જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ શનિવારે આ ખાણમાં 3000 ટન નહીં પરંતુ માત્ર 160 કિલોગ્રામ સોનું હોવાનું જાહેર કરતાં જે રીતે ગુજરાતમાં ભાજપની મોદી સરકારે ગુજરાતમાં અબજો રૂપિયાનું કૃડ ઓઈલ મળી આવ્યું હોવાની જાહેરાતો કરીને ચૂંટણી જીતી હતી. એવું જ હવે ઉત્તર પ્રદેશમાં ભાજપની યોગી સરકારે કર્યું છે. યોગીના અધિકારીઓએ સોનું મળી આવ્યું હોવાનું જાહેર કર્યું એ જ રીતે મોદીએ ગુજરાતમાં કૃડ કે જેને કાળુ સોનું કહેવામાં આવે છે તેની જાહેરાત કરી હતી. યોદીનો વહેલો પરપોટો ફૂટી ગયો મોદીનું પરપોટો 3 વર્ષ પછી ગુજરાતમાં ફૂટ્યો હતો. આજે ફૂટી કોડીનું તેલ ગુજરાત સરકાર પેદા કરતી નથી.
યોગીના હવાઈ કિલ્લા
સોનાનો ભંડાર મળ્યા બાદ સરકારે ખાણોને ભાડે આપવા માટેની પ્રક્રિયા ઝડપી બનાવી છે. તેના ખોદકામ માટે હરાજીની પ્રક્રિયા પહેલા જીઓ ટેગિંગ કરવામાં આવી રહ્યું છે. આ જ ક્રમમાં જીએસઆઈ ખોદકામ વિસ્તારનો હવાઇ સર્વે કરાવી રહી છે. આ માટે બે હેલિકોપ્ટર તહેનાત કરવામાં આવ્યા છે.
સોનું નહીં પણ ઝેરી સાપ
દેશના સૌથી પછાત જિલ્લામાં ગણાતા ઉત્તર પ્રદેશનો સોનભદ્ર જિલ્લમાં વિશ્વના સૌથી ઝેરી સાપો રસેલ વાઇપર, કરૈત અને કોબરા મોટી સંખ્યામાં અહીં મળી આવે છે. જુગલ થાણા વિસ્તારના સોન પહાડી ઉપરાંત દક્ષિણાંચલના દુદ્ધી તાલુકાના મહોલી વિંઠમગંજ ચોપન બ્લોકમાં મોટી સંખ્યામાં સાપ રહે છે. વન વિભાગ આ વિસ્તારમાં આવા કેટલા ઝેરી સાપ છે તેની ગણતરી કરશે.
160 કિલો જ સોનું છે
GSIના ડિરેક્ટર ડૉ. જીએસ તિવારીએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે સોનભદ્રની ખાણોમાં 3000 ટન સોનું હોવાની વાત GSI નથી માનતું. સોનભદ્રમાં 52806.25 ટન કાચુ સોનું હોવાની વાત કહેવામાં આવી છે નહીં કે શુદ્ધ સોનાની. સોનભદ્રમાં મળેલા કાચા સોનામાંથી પ્રતિ ટન માત્ર 3.03 ગ્રામ જ સોનું નીકળશે. આખી ખાણમાંથી 160 કિલો સોનું જ નીકળશે. (જીએસઆઇ) આ વિસ્તારમાં 1998-99 અને 1999-2000ના વર્ષમાં ખોદકામ કર્યુ હતું. જેનો રિપોર્ટ પણ ઉત્તર પ્રદેશના ડીજીએમને આપવામાં આવ્યો હતો. આમ આ વાત તો 20 વર્ષ જુની છે. પણ દેશનું અર્થતંત્ર આ સોનાના ખજાનાથી ધમધમતું થઈ જશે એવા ઇરાદે આવો ખોટો પ્રચાર ભાજપની સરકાર દ્વારા કરાયો હતો.
ગુબ્બારા ચલાવાયા
3000 ટન જેટલા સોનાનો ભંડાર મળ્યો છે, જેની કિંમત પણ રૂ.12 લાખ કરોડ આંકી દેવામાં આવી હતી. આ સોનાના ટેન્ડરિંગની પ્રક્રિયા માટે સાત સભ્યોની કમિટી બનનાવવામાં આવી છે.
સૌથી મોટો જિલ્લો
સોનભદ્ર જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૫ (પંચોતેર) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. સોનભદ્ર જિલ્લાનું મુખ્યાલય રોબર્ટસગંજ છે. સોનભદ્ર જિલ્લો મૂળ મિર્જાપુર જિલ્લામાંથી ૪થી માર્ચ ૧૯૮૯ના દિવસે અલગ કરવામાં આવ્યો હતો. ૭,૩૮૮ ચોરસ કિમી ક્ષેત્રફળ ધરાવતો આ જિલ્લો ઉત્તર પ્રદેશનો સૌથી મોટો જિલ્લો છે. પશ્ચિમ દિશામાં મધ્ય પ્રદેશ, દક્ષિણ દિશામાં છત્તીસગઢ, પૂર્વ દિશામાં ઝારખંડ તથા બિહાર તેમ જ ઉત્તર દિશામાં ઉત્તર પ્રદેશનો મિર્જાપુર જિલ્લો આવેલા છે. આ જિલ્લાની વસ્તી 15 લાખ જેટલી છે તથા વસ્તીની ગીચતાનો દર ઉત્તર પ્રદેશ રાજ્યમાં સૌથી ઓછો ૧૯૮ વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી જેટલો છે.
સોનભદ્ર હત્યા કાંડ
19 જુલાઇ 2019માં ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં દેશને હચમચાવી દે જ્યાં 32 ટ્રેક્ટરો ભરીને 300 લોકો ધસી આવીને 10 લોકોની હત્યા કરવામાં આવી હતી. સોનભદ્ર કાંડ એવો છે જે રાજ્યની કાયદો અને વ્યવસ્થાને ખુલ્લે આમ પડકારી રહ્યો છે. સોનભદ્રમાં બેખોફ ગુનેગારો ધોળા દિવસે જમીન વિવાદને લઇને ધડાધડ ગોળીઓ વરસાવી. અહીં પ્રિયંકા ગાંધી આ કુટુંબોની મૂલાકાત લેવા માંગતી હતી પણ તેમને જવા નદેવાયા હતા.