પરસોતમ સોલંકીનો પુત્ર ભાજપ વગર ચૂંટણી લડી શકે
ગુજરાતના સૌથી લાંબા સમયના 7 હજાર દિવસના પ્રધાનનો વિક્રમ
દિલીપ પટેલ
અમદાવાદ, 8 જૂલાઈ 2026
ભાજપને કાયમ હચમચાવતાં પરસોતમ સોલંકીના કુટુંબે ફરી એક વખત પડકાર ફેંક્યો છે. કેશુભાઈ પટેલથી લઈને નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી તથા ભૂપેન્દ્ર પટેલને તેઓ સતત પડકારતા રહ્યાં છે. ફરી એક વખત તેમના કુટુંબ માટે પડકાર આપ્યો છે.
પરસોત્તમ સોલંકી અને તેમના નાના ભાઈ હીરા સોલંકી બંને રાજકારણમાં છે. તેમને 2 દીકરાઓ હિરેન અને દિવ્યેશ છે. સાથે જ એક દીકરી અને તેમના પત્ની છે.
દિવ્યેશ ભૂતકાળમાં પણ ધારાસભ્યની ચૂંટણી લડશે તેવી વાતો ઉડી હતી. પરંતુ પરસોત્તમભાઈએ તે સમયે ના પાડી હતી. મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રચાર કર્યો હતો. પરસોત્તમભાઈની તબિયત નાજુક રહેતા હવે દિવ્યેશ સોલંકીને રાજકારણમાં લાવવા માંગે છે.
રાજ્યકક્ષાના પ્રધાન પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીના જન્મદિવસ 6 જુલાઈ 2026ના કાર્યક્રમ હતો ત્યારે વર્ષ-2027 વિધાનસભા ચૂંટણીમાં પરસોતમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીને ચૂંટણી લડાવી મંત્રી બનાવવાની માગ કરી છે.
અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ ભાજપને ચીમકી આપી છે. વર્ષ-2027 વિધાનસભા ચૂંટણીમાં પરસોતમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીને ચૂંટણી લડાવી પ્રધાની બનાવવાની માગ કરી છે.
અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ જણાવ્યું કે, પરસોતમભાઈ સોલંકી કોળી સમાજના નેતા છે અને તેમણે સમાજમાં જાગૃતિ લાવ્યા છે. ભાજપ પાસે કોઈ વિકલ્પ નથી. એટલે ટિકિટ આપવી જ પડે.
યુવાન દિવ્યેશ સોલંકી રાજકારણમાં વર્ષોથી સક્રિય છે. કોળી સમાજની વસ્તી અઢી કરોડ છે. જેથી પક્ષને જે નિર્ણય લેવો હોય તે પરંતુ કોળી સમાજે મન બનાવી લીધું છે કે દિવ્યેશ સોલંકી ચૂંટણી લડશે. જેથી વર્ષ 2027 પછી કોળી સમાજ અને ઠાકોર સમાજના સારા દિવસો આવશે, જોકે ચૂંટણી લડવા અંગેનો અંતિમ નિર્ણય પરસોતમ – ભાઈનો રહેશે.
એક જ સૂર સાંભળવા મળે છે કે, દિવ્યેશભાઈ ક્યારે ચૂંટણી લડવાના છે? વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં દિવ્યેશભાઈ ચૂંટણી લડે અને ધારાસભ્ય બનીને મંત્રી પદ સુધી પહોંચે. તેઓ દિલથી લોકો વચ્ચે કામ કરે છે.
ભાજપ ટિકિટ આપે તો સૌરાષ્ટ્રની કોઈપણ કોળી બહુમતી મતદારો ધરાવતી બેઠક પરથી દિવ્યેશભાઈની જીત નિશ્ચિત છે. તેમના માટે ચૂંટણી જીતવી કોઈ મોટી વાત નથી. યુવાનોની એક મજબૂત ટીમ છે. ભાજપએ આ બાબતની નોંધ લેવી જ પડશે, કે દિવ્યેશભાઈ વર્ષ-2027માં ચૂંટણી લડશે અને મંત્રી બનશે.
તેમને ટિકિટ ન આપવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. ભાજપ ટિકિટ આપે કે ન આપે, દિવ્યેશભાઈ તો વર્ષ-2027ની ચૂંટણી લડશે જ અને જીતીને મંત્રી બનશે.
દિવ્યેશ સોલંકી કહ્યું
દિવ્યેશ સોલંકીએ કહ્યું હતું કે, ‘હું આ બાબતે કંઈ નહીં કહી શકું. આગામી દિવસોમાં મારા પિતા જે આદેશ કરશે તે રીતે કરીશું. સમાજ જે કહેશે તે રીતે કરીશું.’
પરસોતમ સોલંકીએ કહ્યું
પરસોતમભાઈએ 2022ની ચૂંટણીમાં કહ્યું હતું કે, મારો દીકરો દિવ્યેશ હજુ નાનો છે. હજુ પાંચ વર્ષ જવા દો પછી દિવ્યેશ 110 ટકા ઉભો રહેશે. મારો દીકરો હિરેન છે હજુ બાળક બુદ્ધિમાં છે એને મેં દુઃખ લેવા દીધું નથી. એને મેં રાજી રાખ્યો છે કે તું શીખ બેટા અને તું ફર. તને ખબર પડે દુનિયા શું છે?તારા પપ્પાએ ખૂબ દુઃખ સહન કર્યા છે. તમારા પર આવા દુઃખ આવે ને એ હું સહન નહીં કરી શકું. હું જીવું છું ત્યાં સુધી બધું સમજી લ્યો, શીખી લ્યો અને કરી લ્યો. પછી દિવસો આવે શું આવે હું જીવું ત્યાં સુધી શું થાય એની ખબર પણ નહીં પડે.
બધા ગાંધીનગરમાં 12 કલાક બેસી ડ્યુટી કરે. હું એ માણસ છું કે મને આવું બધું ના ફાવે, મને આ લાલાપાપી આવડતી નથી. મેં દાદાગીરી કરેલી અને હું વટથી જીવું છું. હું કોઈ દિવસ કોઈને કંઈ કહેતો નથી. મારે જેમ રહેવું હોય એમ રહું પછી મને મંત્રી બનાવે કે ન બનાવે તો કંઈ નહીં.
દિવ્યેશ સોલંકી દ્વારા પરવાનગી આપવામાં આવ્યા બાદ ભાવનગર ખાતે યોજાયેલી ‘ન્યાય સભા’ અને તેના પછીના રાજકીય સમીકરણો ભારે વિવાદમાં રહ્યા હતા.
ચૂંટણીમાં ટિકિટની માંગ અને ખુલ્લેઆમ રાજકીય દબાણ કરી રહ્યાં છે.
સોલંકી પરિવાર ત્રીજી પેઢીથી સમાજ સેવામાં સક્રિય છે. દિવ્યેશ સોલંકીના પ્રવેશથી ગુજરાતના રાજકારણમાં કોળી સમાજના મતબેંક અને વર્ચસ્વને લઈને અવારનવાર વિશ્લેષણો અને વિવાદો થતા રહે છે.
દિવ્યેશ સોલંકી સાથે જોડાયેલો મુખ્ય વિવાદ 1 એપ્રિલ 2024ના રોજ ભાવનગરમાં તેમની કાર પર પથ્થરમારાની ઘટના બની હતી. આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
ભાવનગર કોળી સેના પ્રમુખ દિવ્યેશ સોલંકી 200થી વધુ કારના કાફલા સાથે નવનીતભાઈ બાલધીયાને ન્યાય અપાવવા માટે બગદાણા ગયા હતા.
પરષોત્તમ સોલંકીએ સિમર ગામે સંમેલનમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે સમાજ માટે જરૂર પડશે તો તેઓ ધોકા પણ ઉપાડશે. આ નિવેદનને લોકશાહી ઢબે અયોગ્ય ગણાવી આહીર સેનાના આગેવાનોએ આકરા પ્રહારો કર્યા હતા.
સતત ધારાસભ્ય અને પ્રધાન
10મીથી 15મી વિધાનસભામાં સતત ધારાસભ્ય રહ્યા. ગુજરાતના સૌથી લાંબી મુદતના મંત્રી છે. 6830 દિવસ સુધી મંત્રીપદ સંભાળી ચૂક્યા છે. આમ તેઓ લગભગ 20 વર્ષ સુધી મંત્રી પદે રહ્યા છે.
મુખ્ય મંત્રી બદલાયા અને મંત્રીમંડળમાં અનેક ફેરફારો થયા છતાં પરસોત્તમ ભાજપ સરકારમાં સતત મંત્રી તરીકે રહ્યા છે.
કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, આનંદીબહેન પટેલ, વિજય રૂપાણી, ભૂપેન્દ્ર પટેલની સરકારની કૅબિનેટમાં પરસોત્તમ સોલંકીને સ્થાન મળ્યું.
અનેક મુખ્યમંત્રી બદલાય પરંતુ સોલંકીનું મંત્રીમંડળમાં નામ હોય છે. તેમની ટિકિટ પાર્ટી ક્યારે પણ કાપતી નથી. ક્યારેય પક્ષે ટીકીટ કે મંત્રી પદ કાપ્યું નથી.
1998માં પહેલીવાર ઘોઘા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા. વર્ષ 1998માં તેઓ ઘોઘા બેઠક પરથી પ્રથમવાર ધારાસભ્ય બન્યા.
ત્યારબાદ 2002, 2007, 2012 અને 2017માં પણ ચૂંટાયા હતા. જોકે, સીમાંકન બાદ ઘોઘા બેઠક ભાવનગર ગ્રામ્યમાં ભળી હતી. જેથી બેઠક બદલાતા વર્ષ 2012, 2017 અને 2022માં પરસોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્યમાંથી ચૂંટણી જીતતા છઠ્ઠી વખત ધારાસભ્ય બન્યા હતા.
પ્રધાન
પરસોત્તમ સોલંકી પ્રથમ વખત 13 માર્ચ, 1998માં કેશુભાઈ પટેલની સરકારમાં શ્રમ અને રોજગાર નાયબ બન્યા હતા.
1999માં સામાજિક પછાત વર્ગ કલ્યાણ વિભાગ આવ્યો હતો. તે 2001 સુધી રહ્યો હતો.
2001માં નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા હતા. તેમને મત્સ્ય ઉદ્યોગ મંત્રાલય મળ્યું હતું.
2012ની વિધાનસભામાં શ્રમ અને રોજગાર વિભાગ મળ્યા બાદ 2014 માં તે જ સરકારના તેમનું ખાતું રહ્યું હતું.
2019માં ફરી પશુપાલન અને મત્સ્યઉદ્યોગ વિભાગ આપી મંત્રી બનાવ્યા હતા.
2022માં પણ તેઓ માછલા પ્રધાન બની રહ્યાં.
20 વર્ષ પ્રધાન
કેશુભાઈના પટેલના મંત્રી મંડળમાં તે 1998-2001માં 1313 દિવસ,
નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં પહેલા મંત્રીમંડળમાં 432 દિવસ, બીજા મંત્રીમંડળમાં 876, ત્રીજા મંત્રી મંડળમાં 1828 દિવસ મંત્રી રહ્યા.
2012થી 2014 સુધી 512 દિવસ મંત્રીમંડળમાં રહ્યા હતા.
આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણીનો કાર્યકાળ મળીને કુલ 6830 દિવસ સુધી મંત્રીપદ સંભાળી ચૂક્યા છે. આમ તેઓ લગભગ 20 વર્ષ સુધી મંત્રી પદે રહ્યા છે.
ભાવનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય પરષોત્તમ સોંલકીની અને અમરેલીની રાજુલા જાફરાબાદ બેઠક ઉપરના ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીની.
ભૂતકાળ
વતન
તેમનું મૂળ વતન ઉનાના નવા બંદર છે. તેઓ મુંબઈની અંધેરીના મોગરાપાડાની ચાલીમાં રહેતા હતા. તેમના પિતા ઓધવજીભાઈનું ખૂન થયું હતું. પરષોત્તમભાઈ સોલંકીના પિતાનું નામ ઓધવજીભાઈ રામજીભાઈ સોલંકી છે. જ્યારે તેમની માતાનું નામ મીરા મા છે.
બે દીકરા છે દિવ્યેશ અને હિરેન અને એક દીકરી છે.
પિતા
મોગરાપાડામાં ઔરંગઝેબ દાદાગીરી કરતો હતો. મોગરાપાડાને હેરાન કરી નાખ્યો હતો. એ વાત એમના પિતાથી સહન ન થતાં એટલે તેમણે નક્કી કર્યું કા તો જીવવું કા તો મરી જવું. માણસોને ભેગા કરી તેના પર હુમલો કર્યો અને એમાં ઔરંગઝેબનું મોત થઈ ગયું. તેમના પિતા 6 મહિના જેલમાં રહ્યા અને અદાલતમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
પિતાની સાઇકલની દુકાન હતી. તેમની હત્યા કરી દેવામાં આવી.
કેસેટની દુકાન
પિતાના અવસાન પછી કેસેટ-ઓડિયોનો ધંધો શરૂ કર્યો. મીરા વીડિયો નામે એક દુકાન ખોલી કેસેટ-ઓડિયોનો ધંધો કર્યો હતો.
પરષોત્તમ સોલંકીનો જન્મ 23 મે 1961ના રોજ મુંબઈમાં થયો હતો.
રમખાણો
પરષોત્તમભાઈ સોલંકી 1992-1993ના મુંબઈ રમખાણોમાં સક્રિય હિન્દુત્વવાદી અને મુખ્ય સૂત્રધાર હતા.
શ્રીકૃષ્ણ કમિશન દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવી હતી.
મહારાષ્ટ્રમાં શ્રી કૃષ્ણ કમિશનનો રિપોર્ટ આવ્યા બાદ ત્યાંની પરિસ્થિતિ જોતાં તેમને લાગ્યું કે તેમને કર્મક્ષેત્ર બદલવું પડશે, તેથી તેઓ ભાવનગર આવ્યા હતા.
પોલીસે ખૂબ માર્યા હતા. ત્રણ વર્ષ નાસિકની જેલમાં રહ્યા. મોગરો છોડ્યો. પિતાની હત્યા પછી એકલા પડી ગયા હતા. તેમના પર અત્યાચારો કર્યા. રમેશ દુબે ત્યાંના ધારાસભ્ય હતા. તેમને હતું કે, પુરુષોત્તમ સોલંકી હવે ધારાસભ્ય બની જશે. મિડિયા રોપોર્ટની તમામ વિગતો છે.
TADA (ટેરરિસ્ટ એન્ડ ડિસ્પ્રપ્ટિવ એક્ટિવિટીઝ એક્ટ)નો ગુનો નોંધ્યો.
MISA(મેઇન્ટેનન્સ ઓફ ઇન્ટર્નલ સિક્યોરિટી)નો ગુનો દાખલ કર્યો.
ત્રણ વર્ષ નાસિક જેલમાં રાખ્યા હતા.
શિવસેનાએ તેની સાથે આવી જવા કહ્યું હતું. તે જોડાયા નહીં. અપક્ષમાંથી લડ્યા અને જીત્યા.
ભાઈ’ તરીકે ઓળખાયા હતા.
વખતના પક્ષો તેમને ટિકિટ આપવા તૈયાર ન હતા, ત્યારે તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા હતા.
સોલંકી સૌથી આક્રમક હિન્દુત્વવાદી હતો પરંતુ તે સમયે પરષોત્તમ સોલંકી ગુજરાત સરકારમાં પ્રધાન હતા.
1995માં ટાડામાંથી પરસોત્તમ સોલંકી અને તેમના ભાઈઓ હીરાભાઈ સોલંકી મુક્ત થયા.
રાણા ભાજપમાં લાવ્યા
પૂર્વ સાંસદ અને ગુજરાત ભાજપના પૂર્વ પ્રમુખ રાજુભાઈ રાણા સામે 1996ની લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર હતા. ‘પાવડો’ના નિશાન સાથે મુંબઈયા સ્ટાઈલમાં ચૂંટણી લડ્યા હતા.
7,500 મત ઓછા મળ્યા હતા.
1996માં અપક્ષમાંથી ભાવનગર સીટ પરથી લોકસભા ચૂંટણી લડ્યા બાદ 1997માં ભાજપના તત્કાલીન પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ તેમને ભાજપમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું અને તેમનો ભાજપ પ્રવેશ થયો. ત્યાર બાદ તેઓ 1998માં પહેલીવાર ઘોઘા સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા.
પરસોત્તમ સોલંકી મુંબઈથી ભાવનગર આવ્યા ત્યારે ગોહિલવાડ વિસ્તારમાં ચોક્કસ લોકોની દાદાગીરી હતી, તેની સામે કોળી સમાજને રક્ષણ પૂરું પાડવાનું કામ પરસોત્તમ સોલંકીએ કર્યું હતું.
ભાજપની મજબૂરી બની ગયા
ભાજપે પરસોત્તમ અને હીરા સોલંકીનો વિકલ્પ શોધવાનો પ્રયત્નો કર્યો તો ખરો પરંતુ આ નેતાઓ જેવી લોકપ્રિયતા કોઈ હાંસલ કરી શક્યું નથી.
પરસોત્તમ સોલંકી મૅનેજમૅન્ટના માણસ છે.
ભૂતકાળનું બૅકગ્રાઉન્ડ માફિયાગીરી અને તેમની છાપ ‘મસલમૅન’ તરીકેની રહી છે.
તેઓ બીમાર છે. તેઓ મંત્રીમંડળમાં કામ કરી શકે તેવી પરિસ્થિતિમાં ન હોવા છતાં, તેઓ પોતે સતત મંત્રી તરીકે રહેવા ઈચ્છે છે.
ભાજપ પરસોત્તમ સોલંકીને નારાજ કરવા માંગતી નથી. ભાજપ સામે જોખમ બની શકે છે. તે ભાજપની મજબૂરી છે.
નરેન્દ્ર મોદીએ જ્યારે તેમને એક વાર પડતા મૂકવાની કોશિશ કરી હતી, ત્યારે તેમણે તે પછીના એક મંચ પર મોદી સાથે હાથ મિલાવ્યો હતો; તે ઘટના એક આગવી છાપ છોડે છે.
ભાજપ તેવી હિંમત કરી શકતો નથી.
પરસોત્તમ સોલંકીને કુલ 1,16,034 મત મળ્યા હતા, જે બેઠકના કુલ મતોના 63.61% જેટલા હતા.
કૉંગ્રેસના ઉમેદવાર ગોહિલ રેવતસિંહ બટુકભાઈએ 42,550 મત મેળવ્યા હતા.
આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોહિલ ખુમાનસિંહ નટુભાઈએ બેઠક પર 17,236 મત મેળવ્યા હતા.
હું મર્દ જેમ રહેલો છું અને હું મર્દ જેમ રહીશ. તેઓ વારંવાર કહે છે કે, નરેન્દ્ર મોદી અને મારામાં જમીન-આસમાનનો ફરક છે.
તેમનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવા ઘણા પ્રયત્નો થયા છે.
મચ્છી ચિકન મટન ખાય છે.
2004માં નરેન્દ્ર મોદી સામેના બળવામાં પરસોત્તમ સોલંકી કેશુભાઈ પટેલની છાવણીમાં હતા અને તેમણે નરેન્દ્ર મોદી વિશે ‘આકરા શબ્દો’ કહ્યા હતા.
તેઓ મુખ્ય પ્રધાન બનવા માંગતા નથી.
તબિયત ખરાબ છે તેમ છતાં સરકાર તેમને મંત્રી મંડળમાં સામેલ ન કરવાનું જોખમ લઈ શકતી નથી. તે તેમનું પ્રભુત્વ દર્શાવે છે.
ભાવનગરનાં સાંસદ નીમુબહેન પરસોત્તમ સોલંકીના એક કાર્યક્રમમાં નહોતાં ગયાં અને તેમણે નારાજગી વ્યક્ત કરી હતી, ત્યારે ભાજપે નિમુબહેન પર ફરજ પાડી હતી અને તેમને મુંબઈ ખાતે પરસોત્તમભાઈના નિવાસસ્થાને સંબંધો સુધારવા જવા કહ્યું હતું.
કોળી બેઠકો
સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તાર કોળી સમાજનો છે.
ભાવનગર સહિત સૌરાષ્ટ્રની 33 બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે અને હંમેશા ચૂંટણીમાં કોળી સમાજનું મતદાન બાજી પલટાવવામાં અગ્રેસર રહ્યો છે.
પૂર્વ મુખ્યપ્રધાન મોદીના સમયમાં પરસોત્તમભાઈ સોલંકીને 33 બેઠકોની જવાબદારી આપેલી અને 33 બેઠકો મેળવી હતી. તેથી ભાજપ રાજ્ય સરકારમાં સત્તા બનાવવામાં સફળ થયેલી છે.
ગુજરાતમાં કોળી સમાજ 20-22 ટકા જેટલી વસ્તી ધરાવે છે પણ હજુ સુધી કોઈ મુખ્ય મંત્રી આ સમાજમાં નથી. સૌરાષ્ટ્રમાં રાજકોટ અને જામનગર જેવા શહેરી મતવિસ્તારોને બાદ કરતાં, કોળી સમાજના મત સમગ્ર સૌરાષ્ટ્રની 47 બેઠકો પર અસર કરે છે. સૌરાષ્ટ્રની 27થી 28 બેઠકો પર કોળી સમાજનું વર્ચસ્વ છે. કોળી સમાજના કદાવર નેતા તરીકે પરસોત્તમ સોલંકીને મંત્રી તરીકે રિપીટ કરાયા છે.
વર્ષ 2012માં 34 બેઠક પર તેમનો પ્રભાવ અને કોળી સમાજના વધુ મતદાર હોવાથી કોઈ પણ ધારાસભ્યને પરસોત્તમભાઈને કહેવું પડે છે. 2022ની પગલે પણ ભાવનગર પશ્ચિમના ભાજપના ઉમેદવાર જિતુ વાઘાણી સહિતના નેતાઓ આશીર્વાદ લેવા ગયા હતા.
વર્ષો સુધી કોળી સમાજનું નેતૃત્વ કુંવરજી બાવળિયા પાસે હતું અને કૉંગ્રેસે તે જાળવી રાખ્યું હતું. જેને ભાજપમાં સોલંકીના હરીફ તરીકે લાવવામાં આવ્યા પણ તેઓ કાઠુ કાઢી શક્યા નથી.
કોળી મતદારોની 40 બેઠકો પર કોળી સમાજનું પ્રભુત્વ છે પણ 33 બેઠક તો એવી છે જ્યાં કોળી મતદારો જ નિર્ણાયક સાબિત થાય છે. ધોળકા, ધંધૂકા, વિરમગામ (અમદાવાદ), રાજુલા, લાઠી, ધારી (અમરેલી), બોટાદ, પાલિતાણા, તળાજા, ભાવનગર ગ્રામ્ય ( ભાવનગર), અંકલેશ્વર, જંબુસર (ભરૂચ), વિસાવદર, કેશોદ, ઉના, માંગરોળ, તાલાળા (જૂનાગઢ), કડી (મહેસાણા), જલાલપોર, ગણદેવી, ચિખલી (નવસારી), વાંકાનેર, જસદણ, મોરબી (રાજકોટ), લીંબડી, ચોટીલા, વઢવાણ (સુરેન્દ્રનગર), ચોર્યાશી, કામરેજ, ઓલપાડ (સુરત), છોટાઉદેપુર, પાવી-જેતપુર (છોટાઉદેપુર) અને વલસાડ જિલ્લાની વલસાડ બેઠક.
ભાવનગર, અમરેલી અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કોળી પ્રભુત્વવાળા વિસ્તારોના મતદારોમાં પરસોત્તમ સોલંકીનું પ્રભુત્વ છે. દરેક ચૂંટણીમાં પરસોત્તમ સોલંકી વિજેતા રહ્યા છે.
કૌભાંડ
2009માં સોલંકીએ રાજ્યભરના 58 જળાશયોમાં માછીમારી માટે હરાજી વગર કોન્ટ્રાક્ટ આપ્યા હતા. 40 કરોડની ચુકવણી કર્યા પછી જ કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવ્યા હતા. ગુજરાત સરકારને રૂ. 400 કરોડનું નુકસાન થયું હતું.
ઇશાક મારડિયાએ ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ ફરિયાદ કરી હતી. મોદીએ બે વાર કેસ ચલાવવાની અરજી ફગાવી દીધી. ગુજરાતના રાજ્યપાલ કમલા બેનીવાલે સોલંકી પર કેસ ચલાવવા 26 જુલાઈ 2012ના રોજ મોદી સરકારના નિર્ણયને રદ કર્યો અને પરસોતમ પર કેસ ચલાવવા મંજૂરી આપી હતી.
વિરોધ પક્ષના નેતા અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કૌભાંડમાં નરેન્દ્ર મોદીની ભૂમિકાનો આરોપ લગાવ્યો હતો. નૈતિક ધોરણે મોદીના રાજીનામાની પણ માંગ કરી હતી. રૂ. 400 કરોડનું કૌભાંડ ‘મુખ્ય પ્રધાન મોદીની સંપૂર્ણ જાણકારી’ સાથે કરવામાં આવ્યું હતું. તેમણે, નૈતિક જવાબદારી સ્વીકારીને, પદ છોડી દેવું જોઈએ.
વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં તે સમયના ઊર્જા પ્રધાન સૌરભ પટેલે સોંલકી સાથેના અણબનાવને કારણે બોટાદની પોતાની બેઠક બદલવાની ફરજ પડી હતી. વડોદરાના આકોટામાં ચૂંટણી લડવી પડી હતી.
12 હજાર દીકરીઓના સમૂહ લગ્ન કરાવી ચુક્યા છે.

ગુજરાતી
English