[:gj]બાળ રિમાન્ડ હોમમાંથી ભાગીને યુવકની હત્યા કરનારો આરોપી મહિને ઝડપાયો [:]

[:gj]અમદાવાદ, તા.3

મહેસાણા બાળ રિમાન્ડ હોમની દિવાલ કૂદીને ચાર મહિનાથી ફરાર થયેલા અને મહિના અગાઉ મિત્રો સાથે મળીને યુવકની હત્યા કરનારા એક ગુનેગારની એસઓજી-ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. પ્રેમ લગ્ન કરનાર યુવકની ઓઢવ વિસ્તારમાં હત્યા કરનારા ચાર આરોપીઓ પૈકી ત્રણની સ્થાનિક પોલીસે ધરપકડ કરી લીધી હતી. જ્યારે સચિન ઉર્ફે ગુડ્ડુ ચાવલા-ખટીક હત્યા કેસમાં વોન્ટેડ હતો.

એસઓજી-ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ બી.એમ.પટેલ તથા ડી.આઈ.સોલંકીની ટીમે પ્રેમ લગ્ન કરનારા પ્રતિક પટેલના હત્યા કેસમાં મહિનાથી ફરાર આરોપી સચિન ઉર્ફે ગુડ્ડુ સત્યાનારાયણ ચાવલા-ખટીક (ઉ.20 રહે. આનંદનાથ કૃપા સોસાયટી, અર્બુદાનગર, ઓઢવ)ની ધરપકડ કરી છે. ઓઢવ પોલીસ અગાઉ મૃતક પ્રતિકના સાળા મીત પટેલ, કેતુ પટેલ અને દિપક ઉર્ફે પિન્ટુ મરાઠીની હત્યા કેસમાં ધરપકડ કરી ચૂકી છે.

એસઓજી એસીપી બી.સી.સોલંકીએ જણાવ્યું છે કે, ગત મહિને પ્રતિક ઘનશ્યામભાઈ પટેલ (રહે. આર્શીવાદ બંગલોઝ, વસ્ત્રાલ પોલીસ ચોકી પાસે)ની ઓઢવ પાંજરાપોળ ચાર રસ્તા પર્યાવરણ મંદિર રોડ પર કેટલાક શખ્સોએ હત્યા કરી નાંખી હતી. જે કેસમાં ત્રણ આરોપી અગાઉ સ્થાનિક પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે સચિન ઉર્ફે ગુડ્ડુ વૉન્ટેડ હતો. સચિન ઉર્ફે ગુડ્ડુની ધરપકડ કરવામાં આવી ત્યારે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, સચિન ઉર્ફે ગુડ્ડુ ચાર મહિના અગાઉ મહેસાણા બાળ રિમાન્ડ હોમની દિવાલ કુદી ફરાર થઈ ગયો હતો. રામોલ પોલીસ સ્ટેશનની હદમાં વર્ષ 2017માં પિયુષ ખટીકની હત્યા કરવાના ગુનામાં જે તે સમયે બાળ  ગુનેગાર તરીકે સચિન ઉર્ફે ગુડ્ડુની ધરપકડ કરવામાં આવી હતી.

સચિન ઉર્ફે ગુડ્ડુ બાળ રિમાન્ડ હોમમાંથી ભાગ્યા બાદ અમદાવાદમાં છુપાતો ફરતો હતો. મીત પટેલની બહેન ખ્યાતિ સાથે પ્રતિક પટેલે પ્રેમ લગ્ન કર્યા હોવાથી મીતે તેના મિત્રોને બનેવીની હત્યા કરવાની વાત કરી હતી. જેથી સચિન ઉર્ફે ગુડ્ડ સહિતના મિત્રોએ હત્યાનો પ્લાન બનાવ્યો હતો. પિતરાઈ સુમિત સાથે મસાલો ખાવા પાનના ગલ્લે ગયેલા પ્રતિક પટેલને દિપક ઉર્ફે પિન્ટુ મરાઠી વાત કરવાના બહાને દૂર લઈ ગયો હતો. દરમિયાનમાં મીત પટેલ અને કેતુ પટેલ સાથે ગયેલા સચિન ઉર્ફે ગુડ્ડુએ પ્રતિક પર ચપ્પા વડે જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયા હતા.[:]