[:gj]દૂધસાગર અમૂલ ડેરીના 900 ટન ઘીમાં ભેળસેળ[:]

[:gj]દૂધસાગર અમૂલ ડેરીના 900 ટન ઘીમાં ભેળસેળ

રાજસ્થાનથી મહેસાણા ડેરીમાં લવાતાં અમુલ ઘીમાં ભેળસેળનું કૌભાંડ ઝડપાયું
22, જુલાઈ 2020

રાજસ્થાનથી મહેસાણા દૂધસાગર ડેરીમાં લાવવામાં આવી રહેલા ઘીમાં પામ ઓઇલ મિક્સ કરી અમુલ બ્રાન્ડ સાથે કૌભાંડ કરવાનો કારસો પકડાઈ ગયો હતો. જેને લઈને અમૂલે રાજસ્થાનથી આ કોન્ટ્રાક્ટર દ્વારા આવેલા તમામ જથ્થા જેની કિંમત રૂ.૪૦ કરોડ જેટલી થાય છે તે ઘીનો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો હતો.દૂધસાગર અને દૂધમોતીસાગર બ્રાન્ડના ઘીમાં ભેળસેળ કરવામાં આવી હોવાના કારણે ભેળસેળ યુક્ત ૬૦૦ મેટ્રિક ટન ઘીનો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો હતો. આમ મહેસાણા દૂધ સંઘ ખાતે પેક કરેલો જથ્થો ડીસ્પેચ થતો અટકાવ્યો હતો.અમૂલના સ્ડ્ઢ સોઢીએ મહેસાણા ડેરીને પત્ર લખી કરી જાણ કરતા આ ડેરીઓએ અમૂલ અને સાગરની શાખ ન જોખમાય તે માટે જથ્થો અટકાવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.આ અંગે મહેસાણા દૂધસાગર ડેરીના ડાયરેક્ટર અશોકભાઈ ચૌધરીએ કહ્યું હતું કે, રાજસ્થાનથી મહેસાણા ડેરીમાં લવાઈ રહેલા ઘીમાં રાજસ્થાનના કોન્ટ્રાક્ટર દ્વારા પામ ઓઇલ મિક્સ કરીને ભેળસેળ કરવાનું બહાર આવતા જ અમુલની બ્રાન્ડમાં આવા આરોગ્ય સાથે ચેડાં કરનાર દોષિત સામે પગલાં ભરવામાં આવશે. દરમિયાનમાં મહેસાણા ડેરીના વાઇસ ચેરમેને ડેરીની ચૂંટણીને અનલક્ષીને આ કૌભાંડને વિરોધીઓનું કારસ્તાન ગણાવ્યું હતું.

ઘી કૌભાંડમાં મહેસાણાની દૂધ સાગર ડેરીમાં વહીવટદારની નિમણૂંક કરાઇ
08-09-2020

મહેસાણામાં આવેલી જગવિખ્યાત દૂધ સાગર ડેરીમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે.સાગર ઘીમાં ભેળસેળ મામલે 40 કરોડનું નુકસાન પહોંચતા નિયામક મંડળને રાજ્ય સરકારે બરખાસ્ત કરી દીધું છે.અને વહીવટદાર તરીકે વાય.એ.બલોચની નિમણૂક કરી છે.

મહેસાણા દૂધસાગર ડેરીમાં પુના અને હરિયાણાથી મંગાવવામાં આવતા ઘીના ટેન્કરમાં અશુદ્ધ ઘીની ભેળસેળ કરી આર્થિક ફાયદા મેળવવામાં આવતો હતો.ડેરી અને ફેડરેશનના નામને હાની પહોંચાડવાની સાથે ગ્રાહકો સાથે વિશ્વાસઘાત કરાતો હોવાની મહેસાણા બી.ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર, વાઈસ ચેરમેન મોંઘજી ચૌધરી, મેનેજિંગ ડિરેક્ટર નિશિથ બક્ષી, લેબોરેટરી હેડ અને ટેન્કરનો કોન્ટ્રાક્ટ જેની પાસે છે તે ટ્રાન્સપોર્ટર સામે હાલ તપાસ ચાલી રહી છે.

16% પામ ઓઈલ મિક્સ હોવાનો રિપોર્ટ છે. તથા સીટ દ્વારા આ મામલે FSLની મદદ માગવામાં આવી છે. હરિયાણાના પુન્હા ખાતે ઘી બનાવવાનો પ્લાન્ટ હતો.

મહેસાણા દૂધ સંઘના પેકેજિંગનું 600 ટન ઘી ફેડરેશને અટકાવ્યું
જયપુરથી આવતા ટેન્કરમાં ભેળસેળ ઝડપાઈ હતી બોર્ડ બેઠકમાં જવાબદારો સામે પગલાં લેવા નિર્ણય

દૂધસાગર ડેરીમાં ઘી ભેળસેળ મામલે 25 થી વધુ કર્મચારીઓની બદલી કરાઈ

મહેસાણા રાજસ્થાનના જયપુરથી મહેસાણા દૂધસાગર ડેરીએ આવતા ઘીના ટેન્કરમાં રસ્તાની એક હોટલ આગળ ભેળસેળ કરતાં ત્યાની પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી.જેના પગલે ફેડરેશન દ્વારા મહેસાણા દૂધ સંઘમાં પેકિંગ થતાં ઘીનું આંણદ લેબમાં પરીક્ષણ કરતાં 600 મેટ્રીક ટન ઘી ભેળસેળયુક્ત હોવાનું માલૂમ પડ્યું હતું. જેના પગલે મહેસાણા દૂધ સંઘથી પેકેજિંગ થઇ આવેલા રૂ. 40 કરોડના જથ્થાને ડિસ્પેચ રોકવાનો ફેડરેશન દ્વારા નિર્ણય કરીને મહેસાણા દૂધસંઘના ચેરમેનને લેખિતમાં ધ્યાન દોરવામાં આવ્યુ હતું. જોકે મહેસાણા દૂધસાગર ડેરી સંઘ દ્વારા ફુડ એન્ડ ડ્રગ્સ સહિત ત્રણ સરકાર માન્ય લેબ મારફતે આ પેકેજિંગના કરાયેલ સેમ્પલ પરીક્ષણમાં પાસ થયાં છે અને આ અંગે ફેડરેશનને જાણ કરીને ઘીનું ડિસ્પેચ ત્રણ દિવસમાં ચાલુ થયેલાનું મહેસાણા સંઘના વાઇસચેરમેન કહ્યું હતું, જ્યારે જયપુર ઘી ટેન્કર પ્રકરણમાં જે જવાબદાર સામે પગલા લેવા સોમવારે મળેલ બોર્ડ બેઠકમાં ઠરાવ કરી જવાબદારો સામે પગલા લેવા 4 ડિરેક્ટરે જિલ્લા અને રાજ્ય રજીસ્ટ્રારને લેખિત આપ્યુ હતું.

દૂધસાગર ડેરીમાં ભેળસેળવાળા ઘી મામલે ચેરમેન અને MD સહિત 5 સામે ફરિયાદ દાખલ થઈ
05 Aug, 2020

મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીમાં બનાવવામાં આવતા ઘીમાં ભેળસેળ થતી હોવા મામલે હવે મહેસાણાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. આ સમગ્ર મામલે ડેરીના સત્તાધીશો અને ડેરીનું વહીવટી તંત્ર આમને સામને આવી ગયું છે.

રિપોર્ટ અનુસાર 24 જૂલાઇના રોજ શુક્રવારે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મહેસાણા બી ડિવિઝન પોલીસને સાથે રાખીને દૂધસાગર ડેરીના ઘીના બે ટેન્કરને જપ્ત કરવામાં આવ્યા હતા અને બંને ટેન્કરોમાં રહેલા ઘીના નમૂના લઇને તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા. દૂધ સાગર ડેરીના ટેન્કરમાંથી ભેળસેળવાળું ઘી પકડાયુ હોવા બાબતે હવે ફેડરેશન દ્વારા સમગ્ર મામલે ડેરીના સત્તાધીશોને નોટિસ પાઠવવામાં આવી છે અને સમગ્ર મામલે તપાસ કરી જવાબદાર લોકોની સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ સમગ્ર મામલે મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દૂધસાગર ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન, MD, લેબ હેડ અને ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર સહિત 5 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા વાઇસ ચેરમેન અને MDની પૂછપરછ કરવામાં આવી રહી છે.

હાલ રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે જે લોકો સામે ફરિયાદ દાખલ થઇ છે. તે લોકોના વડનગર કોવિડ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કર્યા બાદ તેમની અટકાયત કરવામાં આવશે. દૂધસાગર ડેરીમાં ભેળસેળવાળા ઘી મામલે તટસ્થ તાપસ થાય તે માટે DySPની અધ્યક્ષતામાં 5 સભ્યોની ટીમ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

ભેળસેળવાળા ઘીના સમગ્ર પ્રકરણમાં રાજ્ય સહકારી રજીસ્ટ્રારે ડેરીના નિયામક મંડળને પત્ર લખીને MDને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવા આદેશ કર્યા છે. 24 જુલાઇના રોજ પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જે દૂધ સાગર ડેરીના ઘીના બે ટેન્કરો પકડવામાં આવ્યા હતા હાલ તે બંને ટેન્કરને પોલીસ હેડ ક્વાર્ટરમાં રાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દૂધસાગર ડેરી દ્વારા બનાવવામાં આવેલા 620 મેટ્રિક ટન ઘીમાં પામ ઓઇલની ભેળસેળ કરવામાં આવી હતી. દૂધસાગર ડેરી દ્વારા કરવામાં આવેલા 118 બેચમાં 16% પામે ઓઇલ ભેળવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યુ હતું અને વધુ 522 મેટ્રિક ટન ઘી ડેરીના ગોડાઉનમાં છે તેના પણ નમૂના લઇને તપાસ કરવામાં આવી રહી છે. જો આ ઘીમાં પણ ભેળસેળ કરવામાં આવી હશે તો ડેરીમાં ઘીને પાછું મોકલી દેવામાં આવશે અને નુકસાનીનો ચાર્જ વસૂલવામાં આવશે. સમગ્ર મામલે ડેરીના મેનેજિંગ ડિરેક્ટર નિશિત બક્ષીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ઘી સપ્લાય રાબેતા મુજબ ચાલુ છે
જોકે આ અંગે મહેસાણા દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન મોગજીભાઇ ચૌધરીએ કહ્યુ કે, મહેસાણા દૂઘ સાગર ડેરી સંકુલમાં ઘીના ફેડરેશને મેળવેલા સેમ્પલ તેમની આંણદ લેબમાં ચકાસણી કરી ભેળસેળ હોવાનો ગોળગોળ રીપોર્ટ આપ્યો હતો. બીજા દિવસે મહેસાણા ડેરીએ સરકારના ફુડ એન્ડ ડ્રગ્સ, સરકાર માન્ય બે લેબોરેટરીમાં આ જ બેચમાંથી સેમ્પલ ચકાસણીમાં ઘી પાસ રીપોર્ટ આવેલ છે. આ અંગે અમે ફેડરેશનને જાણ કરી છે. ઘી સપ્લાય રાબેતા મુજબ ચાલુ છે.

ચૂંટણી ટાણે ડેરીને નુકસાનનો પ્રયાસ
દૂધસાગર ડેરીના વાઇસચેરમેન મોઘજીભાઇ ચૌધરીએ કહ્યુ કે, ડેરીની ચૂંટણીનું વર્ષ હોઇ વિરોધીઓ ફેડરેશના ઓથા હેઠળ નુકશાન પહોચાડવાના કાવતરા કરે છે.કોઇ ગ્રાહકને નુકશાન થવા દેવાશે નહી.

મહેસાણાની પ્રખ્યાત દૂધસાગર ડેરીના ઘીમાં ભેળવામાં આવતું હતું આ ખતરનાક લિક્વિડ
8 August 20

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. હમણાં બે-ત્રણ દિવસ પહેલાં જ મહેસાણામાં આવેલ દૂધસાગર ડેરીમાં ઘી માં કરવામાં આવતી ભેળસેળને લઈને ખુબ જ મોટાં વિવાદમાં આવી રહી છે.હાલમાં ચાલી રહેલ ઘી મામલે વહીવટીતંત્ર તેમજ ડેરીનાં સત્તાધીશો પણ આમને-સામને આવી ગયાં છે.

ગત 24 જુલાઇ એટલે કે શુક્રવારનાં રોજ ‘ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ’ તથા B – ડીવીઝન પોલીસે સંયુક્ત ઓપરેશન પણ હાથ ધરીને દૂધસાગર ડેરીનાં ઘીનાં કુલ 2 ટેન્કર જપ્ત કરી, એમાંથી ઘીનાં નમૂના લઈને લેબોરેટરીમાં પરિક્ષણ માટે મોકલતાં આગામી દિવસોમાં જ આ મામલે સહકારી રાજકારણ પણ ગરમાઈ ગયું છે.હવે, મહેસાણા દૂધ સાગર ડેરીનાં ઘીમાં ભેળસેળની બાબતે મહેસાણાની B – ડિવિઝન પોલીસ મથકમાં એક ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.

દૂધસાગર ડેરીનાં ચેરમેન, વાઇસ ચેરમેન, MD, લેબ હેડ, તેમજ ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર સહિત કુલ 5 લોકોની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઇ હતી. વાઇસ ચેરમેન તથા MDની પણ પોલીસે હસ્તગત કરીને પૂછપરછ કરવામાં આવી હતી. વિસનગર dysp ની અધ્યક્ષતામાં કુલ 5 સભ્યોની સીટની ટીમને આ મામલે તપાસ કરવામાં મુકવામાં આવી છે.

મોડી રાત્રે નોધાયેલ ફરિયાદ પછી જ આ કાર્યવાહીને હાથ ધરવામાં આવી છે. મહેસાણામાં આવેલ દૂધ સાગર ડેરીનાં ઘીમાં ભેળસેળનો મુદ્દે હવે જોરદારનો ખુલાસો પણ થયો છે. ઘીમાં ‘A.C. કેમ’ નામનું ઓઈલ ભેળવતાં હોવાનો ખુલાસો પણ થયો છે. ઘીની તપાસને માટે JC મશીનને વસાવવા માટે ફેડરેશનની સૂચના પણ આપી દેવામાં આવી છે.

ભેળસેળવાળું ઘી હરિયાણામાં આવેલ પુનહામાં પરવાનગી વિના જ બનાવવામાં આવતું હતું. આ મશીનથી ઘીમાં થતી ભેળસેળને પકડી શકાય છે, પણ ફેડરેશનની સૂચનાની અવગણના કરીને કુલ 2 વર્ષથી ડેરીએ આ મશીન વસાવ્યું ન હતું. ઘીમાં ભેળસેળ પકડાતાંનાં કુલ 2 મહિના અગાઉ જ પ્લાન્ટને તાત્કાલિક બંધ પણ કરી દેવામાં આવ્યો હતો.

આ સમગ્ર કેસમાં ડેરીનાં વાઇસ ચેરમેન મોઘજીભાઈ ચૌધરી, MD નિશિથ બક્ષી તેમજ લેબોરેટરી હેડ સુધીની ધરપકડ પણ થઈ ચૂકી છે. દૂધસાગર ડેરીનાં ટેન્કરમાંથી ભેળસેળવાળું ઘી મળી આવ્યાં પછી ફેડરેશન દ્વારા ડેરીનાં સત્તાધીશોને નોટિસ પણ પાઠવી હતી તેમજ તપાસ કરીને જવાબદારોની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ પણ કર્યો હતો.

ત્યારપછી ભેળસેળવાળા ઘી કેસમાં રાજ્ય સહકારી રજિસ્ટ્રારે ડેરીનાં નિયામક મંડળને પત્ર લખીને MD ને ફરજમાંથી મોકુફ કરવા માટેનો પણ આદેશ કર્યો હતો. ગત 24 જુલાઇનાં રોજ ‘ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ’ તથા B – ડીવીઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડેરીનાં કુલ 2 ટેન્કર પકડીને પોલીસ હેડ ક્વાર્ટરમાં પણ મૂકી દીધા હતાં.

દૂધસાગર ડેરી ઘી માં ભેળસેળના મામલે ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન,MDની ડિફોલ્ટ જામીન રદ
November 12, 2020 ,મહેસાણા

મહેસાણા દૂધસાગર ડેરીના ભેળસેળ ઘી ના કેસમાં જેલમા બંધ મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજીભાઇ દેસાઇ અને એમડી નિશિથ બક્ષીએ ડિફોલ્ટ જામીન અરજી મૂકી હતી. જેમાં તપાસનીસ અધિકારીએ મહેસાણા કોર્ટમાં 4 નવેમ્બરે એટલે કે, 91મા દિવસે કોર્ટમા ચાર્જશીટ કરેલ છે અને નિયમ મુજબ 90 દિવસમા ચાર્જશીટ દાખલ કરવાની હોઇ ડિફોલ્ટ જામીન આપવા અરજીમા ઉલ્લેખ કર્યો હતો.જે અરજી મહેસાણા સ્પેશ્યલ એસીબી જજ એ.એન.કંસારા સમક્ષ ચાલતા કથિત આરોપીઓ વતી હાજર હાઇકોર્ટના સિનિયર કાઉન્સિલે પોલીસે 91મા દિવસે ચાર્જશીટ કરેલ હોઇ બંનેને ડિફોલ્ટ જામીન આપી શકાય.જે દિવસથી આરોપીની ધરપકડ થઇ તે દિવસથી 90 દિવસ ગણવા જોઇએ તેવી દલીલ કરી હતી.
જ્યારે સામેપક્ષે સ્પેશ્યલ સરકારી વકીલ વિજય બારોટે દલિલ સાથે ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના જજમેન્ટ રજૂ કર્યા હતા. જેમાં આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરાય તે દિવસથી 90 દિવસ ગણાય તેમજ સુપ્રિમ કોર્ટના તારણ મુજબ રિમાન્ડ આપ્યા હોય તે દિવસ ન ગણાય. બંને આરોપીઓની પોલીસે કોર્ટમા 90 દિવસે જ ચાર્જશીટ દાખલ કરી હોવાની દલીલ કરી હતી.જેને ધ્યાનમા રાખી કોર્ટે ડિફોલ્ટ બેલ અરજી રદ કરવા આદેશ કર્યો હતો.

14 કરોડના કૌભાંડમાં વાઇસ ચેરમેનની ધરપકડ, આશાબેન ઠાકોરને સેશન્સ કોર્ટે 1 દિવસના રિમાન્ડ આપ્યા

7 જુલાઈ 2021
દૂધસાગર ડેરીના ઘી ભેળસેળ કૌભાંડમાં પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોર 15 દિવસે જામીન ઉપર મુક્ત થયાં હતાં. પરંતુ, ગાંધીનગર સીઆઈડી ક્રાઈમે બોનસ પગાર કૌભાંડ મામલે પુન: ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આશાબેન ઠાકોરની ગત 22 જૂને વતન કહીપુરથી ધરપકડ કરાઇ હતી.દૂધસાગર ડેરી સંચાલિત હરિયાણાના પુન્હા સ્થિત પ્લાન્ટમાંથી ઘી ભરેલું ટેન્કર રાજસ્થાન માં પકડાયા બાદ તપાસમાં ઘી ભેળસેળયુક્ત હોવાનું બહાર આવ્યું હતું. ભેળસેળયુક્ત ઘીના જથ્થાનો નાશ કરવા ફેડરેશને જણાવ્યું હોવા છતાં ડેરીના સત્તાધીશો દ્વારા ઘીનો નાશ નહીં કરી ગંભીર પ્રકારનો ગુનો કરાયો હોવાનો આરોપ મૂકાયો હતો. આ મામલે ડેરીના તત્કાલીન ચેરમેન આશાબેન ઠાકોર, વાઈસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી, એમડી નિશીથ બક્ષી અને લેબ ટેકનિશિયન અલ્પેશ જૈન સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ વાઈસ ચેરમેન, એમડી, લેબ ટેકનિશિયનની ધરપકડ કરાયા બાદ હાઈકોર્ટમાંથી જામીન મેળવ્યા હતા. જ્યારે પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોરની ગત 22 જૂને ધરપકડ કરાઇ હતી. આ કેસમાં આશાબેન ઠાકોરે મહેસાણાની સ્પેશિયલ એસીબી કોર્ટમાં નિયમિત જામીન માટે અરજી મૂકતાં બચાવ પક્ષના વકીલ આર.એન. બારોટની દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશ એમ.ડી. પાન્ડેએ નિયમિત જામીન મંજૂર કર્યા હતા. જોકે, તુરંત ગાંધીનગર સીઆઈડી ક્રાઈમે બોનસ પગાર કૌભાંડ મામલે તેમની ધરપકડ કરી અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં રજૂ કર્યાં હતાં. જેમાં સ્પે. સરકારી વકીલ વિજયભાઈ બારોટની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આશાબેનની ધરપકડ બાદ પોલીસના સોગંદનામામાં ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. જેમાં ડેરીના કર્મચારીઓના નિવેદનમાં જણાવ્યું છે કે, આશાબેન ચેરમેનના સમય દરમિયાન કાયમી ચેરમેનની ઓફિસમાં બેસતાં ન હતાં અને ચેરમેનની ઓફિસની બાજુની ઓફિસમાં બેસતાં હતાં. જ્યારે કાયમી ચેરમેનની ઓફિસમાં વિપુલ ચૌધરી બેસતા હતા.

ઘીમાં ભેળસેળકેસમાં દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન, મેનેજજંગ ડાયરેકટરની અટકાયત
15 Aug 2020
મહેસા્ણાની વવખ્યાત િૂધસાગર ડેરીના ઘીમાં ભેળસેળ મામલે ડેરીના ચેરમેન,વાઇસ ચેરમેન, મેનેવજંગ દડરેક્ટર અને લેબોરે્ટરી હેડ તથા ટ્ાનસપો્ટ્શ કોનટ્ાક્ટર સામે પોલીસ ફદર્યાિ નોંધાતા સહકારી ક્ેત્રમાં ખળભળા્ટ મચી ગ્યો છે. પોલીસે આ પાંચ પૈકીમાંથી ત્ર્ણની અ્ટકા્યત કરી છે. આ ત્ર્ણે્યનો કોરોના દરપો્ટ્શ નેગેદ્ટવ આવ્યા બાિ વવવધવત ધરપકડ કરીને કો્ટ્શમાં રજૂ કરી દરમાનડ પર લેવાશે. બીજી બાજુ ડેરીના ચેરમેન અને ટ્ાનસપો્ટ્શ કોનટ્ાક્ટરની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગવતમાન ક્યા્શ છે

મહેસા્ણા વજલ્ા સહકારી રવજસટ્ાર કચેરીના સપે.વમલક ઓદડ્ટર શૈલેર્કુમાર નમ્શિાશંકર જોર્ીએ િૂધસાગર ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર, વાઇસ ચેરમેન મોઘજી િેસાઈ(પ્ટેલ), મેનેવજંગ દડરેક્ટર વનવશથ બક્ી, લેબોરે્ટરી હેડ અલપેશ જૈન, ટ્ાનસપો્ટ્શ કોનટ્ાક્ટર અને તપાસમાં જે ખલૂ તેની સામે બી દડવવઝન પોલીસ સ્ટેશનમાં ઘીમાં ભેળસેળ મામલે ફદર્યાિ નોંધાવી છે. જેને પગલે પોલીસે વાઇસ ચેરમેન મોઘજીભાઈ િેસાઈ(પ્ટેલ), મેનેવજંગ દડરેક્ટર વનવશથ બક્ી અને લેબોરે્ટરી હેડ અલપેશ જૈનની અ્ટકા્યત કરીને કોવવડ હોસસપ્ટલમાં મોકલી આપ્યા હતા. જ્યારે ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર અને ટ્ાનસપો્ટ્શ કોનટ્ાક્ટરની ધરપકડ કરવા અંગે પોલીસે તૈ્યારીઓ શરૂ કરી િીધી છે.

મહેસા્ણા વજલ્ા સહકારી રવજસટ્ાર કચેરીના સપે.વમલક ઓદડ્ટર શૈલેર્કુમાર નમ્શિાશંકર જોર્ીએ િૂધસાગર ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર, વાઇસ ચેરમેન મોઘજી િેસાઈ(પ્ટેલ), મેનેવજંગ દડરેક્ટર વનવશથ બક્ી, લેબોરે્ટરી હેડ અલપેશ જૈન, ટ્ાનસપો્ટ્શ કોનટ્ાક્ટર અને તપાસમાં જે ખલૂ તેની સામે બી દડવવઝન પોલીસ સ્ટેશનમાં ઘીમાં ભેળસેળ મામલે ફદર્યાિ નોંધાવી છે. જેને પગલે પોલીસે વાઇસ ચેરમેન મોઘજીભાઈ િેસાઈ(પ્ટેલ), મેનેવજંગ દડરેક્ટર વનવશથ બક્ી અને લેબોરે્ટરી હેડ અલપેશ જૈનની અ્ટકા્યત કરીને કોવવડ હોસસપ્ટલમાં મોકલી આપ્યા હતા. જ્યારે ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર અને ટ્ાનસપો્ટ્શ કોનટ્ાક્ટરની ધરપકડ કરવા અંગે પોલીસે તૈ્યારીઓ શરૂ કરી િીધી છે.

ફદર્યાિમાં જ્ણાવા્યું છે કે, રાજસથાનના િુિું ખાતે ્ટેનકરમાંથી ઘીની ચોરી કરીને તેમાં પામ ઓઇલની ભેળસેળ કરતાં સમ્યે રાજસથાન પોલીસે ઘીનું ્ટેનકર તેમજ પામ ઓઇલના ્ટેનકર સવહત છ શખસોને ઝડપી લીધા હતા. ત્યારબાિ ભેળસેળવાળા ઘીના ્ટેનકર મામલે ડેરીના સત્ાધીશો તેમજ અવધકારીઓએ કા્ય્શવાહી કરવાના બિલે ૨૦ દિવસ સુધી ડેરીના કમપાઉનડમાં ્ટેનકરને મૂકી રાખ્યંુ હતું.

મહેસાણા દૂધ સાગર ડેરી ઘી કાંડ માં ફરાર ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોરની ધરપકડ, 6 દિવસના રિમાંડ મંજૂર
મહેસાણા દૂધ સાગર ડેરીના ઘી માં પામોલિન તેલનું ભેળસેળ કરી ડેરીને 37 કરોડ 53 લાખનું નુકશાન કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાના આરોપ સાથે તારીખ 5/8/2020 ના રોજ ડેરીના ચેરમેન વાઇસ ચેરમેન સહિત એમ.ડી. સહિત પાંચ લોકો વિરુદ્ધ મહેસાણા બી ડિવિજન પોલીસ મથકમાં ગુનો નોધવામાં આવ્યો હતો.

Updated By: Jun 23, 2021, 04:57 PM IST
Comments |
મહેસાણા દૂધ સાગર ડેરી ઘી કાંડ માં ફરાર ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોરની ધરપકડ, 6 દિવસના રિમાંડ મંજૂર
Highlights
મહેસાણાની દૂધસાગર ડેરીનો ઘીમાં ભેળસેળનો મામલો
ડેરી ના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોરની ધરપકડ
કોર્ટે આરોપીના 6 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
તેજસ દવે, મહેસાણાઃ મહેસાણા દૂધ સાગર ડેરી ઘી કાંડ કેસ મામલે ફરાર ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોરની પોલીસે ધરપકડ કરી છે. ઘી માં ભેળસેળ કરી ડેરીને 37.કરોડ 53 લાખનું નુકશાન કર્યું હોવાની ફરિયાદ મામલે આશાબેન ઠાકોર ની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા ડેરી ના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોરને મહેસાણા કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. પોલીસ દ્વારા 10 દિવસ ના રિમાન્ડ માંગ્યા હતા. સ્પેશિયલ સરકારી વકીલ વિજય બારોટની દલીલ આધારે આખરે કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં.

આ પણ વાંચોઃ Dhoni નો નવો Look જોઈને ઉડી જશે તમારા હોશ, ઝીવા સાથે માણી રહ્યાં છે વેકેશનની મજા

No description available.

મહેસાણા દૂધ સાગર ડેરીના ઘી માં પામોલિન તેલનું ભેળસેળ કરી ડેરીને 37 કરોડ 53 લાખનું નુકશાન કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાના આરોપ સાથે તારીખ 5/8/2020 ના રોજ ડેરીના ચેરમેન વાઇસ ચેરમેન સહિત એમ.ડી. સહિત પાંચ લોકો વિરુદ્ધ મહેસાણા બી ડિવિજન પોલીસ મથકમાં ગુનો નોધવામાં આવ્યો હતો.

રાજ બબ્બરે ઝીનત અમાનનો ‘રેપ’ કર્યો, મામલો કોર્ટમાં પહોંચ્યો પછી શું થયું જાણો…!

એફ આઈ આર નોધાયા બાદ ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર ફરાર થઈ ગયા હતા ત્યારે પોલીસે વાઇસ ચેરમેન મોઘજીભાઈ ચોધરી ડેરીના એમડી સહિત ચાર લોકોની ધરપકડ કરી લીધી હતી. ત્યારે પોલીસે ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોરની શોધખોળ શરૂ કરી હતી તેવામાં વિસનગર dyspને બાતમી મળી કે આશાબેન ઠાકોર પોતાના ઘરે આવે છે. ત્યારે પોલીસે આશબેન ઠાકોરની તેમના ઘરેથી ધરપકડ કરી વિસનગર dysp કચેરી ખાતે લાવ્યા હતા. આશાબેન ઠાકોર કોરોના ટેસ્ટ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી છે. અને આ કેસમાં વધુ તપાસ શરુ કરી છે જોકે ડેરી ઘી કાંડ મુદ્દે પોલીસ ફરિયાદ નોધાયા બાદ આશાબેન ઠાકોર ફરાઈ થઈ ગયા હતા. ત્યારે અંગત બાતમી આધારે આશાબેન ઠાકોર ને પકડવામાં પોલીસ ને સફળતા મળી હતી.

પશુ આહાર બનાવા ભેળસેળ યુક્ત ઘીનો ઉપયોગ કરવા મંજૂરી
May 15, 2021
પામ ઓઇલ યુક્ત ભેળસેળ વાળું 900 મેટ્રિક ટન ઘીના જથ્થા નો પશુ આહાર તરીકે ઉપયોગ કરવા માટેની એફ એસ એસઆઈ ની મંજૂરી દૂધસાગર ડેરી દ્વારા ભેળસેળયુક્ત ઘીના જથ્થા નો પશુ આહાર તરીકે વપરાશ કરવા માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. મહેસાણા પાટણ અને ગાંધીનગર જિલ્લાના પશુપાલકોને લાભ થશે દૂધસાગર ડેરી ચેરમેન અશોક ભાઈ ચૌધરી મહેસાણા દૂધસાગર ડેરીમાં બહુચર્ચિત 900 મેટ્રિક ટન ભેળસેળયુક્ત ઘીના જથ્થાનો પશુ આહાર તરીકે વાપરવા માટેની છૂટ આપવા માટેનો નિર્ણય એફ એસ એસ આઈ દ્વારા કરવામાં આવતા મહેસાણા પાટણ અને ગાંધીનગર જિલ્લાના લાખો દૂધ ઉત્પાદકોને સીધો લાભ મળશે.

આ અંગેની વિગત એવી છે કે થોડા સમય અગાઉ લાખો દૂધ ઉત્પાદકો સાથે સંકળાયેલ દૂધસાગર ડેરીમ માં ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપાયો હતો અને આ પ્રકરણે તત્કાલીન ચેરમેન અને વાઇસ ચેરમેન સહિત પાંચ જણા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના ભારી પ્રત્યાઘાત સહકારી ક્ષેત્રમાં પડ્યા હતા ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા નકલી ઘી ની બે ટ્રકો ના સેમ્પલને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા જેના રિપોર્ટમાં ઘીના જથ્થા માં પામ ઓઇલની ભેડ સેડ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. વર્તમાન દૂધસાગર ડેરીના વહીવટકર્તાઓ દ્વારા 900 મેટ્રિક ટન ભીડ શેડ યુક્ત આ ઘીના જથ્થા નો પશુ આહાર તરીકે વાપરવા માટેની છૂટ આપવા માટેની માગણી કરવામાં આવી હતી અને કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા ફેડરેશન ની સલાહ મુજબ નામદાર કોર્ટે સરકારના ગુણવત્તા નિયંત્રણ વિભાગ ની દેખરેખ હેઠળ 900 મેટ્રિક ટન ભેળસેળયુક્ત ઘીના જથ્થા નો પશુ આહાર તરીકે ઉપયોગ કરવા માટેની મંજૂરી આપી હતી.

એપ એસ એસ આઈ દ્વારા મળેલી મંજૂરી બાદ કરોડો રૂપિયાના આ ઘીના જથ્થા નો ઉપયોગ પશુ આહાર તરીકે વેચાણ માટે કરવામાં આવશે. આ અંગે દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે મહેસાણા પાટણ અને ગાંધીનગર જિલ્લાના લાખો પશુપાલકોના હિતમાં લેવાયેલા નિર્ણય ખુબ જ આવકારદાયક છે 900 મેટ્રિક ટન ઘીનું લિટર દીઠ રૂપિયા 225 માં વેચાણ કરાશે જેમાંથી દૂધસાગર ડેરીને પણ અગાઉના શાસકો દ્વારા કરવામાં આવેલ નુકશાન માંથી થોડીક રાહત મળશે

મહેસાણા દૂધસાગર ડેરીના 600 ટન ઘીમાં 16 ટકા પામોલીનની ભેળસેળ,મામલો દિલ્હી સુધી પહોંચ્યો

JUL 21, 2020

અમદાવાદ: ગુજરાતનું દૂધ સહકારી ક્ષેત્ર ભારત ભરમાં નમૂનેદાર ગણાય છે જયારે મહેસાણાની દૂધસાગર ડેરીના 600 ટન ઘીમાં 16 ટકા જેટલા પામોલીનની ભેળસેળ હોવાનો ચોંકાવનારો ધડાકો થયો છે. જોકે આ મામલે મિલ્ક ફેડરેશન તથા દૂધસાગર ડેરી સામસામા આવી ગયા છે અને મામલો દિલ્હી સુધી પહોંચ્યો છે.

આ ચોંકાવનારા ઘટનાક્રમની વિગત પ્રમાણે રાજસ્થાનના જયપુરથી મહેસાણા દૂધસાગર ડેરીએ આવતા ઘી ભરેલા ટેન્કરમાં અધવચ્ચે ભેળસેળ કરવામાં આવતુ હોવાનું કૌભાંડ પોલીસે પકડી પાડયું હતું. ઘટનાને પગલે ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમૂલ) દ્વારા મહેસાણા દુધ સંઘમાં પેકીંગ થતા ઘીનું આણંદ લેબમાં પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું તેમાં 600 ટન ઘીમાં ભેળસેળ હોવાનું માલુમ પડયું હતું આ રીપોર્ટને પગલે 40 કરોડના 600 ટન ઘીના જથ્થાને ડીસ્પેચ થતા રોક્વામાં આવ્યું છે અને મહેસાણા સંઘના લેખિતમાં રીપોર્ટ આપવામાં આવ્યો હતો.

ફેડરેશનની લેબમાં સેમ્પલ ફેઈલ થયાને પગલે મહેસાણા દૂધસાગર સંઘે અન્ય ત્રણ સરકાર માન્ય લેબમાં ઘીના પેકીંગ સેમ્પલ માટે મોકલ્યા હતા તેમાં કોઈ ભેળસેળ ન હોવાનો રીપોર્ટ આવ્યો હતો.

મહેસાણા સંઘના વાઈસ ચેરમેન મોગજીભાઈ ચૌધરીએ કહ્યું કે ફેડરેશનની આણંદ લેબનો રીપોર્ટ પણ સ્પષ્ટ ન હતો. અને કરાવેલી ચકાસણીમાં કોઈ ભેળસેળ ન હોવાનો રીપોર્ટ આવ્યો છે અને ફેડરેશનને તેની જાણ કરી દેવામાં આવી છે. તેઓએ અવો આક્ષેપ ર્ક્યો છે કે ડેરીમાં ચૂંટણીનું વર્ષ હોવાથી વિરોધી તત્વો બદનામ ક૨વાના પ્રયત્ન કરે છે. ઘીનું વેચાણ ચાલુ પણ કરી દેવાયુ છે. જયપુરથી આવતા ટેન્કરમાં અધવચ્ચે ભેળસેળ પકડાઈ છે આ ઘટનામાં જવાબદારો અને પગલા લેવા બોર્ડ બેઠકમાં ઠરાવ કરાયો છે.

દરમિયાન આ ઘટનાના સમગ્ર સહકા૨ ક્ષેત્રમાં પડઘા પડયા છે. અને મામલો દિલ્હી સુધી પહોંચ્યો છે. બંને સંઘો દ્વા૨ા એકબીજા પ૨ આક્ષેપ ક૨વામાં આવી ૨હયા છે. જે બેચ નંબ૨ના ઘીમાં પામોલીનની ભેળસેળ માલુમ પડી છે તેનો પ૧૨ ટન જથથો હજુ બજા૨માં છે.

મહેસાણા દૂધસાગર ડેરી ઘી ભેળસેળ મામલો , ડેરીના પૂર્વ ચેરમેન આશા ઠાકોર 6 દિવસના રિમાન્ડ પર , પૂર્વ ચેરમેન આશા ઠાકોરને મહેસાણા કોર્ટમાં રજૂ કર્યા , સ્પે. સરકારી વકીલ વિજય બારોટની દલીલના આધારે રિમાન્ડ , પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડની કરી હતી માંગણી , 6 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા

મહેસાણા: દૂધસાગર ડેરી ઘી ભેળસેળ મામલે તપાસ કરી રહેલા વિસનગર DYSP દ્વારા ૪૫૦ પાના કરતા વધુની ચાર્જશીટ રજૂ કરાઈ

ફરિયાદ નોંધાયાના 11 મહિના બાદ થઈ હતી ધરપકડ
મહેસાણા દૂધ સાગર ડેરી ઘી કાંડ કેસ મામલે ફરાર ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોરની પોલીસે ધરપકડ કરી હ્તી. જેમાં ઘી માં ભેળસેળ કરી ડેરીને 37.કરોડ 53 લાખનું નુકશાન કર્યું હોવાની ફરિયાદ મામલે આશાબેન ઠાકોર ની ધરપકડ કરવામાં આવી હ્તી. ધરપકડ કરાયેલા ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોરને મહેસાણા કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. પોલીસ દ્વારા 10 દિવસ ના રિમાન્ડ માંગ્યા હતા. સ્પેશિયલ સરકારી વકીલ વિજય બારોટની દલીલ આધારે આખરે કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં.

મહેસાણા દૂધ સાગર ડેરીના ઘીમાં પામોલિન તેલની ભેળસેળ કરી ડેરીને 37 કરોડ 53 લાખનું નુકશાન કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાના આરોપ સાથે તારીખ 5 ઓગસ્ટ 2020 ના રોજ ડેરીના ચેરમેન વાઇસ ચેરમેન સહિત એમ.ડી. સહિત પાંચ લોકો વિરુદ્ધ મહેસાણા બી ડિવિજન પોલીસ મથકમાં ગુનો નોધવામાં આવ્યો હતો.

દૂધ સાગર ડેરી કે જેનું દૂધ સમગ્ર દેશમાં ચાહના ધરાવે છે. ત્યાં આજે આ દૂધના મુખ્યમથક એવા મહેસાણા દૂધસાગર ડેરીમાં પૂના અને હરિયાણાથી મંગાવવામાં આવતા ઘીના ટેન્કરમાં અશુદ્ધ ઘીની ભેળસેળ કરી આર્થિક ફાયદા સારું વેચાણ કરવામાં આવતું હોવાનું કૌભાંડ બહાર આવ્યુ હતું.

ડેરી અને ફેડરેશનના નામને હાનિ પહોંચાડવા સાથે લોકો સાથે વિશ્વાસઘાત કરાતો હોવા મામલે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ડેરી સત્તા મંડળના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોર, પૂર્વ વાઇસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી, પૂર્વ મેનેજીંગ ડિરેક્ટર નિશિથ બક્ષી, લેબોરેટરી હેડ અને ટેન્કરનો કોન્ટ્રાકટ ધરાવતા ટ્રાન્સપોટર સામે ipc કલમ 406, 409, 272, 273 અને 120 બી મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી.

પ્રાથમિક તબક્કે ડેરીના વાઇસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી અને MD નિશિથ બક્ષીને પોલીસે અટકાયત કરી હતી જે બાદ 11 માસ જેટલા સમય થી ડેરીના તત્કાલીન ચેરમેન આશા ઠાકોર ફરાર હોઈ પોલીસની શોધખોળમાં બાતમી મળતા આશા ઠાકોર પોતાના ખેતરમાં હોવાની બાતમી મપતા પોલીસે છાપો મારતા ઘી કાંડના આરોપી તરીકે રહેલ આશા ઠાકોર પોલીસ પકડમાં આવ્યા છે. વડનગર પોલીસે ઘી ભેળસેળ કેસની તપાસ વિસનગર dysp જોડે હોઈ આરોપી આશા ઠાકોરને પકડી વિસનગર dyspને સોંપેલ છે. જેઓ દ્વારા આશા ઠાકોરની ધી ભેળસેળ કૌભાંડ સંદર્ભે તપાસ પૂછતાજ કરી કોર્ટમાં રજૂ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આશાબેન ઠાકોરને તેમના પોતાના ખેતર(ફાર્મ) ઉપરથી પોલીસે પકડી લીધા હોવાનું ધ્યાને આવતાં રાજકીય કરતાં સામાજીક ગરમાવો આવી ગયો છે. ફરિયાદ મુજબ આશાબેન આરોપી છે એટલે અટકાયત થવાની હતી. આથી હવે પરિવાર સહિત રાજકીય સંબંધિતોએ જામીન અપાવવા બાબતની કામગીરી તાત્કાલિક અસરથી હાથ ધરી છે. આશાબેન ઠાકોરને ચેરમેનની જવાબદારી મળ્યાને ગણતરીના મહિનાઓમાં કથિત ઘી કૌભાંડની ફરિયાદ થતાં ચોંકાવનારી સ્થિતિ બની હતી. પોલીસ ફરિયાદમાં જવાબદારીના નાતે ચેરમેન, વાઇસ ચેરમેન અને એમડી સહિતનાને આરોપી બનાવ્યા હતા.

રીયાણા સ્થિત પુનહામાં પ્લાન્ટમાંથી ઘીમાં ભેળસેળના નમૂના મળ્યા છે. હરીયાણા સ્થિત પ્લાન્ટ ગેરકાયદેસર ભાડે રાખી ઘી બનાવતું હતું. ગુનેગારોએ ભેળસેળના પુરાવાનો નાશ કર્યો હોવાનો પર્દાફાશ થયો છે. ઘી ભેળસેળમાં હાલમાં વાઇસ ચેરમેન સહીત 4 આરોપી જેલમાં બંધ છે.

મહેસાણા દૂધ સાગર ડેરી ઘી ભેળસેળ મામલો , દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેનની અટકાયત , આશા ઠાકોર છે દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન , ડેરીમાં નકલી ઘીના કૌભાંડમાં ખુલ્યું હતું નામ , વિપુલ ચૌધરી, મોઘજી પટેલ, MD સહિત ઝડપાયા , તે સમયના ડેરીના ચેરમેન આશા ઠાકોર હતા ફરાર , વિસનગર DYSPવાળંદની સુચનાથી કરી હતી રેડ , આશાબેનને વડનગર PSI જે.ટી.પંડ્યાએ‌ પકડયા

ડેરી દ્વારા હરિયાણા ના પુનહામા મંજૂરી વગર બનાવાતું હતું ઘી
ઘી માં ભેળસેળ પકડાતા બે માસ અગાઉ જ પ્લાન્ટ તાત્કાલિક બંધ કરી દેવાયો હતો

માની ન શકાય… અમુલ ઘી માં પણ ભેળસેળ…!
July 24, 2021

યાર્ડમાં સોનિયા ટ્રેડર્સમાં અમુલનાં નામે ભેળસેળવાળું ઘી વેચાતું હતું

રાજકોટ શહેરનાં માર્કેટિંગ યાર્ડમાં સોનિયા ટ્રેડર્સ નામની પેઢી ડબ્બામાં પામોલિન તેલ ભરી ઉપર સનફ્લાવર ઓઈલનું લેબલ તથા અમુલ ઘી લખેલા ટીનનાં ડબ્બામાં ભેળસેળવાળું ઘી અમૂલનાં નામે ગ્રાહકો સાથે છેતરપીંડી કરી વેચાણ કરતુ હતું.

છેતરપીંડી આચરતી હોવાની ફરિયાદ મળતા ગાંધીનગરથી ફૂડ સેફટી કમિશનર કચેરીમાંથી ખાસ ટીમની રેઇડ કરવામાં આવી હતી.

યાર્ડમાં પેઢી ધરાવતા પીયુષ સુમનાણી અને તેના પિતા ગોરધન સુમનાણી અગાઉ 2 વખત ભેળસેળ અને નકલી ઘી વેચવા મામલે ઝડપાયેલા છે.

ગત તા. 5 જુલાઈએ ગાંધીનગરની ટીમે દરોડા પાડી નકલી તેલ અને ઘી નાં ડબ્બા ઝડપી સેમ્પલ લઇ તપાસ માટે મોકલ્યા હતા.

રીપોર્ટ આપતા જાણવા મળ્યું કે અમૂલ ઘી માં વેજીટેબલ તેલ મેળવી તથા પામોલિન તેલ સનફ્લાવર તેલનાં નામે વેચાતું હતું.

અમૂલ ઘી નાં મળેલા તીન પરના લેબલ પર શંકા જતા રાજકોટ ડેરીને જાણ કરતા પુષ્ટિ દરમ્યાન અમૂલનાં લેખક નકલી હોવાનું જાણવા મળ્યું.

જૂના માર્કેટ યાર્ડમાંથી લેવામાં આવેલા અમુલ ઘીના નમુનામાં ભેળસેળ
02/09/2021

અબતક,રાજકોટ

દૂધ, ઘી સહિતની ચીજ વસ્તઓમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા લેભાગુ તત્વો સામે તંત્રૃ ઝુંબેશ હાથ ધરી છે. ત્યારે થોડા સમય પહેલા જૂના માર્કેટ યાર્ડમાં ગાંધીનગર અને રાજકોટની ફૂડ ઓફિસરની સંયુકત ટીમે દરોડો પાડી અમુલ ઘીના નમુના લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા જેમાં ઘીમાં ભેળસેળ કરવામાં આવી હોવાનો અભિપ્રાં આવતા અંતે રાજકોટ મહાનગરપાલીકા ફૂડ ચેફટી ઓફિસર દ્વારા વેપારી સામે ઘીમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા અંગે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે વેપારીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ કાલાવાડ રોડ રૂચી રેસીડેન્સીમાં રહેતા મહાનગરપાલીકાના ફૂડ સેફટી ઓફિસર ચંદ્રકાંત દેસાભાઈ વાઘેલા ઉ.53એ બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદમાં આરોપી તરીકે વેપારી ગોરધનભાઈ મુરલીધર સુમતાળીનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત 5 જુલાઈના રોજ ગાંધીનગર ફૂડ સેફટી ઓફિસર અને રાજકોટ મહાનગરપાલીકા ફૂડ સેફટી ઓફિસરની ટીમે જુના માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલ સોનીયા ટ્રેડસ નામની પેઢી પર દરોડો પાડયો હતો.

 

બે માસ પહેલા ફૂડ સેફટી ઓફિસરોએ દરોડો પાડી 284 કિલો અમુલ ઘીનો જથ્થો સીઝ કર્યો’તો: લેબોરેટરીનો રિપોર્ટ આવતા વેપારી સામે ઠગાઈ વિશ્ર્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો

ખાધ તેલનાં વેપારી ગોરધનભાઈ સુમતાણીની પેઢીમાં તપાસ કરતા અમૂલ ઘીના 19 ટીન મળી આવ્યા હતા જે અંગે કોઈ બીલ કે આધાર પૂરાવો ન હોય ફૂડ સેફટી ઓફીસર દ્વારા નમુના લઈ રૂ.1,13,600ની કિંમતનો 284 કિલો અમૂલ ઘીનો જથ્થો સીઝ કરી દીધો હતો.

વેપારીની પેઢીમાંથી લેવામાં આવેલા અમૂલ ઘીના નમુના પૃથ્થકરણ અર્થે વડોદરા ફૂડ એનાલીસ્ટ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જેનો અભિપ્રાય આવ્યો હતો અને અમૂલ ઘીમાંભેળસેળ હોવાનું જણાવતા અંતે વેપારી સામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી ઠગાઈ વિશ્ર્વાસઘાત કરવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ પી.એસ.આઈ. બી.બી. કોડીયાતર સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે. અને આર્થીક લાભ માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર વેપારીની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે. વેપારીની અગાઉ ફૂડ સેફટી ઓફિસર દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં ભેળસેળ યુકત અમૂલ ઘી મહેસાણાના કડી પંથકના વેપારી નવશાદ નામના શખ્સે ભેળસેળ યુકત અમૂલ ઘીનો જથ્થો મોકલાવ્યો હોવાની કબુલાત આપી હતી.

દૂધસાગર ડેરીમાં 40 કરોડના ઘીમાં ભેળસેળ મામલે વહીવટદારની 40 કર્મચારીઓ પર મોટી કાર્યવાહી
17 SEP 20
ઉત્તર ગુજરાતમાં આવેલી દૂધસાગર ડેરીના ‘સાગર’ બ્રાન્ડ ઘીમાં પામ ઓઇલની ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હાલમાં દૂધસાગર ડેરના ઘીના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. જેને લઇને મહેસાણામાં રિટેલ બિઝનેસ ઉપર મોટી અસર જોવા મળી છે. જો કે ભેળસેળના મામલો સામે આવ્યાં બાદ વહીવટદારો એકશન મોડમાં જોવા મળ્યા. જેને લઇને 40 કર્મીઓની બદલી કરી નાંખવામાં આવી.
મહેસાણાની દૂધસાગર ડેરીમાં ઘી ભેળસેળનો મામલો
મહેસાણામાં રિટેલ બિઝનેશ ઉપર પડી મોટી અસર
વહીવટદારે 40 કર્મચારીઓની બદલી કરી
મહેસાણાની દૂધસાગર ડેરીમાં ઘીની ભેળસેળનો મામલો સામે આવ્યા બાદ ઘીના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. ઘીના વેચાણમાં 34 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. મહેસાણામાં રિટેલ બિઝનેશ ઉપર મોટી અસર પડી છે.

દૂધસાગર ડેરીનું ઘી ખરીદનાર લોકોની સંખ્યા પણ ઘટી હોવાનું સામે આવ્યું છે. બ્રાન્ડ નેમને મોટો ફટકો પડ્યા બાદ વેચાણમાં ઘટાડો થયો છે. જેની સાથે ડેરીના કર્મચારીઓની મંડળી સહયોગના વેચાણમાં પણ ઘટાડો નોંધાયો છે.

દૂધસાગર ડેરીમાં વહીવટદાર એક્શન મોડમાં

મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીમાં દૂધમાં ભેળસેલ કરવા મામલે એકશન મોડમાં જોવા મળી છે. ડેરીના વહીવટદારે 40 કર્મીઓની બદલી કરવામાં આવી છે. ઘીમાં ભેળસેળનો મામલો સામે આવ્યા બાદ આ બદલી કરવામાં આવી છે. દૂધમાં ભેળસેળ થઇ તે સમયે રહેલા કર્મીઓની બદલી કરવામાં આવી છે.

ઘીમાં ભેળસેળનો શું હતો મામલો?

સાગર’ બ્રાન્ડ ઘીમાં પામ ઓઇલની ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું
ભેળસેળ કરવાનું કૌભાંડ રાજસ્થાન પોલીસે ઝડપ્યું હતું
રાજસ્થાન પોલીસે કૌભાંડમાં 90 લાખના મુદ્દામાલ સાથે 7 આરોપીઓની ધરપકડ કરી હતી
સાગર’ બ્રાન્ડ ઘીનું અમૂલ ફેડ ડેરીની લેબોરેટરીમાં કરાયુ્ં હતું પરિક્ષણ
ઘીમાં 16% પામ ઓઇલ ભેળસેળ હોવાનું પરિક્ષણમાં નોંધાયું હતું
40 કરોડના ઘીના તમામ જથ્થાના નાશ કરાયો હતો

દૂધસાગર ડેરી ઘી ભેળસેળ કેસમાં પૂર્વ ચેરમેન સહિત ત્રણ વોન્ટેડ જાહેર
નવગુજરાત સમય 05-11-2020 08:14 AM

ધરપકડ કરાયેલા ચાર આરોપીઓ વિરુદ્ધ સ્પેશિયલ એસીબી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ
નવગુજરાત સમય, મહેસાણા

મહેસાણા દૂધસાગર ડેરીના બહુચર્ચિત ઘી ભેળસેળ મામલાની તપાસ માટે વિસનગર ડીવાયએસપીના વડપણ હેઠળની સીટે ધરપકડ કરાયેલા ડેરીના પૂર્વ વાઈસ ચેરમેન, પૂર્વ એમડી, લેબોરેટરી હેડ અને ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સ્પેશિયલ એસીબી કોર્ટમાં ૪૫૦ કરતાં વધુ પાનાંની ચાર્જશીટ રજૂ કરી છે તેમજ ડેરીનાં પૂર્વ ચેરમેન, પુન્હા પ્લાન્ટના બે જવાબદાર અધિકારીઓ સહિત ત્રણને વોન્ટેડ દર્શાવાયા છે.

મહેસાણા દૂધસાગર ડેરીમાં પુન્હાથી ટેન્કરમાં લવાતા ઘીમાં ભેળસેળ ઝડપાતાં આ મામલે ઊંડી તપાસ હાથ ધરાઈ હતી. તપાસ બાદ સ્પે. મિલ્ક ઓડિટરે દૂધસાગર ડેરીના તત્કાલિન ચેરમેન આશાબેન ઠાકોર, તત્કાલિન વાઈસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી, તત્કાલિન એમડી નિશિથ બક્ષી, લેબોરેટરી હેડ, ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર બજરંગ ટ્રાન્સપોર્ટના માલિક અમરતભાઈ ચૌધરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે ડેરીના વાઈસ ચેરમેન, પૂર્વ એમડી, લેબોરેટરી હેડ તેમજ ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી હતી. બીજી તરફ તપાસ માટે ડીવાયએસપી એ.બી.વાળંદના વડપણ હેઠળ રચાયેલી સીટની ટીમે મિલ્ક ફેડરેશનને સાથે રાખી પુન્હાના પ્લાન્ટમાં મશીનો ખોલીને ઘીનાં સેમ્પલ લીધાં હતાં તે પણ ભેળસેળીયાં હતાં. આ કેસમાં પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ તેમજ પુરાવાનો નાશ કરવા સંબંધિત કલમો પણ ઉમેરાઈ હતી. ઉપરાંત પુન્હાના પ્લાન્ટના જવાબદાર અધિકારીઓ અશોક રાવ અને રાકેશ આર્યાનો આરોપીઓમાં સમાવેશ કરાયો હતો.

સીટે આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ પૂર્વ વાઈસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી, પૂર્વ એમડી નીશિથ બક્ષી, લેબોરેટરી હેડ અલ્પેશ જૈન અને ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર બજરંગ ટ્રાન્સપોર્ટના અમરતભાઈ ચૌધરી વિરુદ્ધ સ્પેશિયલ એસીબી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. તપાસ ટીમે ૫૮ સાક્ષીની જુબાની લીધી છે, જે સાથે ૪૫૦થી વધુ પાનાની ચાર્જશીટ રજૂ થઈ છે. ધરપકડ નથી કરાઈ તેવાં દૂધ સાગર ડેરીનાં પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોર, પુન્હા પ્લાન્ટના જવાબદાર અધિકારીઓ અશોક રાવ અને રાકેશ આર્યાને વોન્ટેડ દર્શાવાયા છે.
———–

 [:]