ભરૂચની શાળાની 2 કરોડની જમીન 20 લાખમાં વેચી મારવા વકફબોર્ડના અધ્યક્ષ સજાદ હીરાનું પ્રમુખ પદ જોખમમાં

Wakfboard chairman Sajad Hira’s presidency

ગાંધીનગર, 24 ડિસેમ્બર 2020

ભરૂચથી 10 કિલોમીટર દૂર કરમાડ ગામની 2015માં એક શાળાની રૂ.2 કરોડની જમીન રૂ.20 લાખમાં વેચી મારવાના કૌભાંડ બાદ ગાંધીનગરની ગુજરાત રાજ્ય વક્ફ ટ્રીબ્યુનલ દ્વારા પગલાં લેવા આદેશ કરાયો છે. જેનાં વકફબોર્ડના અધ્યક્ષ સામે પગલાં ભરવા ભલામણ કરવામાં આવ્યો છે.

હવે ગુજરાત રાજ્ય વકફબોર્ડના અધ્યક્ષ સજાદ હીરાને દૂર કરવા સરકાર અને કેન્દ્રની સંસ્થાને ભલામણ કરી હોવાતી નૈતિકતાના આધારે તેમણે રાજીનામું આપવું પડશે અથવા રૂપાણી સરકાર પગલાં ભરીને નવા અધ્યક્ષ લાવી શકે છે.

જેનો અમલ 15 દિવસમાં કરીને અહેવાલ આપવા કહેવાયું છે. ટ્રીબ્યુલમાં અધ્યક્ષ તરીકે એ.આઈ.શેખ, સભ્ય તરીકે ડો,રીઝવાન કાદરી છે. જ્યારે એક સભ્ય યુ.એ.પટેલ કેટલીક બાબતો સાથે સહમત ન હતા. તેની પાછળ ગુપ્ત કારણો ચર્ચાય રહ્યાં છે.

વકફ અધિનિયમ (સુધારા) 2013ના કાયદા પ્રમાણે વકફબોર્ડની કોઈ પણ જમીન વેચી શકાતી નથી. કાયદાની ઉપરવટ જઈને કાયદાનો ભંગ કરીને વકફબોર્ડના પ્રમુખ તથા સભ્યોએ જમીન વેચવાની મંજૂરી પણ આપી દીધી હતી. તે જમીનનો કબજો પરત લેવા માટે 2016માં ગુજરાત સરકારે આદેશો આપ્યા હતા.

ધાર્મિક મિલકતોના રક્ષણ કરવાની વકફબોર્ડની જવાબદારી હોવા છતાં ભાજપના નેતાઓએ તે જમીન વેચવા વકફબોર્ડ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી હતી. બોર્ડમાં બેઠેલા લોકો ભાજપના ટોચના નેતાઓના ખાસ વ્યક્તિઓ છે.

તેથી વકફબોર્ડના તે જવાબદાર હોદ્દેદારોને દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમની સામે પગલાં ભરવાનું કહેવામાં આવ્યું છે. 9 ટ્રસ્ટીઓને ભવિષ્યમાં બીજા કોઈ ટ્રસ્ટમાં ન લેવા માટે પણ આદેશ કરાયો છે.

જેમાં જમીનો પચાવી પાડતા ભૂમાફિયાઓ સામે આ રીતે પગલાં ભરવામાં આવ્યા છે. આ તમામ પગલાં 15 દિવસમાં જ લેવા જણાવાયું છે.

પંચાયત, તાલુકા વિકાસ અધિકારી અને કલેક્ટર દ્વારા આ જમીનના બંગલા તોડી પાડી તે જમીન પરત લઈને ટ્રસ્ટને આપવા માટે હુકમ કરવામાં આવ્યો છે.

ટ્રસ્ટની 4452 ચોરસ મીટર જમીન વક્ફની માલિકીની હોવા છતાં અંજુમને હીખ્ઝુલ ઈસ્લામના નામની મિલકત એન એ કરીની મંજૂરી અબ્દુલા ઉમરજી પટેલે માંગી હતી. વેચવા માટે પરવાનગી માંગવામાં આવી હતી. મંજૂરી વગર પ્લોટ રૂ.20 લાખમાં વેચી નાંખવામાં આવ્યો હતો. 50 રૂપિયે ફૂટનો ભાવ થાય છે. જેના આધારે તેના પર 37 બંગલા બની ગયા છે. બે પ્લોટો સામાન્ય વપરાશ માટે રાખવામાં આવ્યા છે.

ટ્રસ્ટમાં ગેરરિતી થઈ છે. આજે આ જમીનની કિંમત રૂ.2 કરોડ થાય છે. વેચાણ કરવાનો ઠરાવ પણ રદ કરવામાં આવ્યો હતો.

આ કૌભાંડ બાદ અંજુમને હીફ્ઝુલ ઈસ્લામની ભરૂચમાં ઈમરાન ભોલા અને મહંમદ સીંઘીની કારોબારી અધિકારી તરીકે નિમણુંક કરી હતી. તેમાં તમામ ટ્રસ્ટીઓને પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

ગંભીર બાબત તો એ છે કે આ જમીન વેચીને સામે સરકારની પડતર 1412 ચોરસ મિટર જમીન ટ્રસ્ટીઓએ વેચાતી લેવામાં આવી હતી.