતમાં દર 10 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિને કેન્સરની બીમારી થશે અને 15 કેન્સરના દર્દીઓમાંથી એકનું મૃત્યુ થશે. 22 લાખથી પણ વધારે લોકો છેલ્લાં 5 વર્ષથી કેન્સરથી પીડાઇ રહ્યાં છે.
ગાંઠ
કેન્સર પ્રથમ સ્ટેજમાં હોય ત્યારે કેન્સરની ગાંઠ 2 સેન્ટીમીટર કરતાં પણ નાની હોય અને તેનો કોઈપણ અન્ય જગ્યાએ ફેલાવો ના થયો હોય તો રોગ તેના પ્રથમ તબક્કામાં છે તેવું ગણવામાં આવે છે. બીજો સ્ટેજ એટલે જ્યારે કેન્સરની ગાંઠનું કદ 2 થી 5 સેન્ટીમીટર વચ્ચેનું હોય તથા તેનો ફેલાવો લસિકા ગ્રંથિમાં થતો હોય. જ્યારે ત્રીજો સ્ટેજ એટલે જ્યારે કેન્સરની ગાંઠનું કદ 5 સેન્ટીમીટર કરતાં વધારે હોય અને તેનો ફેલાવો વધુ લસિકા ગ્રંથિઓમાં થયો હોય. કેન્સરનો ચોથો સ્ટેજ એટલે જ્યારે ગાંઠનું કદ ખૂબ જ વધી જાય અને તે શરીરના અન્ય અંગોમા પ્રસરે છે.
ગર્ભાશયના મુખનું કૅન્સર
સર્વાઈકલ કેન્સર અમદાવાદમાં 1 લાખની વસ્તી પૈકી 16.7 મહિલાઓને અસર કરે છે.
લક્ષણો
સંભોગ દરમિયાન અસામાન્ય રક્તસ્રાવ
દુર્ગંધયુક્ત સ્રાવ અને પેલ્વિક પીડા
માસિક ધર્મ વચ્ચે રક્તસ્ત્રાવ
મેનોપોઝ પછી પણ રક્તસ્ત્રાવ
પીઠ અને પગમાં સતત દુખાવો
વજન ઘટવું
થાક લાગવો અને ભૂખ ન લાગવી
પગમાં સોજો આવવા
રસી
રસીકરણ પરના રાષ્ટ્રીય તકનીકી સલાહકાર જૂથે સર્વાઇકલ કૅન્સરને અટકાવવા માટે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં એચપીવી વાઇરસની રસીનો સમાવેશ કરવાની ભલામણ પણ કરી છે. તેઓ જણાવે છે કે આ રસી 9થી 14 વર્ષની વયની કિશોરીઓને આપવી જોઈએ. મહિલાઓમાં થતું આ બીજું મોટું કૅન્સર છે. તેને ગર્ભાશયના મુખનું કૅન્સર પણ કહેવામાં આવે છે. આ કૅન્સરનું કારણ હ્યુમન પેપિલોમા વાઇરસ (એચપીવી) છે. આ કૅન્સરનું 100% નિવારણ કરી શકાય છે. 2022માં દેશમાં સર્વાઇકલ કેન્સર ને અટકાવવા માટે દેશની પ્રથમ એચ.પી.વી વેકસિનને ઔષધ નિયમન તંત્ર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી હતી.
એક ચતુર્થાંશ HPV રસીની કિંમત આશરે રૂ. 3,000 છે. જ્યારે બિન- સંયોજક HPV રસીની કિંમત રૂ.7,000 પ્રતિ ડોઝ છે. ડોકટરોના જણાવ્યાનુસાર, જો 15 વર્ષની ઉંમર પહેલા રસીના બે ડોઝ લેવામાં આવે તો તે પૂરતા છે. 15 વર્ષની વય પછી આ વેક્સિનના ત્રણ ડોઝ લેવા જરૂરી હોય છે. તાજેતરમાં WHO એ જણાવ્યું હતું કે, HPV રસીનો એક ડોઝ સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ પૂરૂં પાડે છે અને રસીના બે અને ત્રણ ડોઝ વધુ એન્ટિબોડીઝ ઉત્પન્ન કરે છે પરંતુ એક ડોઝ પર્યાપ્ત રક્ષણ આપે છે.
રાજકોટ
સૌરાષ્ટ્રના દર્દીઓની સંખ્યા વધારે છે. રાજકોટમાં કેન્સરની સારવાર માટે સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ અને રાજકોટ કેન્સર હોસ્પિટલમાં સૌથી વધુ લોકો જાય છે. 2022માં 5000 કેન્સરગ્રસ્તની સારવાર કરાઈ હતી. પુરુષોમાં મોઢા, ફેફસા અને અન્નનળીના કેન્સરના અને સ્ત્રીઓમાં સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરના કેસોનું વધુ પ્રમાણ જોવા મળ્યું છે.
રાજકોટમાં મોઢાના કેન્સરના 85 ટકા દર્દીઓ તમાકુના સેવન કરતા હતા. મોટા ભાગના દર્દીઓ બીજા કે ત્રીજા સ્ટેજ દરમિયાન સારવાર માટે પહોંચે છે. કેન્સર એ સુપર સ્પેશિયાલિટી સારવાર છે. સૌરાષ્ટ્રમાં હેડ એન્ડ નેક કેન્સરનું પ્રમાણ ચિંતાજનક છે.
કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન ગર્ભાશયના મુખના કેન્સરની પ્રતિરોધક રસી આપે છે. હાલ સુધીમાં 3000 જેટલી કિશોરીઓને આ રસી અપાઈ છે. ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર અટકાવવા માટે 9થી 26 વર્ષ સુધીની વય જૂથની મહિલાઓને વેક્સિન આપી શકાય છે. જેમાં 9થી 14 વર્ષ સુધીની કિશોરીઓને વેક્સિનના બે ડોઝ તેમજ 15થી 26 વર્ષની વયજૂથમાં ત્રણ ડોઝ આપવામાં આવે છે. આ વેક્સિનથી સર્વાઇકલ કેન્સર થવાની શક્યતા 99 ટકા ઘટી જાય છે.
0000000000000000
ભારતમાં દર નવમાંથી એક વ્યક્તિને કૅન્સર થવાનું જોખમ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અને નેશનલ સેન્ટર ફૉર ડિસીઝ ઇન્ફૉર્મેટિક્સ ઍન્ડ રિસર્ચ (એનસીડીઆઈઆર)ના સંશોધનમાં આ વાત સામે આવી છે.
ભારતમાં વર્ષ 2022માં કૅન્સરના 14,61427 કેસ નોંધાયા હતા.
2021માં ભારતમાં કૅન્સરના 14,26447 કેસ નોંધાયા હતા.
2020માં 13,92,179 લોકો કૅન્સરના દર્દી નવા નોંધાયા હતા.
ભારતમાં વર્ષ 2018માં આશરે 11.6 કરોડ કેન્સરના દર્દી હતા. 784800 લોકો કેન્સરના કારણે મૃત્ય પામ્યા હતા અને 22.6 કરોડ લોકો છેલ્લા પાંચ વર્ષથી કેન્સરના રોગથી પીડાય છે. ભારતમાં છ સૌથી સામાન્ય કેન્સરના કેસ હોય છે જેમાં બ્રેસ્ટ કેન્સર (162500),મોઢાનો કેન્સર(120000),સર્વાઇકલ કેન્સર (97000)ફેફસાનો કેન્સર (68000)પેટનું કેન્સર (57000) અને કોલોરેકટ્રલ કેન્સર (57000)નો સમાવેશ થાય છે.
કૅન્સર ‘સાયલન્ટ’ હોય છે અને તે છેલ્લા સ્ટેજમાં ડિટેક્ટ થાય છે.
ગ્લોબોકૅન 2020 એ 185 દેશોમાં 36 પ્રકારનાં કૅન્સરના આંકડા જાહેર કરે છે.
સ્તન કેન્સર
માસિક સ્રાવ બંધ થયા પછી, તમારી ચાર આંગળીઓથી સ્તનની ગાંઠની તપાસ કરો. બગલને દબાવીને ગાંઠની તપાસ કરવી. સ્તનની ડીંટડીને દબાવીને જુઓ કે થોડો સ્રાવ બહાર આવી રહ્યો છે કે નહીં. જો કોઈ છોકરી કે મહિલાના પરિવારમાં બ્રેસ્ટ કૅન્સરનો કેસ પહેલાં આવી ગયો હોય, જેમાં માતાને 35 વર્ષની ઉંમરે બ્રેસ્ટ કૅન્સર થયું હોય તો આવી સ્થિતિમાં દીકરીની તપાસ છ-સાત વર્ષ અગાઉથી શરૂ કરી દેવામાં આવે છે. દરેક મહિલાએ 40 વર્ષની ઉંમર પછી મેમોગ્રાફી કરાવવી જોઈએ. જો કંઈક શંકાસ્પદ જણાય તો તરત જ તેની તપાસ કરાવવી જોઈએ.
અંડાશયનું કૅન્સર
આ કૅન્સર છેલ્લા સ્ટેજ એટલે કે ત્રીજા કે ચાર તબક્કામાં જોવા મળે છે, તેથી તેને ‘સાયલન્ટ કૅન્સર’ પણ કહેવામાં આવે છે. કૅન્સરમાં કોઈ લક્ષણો જોવાં મળતાં નથી. મહિલાઓ સામાન્ય રીતે પેટ ફૂલવું, ભૂખ ન લાગવી, ઊલટી થવી, ગેસ પસાર ન કરી શકવો અથવા શૌચક્રિયા જેવી સમસ્યાઓનો સામનો કરે છે. તેમને આવી સમસ્યાઓ માત્ર એક મહિના માટે જ થાય છે. પરંતુ તપાસ કરાવતા તે અંડાશયનું કૅન્સર પણ હોઈ શકે છે. બેને બદલે એક રોટલી ખાતી હતી, વધુ પચતી નહોતી અને ઘરગથ્થું ઉપચાર કરાવતી હતી. દર વર્ષે અલ્ટ્રાસાઉન્ડ કરાવવું જોઈએ જેથી અંડાશયમાં કોઈ ફોલ્લો હોય તો તે જાણી શકાય અને સમયસર સારવાર શરૂ કરી શકાય.
આ સિવાય પુરુષોમાં જોવા મળતું હોઠ, જડબા અને કોલોરેક્ટમ એટલે કે મોટા આંતરડાનું કૅન્સર પણ સ્ત્રીઓમાં સામાન્ય છે.
પુરુષોમાં જોવા મળતું કૅન્સર
હોઠ, જડબાનું કૅન્સર અથવા મોંનું કૅન્સર
હેડ ઍન્ડ નેક સર્જન અને ઑન્કોલૉજિસ્ટ ડૉ. સૌરભ અરોરા કહે છે કે હોઠ અને જડબાનું કૅન્સર 90 ટકા તમાકુનું સેવન કરનારા લોકોમાં જોવા મળે છે.
આ કૅન્સર મોંની અંદર ગાલ, જીભ, જીભની નીચે, તાળવું જેવી અલગઅલગ જગ્યાએ થઈ શકે છે. અહીં અલ્સર અથવા ફોલ્લો બને છે અને તે દવાઓ લીધા પછી પણ ઠીક થતો નથી. ઘામાંથી લોહી નીકળવું, અવાજમાં ફેરફાર થવો, દર્દના કારણે ખોરાક લેવામાં તકલીફ થવી અને વજન ઘટવું. જો આવાં ચિહ્નો દેખાય અને દવા લેવા છતાં ત્રણ અઠવાડિયાં સુધી સારું ન થાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
આ કૅન્સરનું મુખ્ય કારણ ધૂમ્રપાન છે. જોકે હવે પ્રદૂષણને પણ તેનું કારણ માનવામાં આવી રહ્યું છે. આ કૅન્સર એડવાન્સ સ્ટેજ એટલે કે ત્રીજા કે ચોથા સ્ટેજમાં જ જોવા મળે છે.
અન્નનળીનું કૅન્સર
ડૉક્ટરોના મતે આ કૅન્સરની 50 વર્ષની ઉંમર પછી જ ખબર પડે છે. આ કૅન્સરમાં ખોરાક ગળવામાં તકલીફ થાય છે અને બાદમાં કંઈક પીવામાં તકલીફ થાય છે. લાંબા સમયથી એસિડિટીની સમસ્યા હોય અથવા મોઢું ખાટું રહેવાની ફરિયાદ હોય તેમને કેન્સર થવાની શક્યતા વધારે હોય છે. પાચન સમસ્યાઓ. છાતીમાં બળતરા.
તબીબોના મતે જે લોકો મેદસ્વી હોય, દારૂ પીતા હોય અને ધૂમ્રપાન કરતા હોય તેમને આ કૅન્સર થવાની શક્યતા વધુ હોય છે.
આંતરડાનું કૅન્સર
પેટનું કૅન્સર, જેને ગેસ્ટ્રિક કૅન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે તે પેટના અસ્તર પર જોવા મળતા કોષોમાં શરૂ થાય છે. તેનાં લક્ષણો અન્નનળીનાં કૅન્સર જેવાં જ છે. કૅન્સરને કારણે રક્તસ્ત્રાવ થતો હોય તેમને લોહીની ઊલટી થઈ શકે છે અથવા તેમના મળનો રંગ કાળો થઈ શકે છે. દારૂ પીવો, તમાકુનું સેવન અને ધૂમ્રપાન કારણ છે. જંક ફૂડ અને કસરત ન કરવી પણ આ કૅન્સરનું કારણ બની શકે છે. આંતરડાનું કૅન્સર તપાસવા ભારતમાં આવો કોઈ સ્ક્રીનિંગ પ્રોગ્રામ નથી તેથી દર્દીમાં લક્ષણો દેખાય ત્યારે જ રોગનું નિદાન થઈ શકે છે.
ધૂમ્રપાન, દારૂનું સેવન, સ્થૂળતા, વધુ મીઠું ખાવું એટલે કે પ્રીઝર્વેટિવવાળો ખોરાક લેવો અને શાકભાજી અને ફળોનું ઓછું સેવન આનાં કારણોમાં ગણાય છે.
ઘી ખાવાનું બંધ કરો કાં ગાય વસાવો, નહીંતર કેન્સર માટે તૈયાર રહો
https://allgujaratnews.in/gj/%e0%aa%98%e0%ab%80-%e0%aa%96%e0%aa%be%e0%aa%b5%e0%aa%be%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%ac%e0%aa%82%e0%aa%a7-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b-%e0%aa%95%e0%aa%be%e0%aa%82-%e0%aa%97%e0%aa%be%e0%aa%af/
મોંનું કેન્સર અમદાવાદમાં વધું, કુદરતી ખોરાક એક ઉપાય
https://allgujaratnews.in/gj/%e0%aa%ae%e0%ab%8b%e0%aa%82%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%95%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%b8%e0%aa%b0-%e0%aa%85%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be%e0%aa%b5%e0%aa%be%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82/
કેન્સર સારવારમાં કચ્છ માંડવીની જનકલ્યાણ મેડીકલ સોસાયટીની શ્રેષ્ઠ કામગારી
https://allgujaratnews.in/gj/%e0%aa%95%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%b8%e0%aa%b0-%e0%aa%b8%e0%aa%be%e0%aa%b0%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%95%e0%aa%9a%e0%ab%8d%e0%aa%9b-%e0%aa%ae%e0%aa%be/
ગળાના કેન્સરના ડોક્ટરે 1000 ઓપરેશન કરવાની સિદ્ધી
https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%aa%b3%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%95%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%b8%e0%aa%b0%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a1%e0%aa%9f%e0%aa%bf%e0%aa%b2-1000-%e0%aa%93%e0%aa%aa%e0%aa%b0%e0%ab%87/
1 કરોડ લોકો કેન્સર કરે એવા પાદરાના હેવી મેટલથી પ્રદુષિત શાકભાજી ખાય છે
https://allgujaratnews.in/gj/1-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a1-%e0%aa%b2%e0%ab%8b%e0%aa%95%e0%ab%8b-%e0%aa%95%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%b8%e0%aa%b0-%e0%aa%95%e0%aa%b0%e0%ab%87-%e0%aa%8f%e0%aa%b5%e0%aa%be-%e0%aa%aa/
ડાયાબીટીસ, હાયપરટેન્શન, કેન્સર, કાર્ડીયોવાસ્ક્યુલર અને સાયટીકા પર ગાંધીનગરમાં સેમિનાર
https://allgujaratnews.in/gj/%e0%aa%a1%e0%aa%be%e0%aa%af%e0%aa%be%e0%aa%ac%e0%ab%80%e0%aa%9f%e0%ab%80%e0%aa%b8-%e0%aa%b9%e0%aa%be%e0%aa%af%e0%aa%aa%e0%aa%b0%e0%aa%9f%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%b6%e0%aa%a8-%e0%aa%95/
કેન્સર હોસ્પિટલમાં ભ્રષ્ટાચાર અને અનીતિનું કેન્સર
https://allgujaratnews.in/gj/%e0%aa%95%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%b8%e0%aa%b0-%e0%aa%b9%e0%ab%8b%e0%aa%b8%e0%ab%8d%e0%aa%aa%e0%aa%bf%e0%aa%9f%e0%aa%b2%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ad%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b7%e0%ab%8d/
કેન્સરના 31 ટકા દર્દીઓ તમાકુના વ્યસની હોવાનું ચોંકાવનારુ તારણ
https://allgujaratnews.in/gj/%e0%aa%95%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%b8%e0%aa%b0%e0%aa%a8%e0%aa%be-31-%e0%aa%9f%e0%aa%95%e0%aa%be-%e0%aa%a6%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a6%e0%ab%80%e0%aa%93-%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%95/
કેન્સર ટાવર કૌભાંડ 1 – ભાવનગરમાં મોબાઈલ ફોન ટાવર માટે ભાજપ સામે વિરોધ
https://allgujaratnews.in/gj/%e0%aa%95%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%b8%e0%aa%b0-%e0%aa%9f%e0%aa%be%e0%aa%b5%e0%aa%b0-%e0%aa%95%e0%ab%8c%e0%aa%ad%e0%aa%be%e0%aa%82%e0%aa%a1-1-%e0%aa%ad%e0%aa%be%e0%aa%b5%e0%aa%a8%e0%aa%97/
વિશ્વ કેન્સર દિવસ – ગુજરાતમાં એક વર્ષમાં કોમન કેન્સરમાં 1600 ટકાનો વધારો,
https://allgujaratnews.in/gj/world-cancer-day-1600-increase-in-common-cancer-in-gujarat-in-one-year/
વજન ઉતારવાની દવા લેનારાઓને કેન્સર થઈ જાય છે
https://allgujaratnews.in/gj/weightlifting-patients-get-cancer/
ગુજરાતમાં વર્ષે 7 હજારના મોત, કોરોના કરતાં પણ ઘાતકી છે કેન્સર, ટીબી અને એઈડ્ઝ
https://allgujaratnews.in/gj/gujarat-cancer/
જમવામાં કેન્સર ઉદ્ભવતા પદાર્થ શોધતું પ્લેટફોર્મ વિકાસવામાં આવ્યું.
https://allgujaratnews.in/gj/a-platform-was-developed-to-detect-cancer-causing-substances-in-food/
મોઢાના કેન્સરની ચોક્કસ સારવાર માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત કમ્પ્યુટર નિદાન
https://allgujaratnews.in/gj/artificial-intelligence-diagnosis-oral-cancer-gujarati-hindi-news/
ભારતમાં કેન્સરની સારવાર માટેની નવી પદ્ધતિ વિકસાવવામાં આવી
https://allgujaratnews.in/gj/new-method-to-treat-cancer-developed-in-india-gujarati-hindi-news/
જીભના કેન્સરની સારવાર માટે નવી તકનીક વિકસાવવામાં એક ડગલું આગળ
https://allgujaratnews.in/gj/new-study-may-help-develop-therapeutics-for-tongue-cancer/
મુકેશ અંબાણીના રિલાયન્સ પેટ્રોલ પંપો પરના કેન્સર જન્ય બાસ્પના પ્રદૂષણમાં જીપીસીબી મદદ કરે છે
https://allgujaratnews.in/gj/gpcb-helping-to-mukesh-ambanis-reliance-petrol-pump-for-pollution/
અમદાવાદનો સળગતો પર્વત પિરાણા, જેને કેન્સર ફેલાવતો પર્વત પણ કહે છે
https://allgujaratnews.in/gj/burning-mountain-pirana-in-ahmedabad-which-is-also-called-the-mountain-of-cancer/
ગંગાજળને પ્લાસ્ટીકની બોટલમાં રાખવાથી ઝેરી બને છે, ગંગાના ચોખામાં કેન્સર સર્જક તત્વો, પાણી એન્ટીબેક્ટેરીયલ રહ્યું નથી
https://allgujaratnews.in/gj/putting-the-ganges-water-in-plastic-bottles-becomes-toxic-carcinogen-rice-water-is-no-longer-antibacterial/
કેન્સરમાં ઉપયોગી કાંચકા ઔષધીય વનસ્પતિ ખેતરની વાડ પર સાવ મફતમાં ઉગાડી કમાણી કરો
https://allgujaratnews.in/gj/fever-cancer-nut-grow-on-farmers-fences-many-wonderful-uses/
કેન્સર, કિડની, હ્રદય રોગમાં સારો ફાયદો કરાવતી પોઈની વેલની માંગ વધતાં ખેતી થવા લાગી
https://allgujaratnews.in/gj/demand-for-good-poi-bhaji-benefits-for-cancer-kidney-and-heart-diseases-started-farming/
ખેતરોમાં 10 હજાર ટન જંતુનાશકો અને 4 લાખ ટન તમાકુના ઉત્પાદનથી ગુજરાત કેન્સરમાં નંબર 1
https://allgujaratnews.in/gj/pesticide-gujarat-cancer/
કેન્સર હોસ્પિટલમાં સારકોમાના દર્દીઓ માટે 3D મોડલ્સ ટેકનોલોજી અંગ બચાવે છે
https://allgujaratnews.in/gj/3d-model-technique-saves-organs-for-cancerous-sarcoma-patients-at-gcri/
કેન્સરના કારણે 22 વર્ષથી ગુજરાતના બાદરપુરા ગામે તમાકુ છોડ્યું, ખેતી અને વેપાર છોડ્યા
https://allgujaratnews.in/gj/for-22-years-due-to-cancer-badarpura-village-in-gujarat-banned-tobacco-farming-and-trade/
એન્ડોસલ્ફાન જંતુનાશક દવાથી કેન્સર, માનસિક-જન્મની વિકૃતિઓ, 15 અહેવાલમાં સ્ફોટક વિગતો
https://allgujaratnews.in/gj/pesticide/
કોકાકોલા પીવી કેન્સરને આમંત્રણ છતાં 3જો પ્લાંટ ગુજરાતમાં, મોરારજીએ કાઢી અને મોદી લાવ્યા
https://allgujaratnews.in/gj/coca-cola-cancer-gujarat-morarji-modi/