[:gj]સોમવારે પણ આ વિસ્તારોમાં ધંધો નહીં કરી શકે [:en]Can’t do business in these areas even on Mondays[:]

[:gj]રાજ્યમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર થયેલા વિસ્તારો જ્યાં દુકાનો-વ્યવસાયો રવિવારથી શરૂ થઇ શકશે નહિ

અમદાવાદ, 27 એપ્રિલ 2020

દુકાનો-વ્યવસાયો શરૂ કરવા માટે મુખ્યમંત્રીએ જે છૂટછાટો આપવાનો નિર્ણય કર્યો છે તેમાં શહેરો-જિલ્લાઓમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર થયેલા વિસ્તારોમાં દુકાનો-વ્યવસાયો શરૂ થઇ શકશે નહિ.
આવા કન્ટેનમેન્ટ વિસ્તારોની વિગતવાર યાદી આ મુજબ છે:-
જે શહેરોમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર થયા છે તેની વિગતો મુજબ અમદાવાદ મહાનગરના કન્ટેનમેન્ટ જાહેર થયેલા ખાડીયા, જમાલપૂર, શાહપૂર, દરિયાપૂર, દાણીલીમડા અને બાપુનગરમાં દુકાનો-વ્યવસાયો શરૂ થઇ શકશે નહી.
ભાવનગરના સાંઢિયાવાડ અને વડવા, રાજકોટ મહાનગરના જંગલેશ્વર, રાજલક્ષ્મી સોસાયટી અને ક્રિષ્ણજિત સોસાયટી જે કન્ટેનમેન્ટ વિસ્તારો છે ત્યાં પણ દુકાનો-વ્યવસાયો શરૂ કરી શકાશે નહી.
વડોદરા ગ્રામ્યના ડભોઇ, ભાયલી, વાઘોડીયા અને કરજણ તથા પાદરા પાણ કન્ટેનમેન્ટ એરિયા છે ત્યાં પણ આવી દુકાનો-વ્યવસાયો શરૂ કરવા દેવામાં આવશે નહી.
વડોદરા મહાનગરપાલિકામાં કિશનવાડીના બહાર કોલોની, વૃન્દાવન પાર્ક અને ધાનાની પાર્ક, જ્યુબેલી બાગના મોગલવાડા, કાલુપુરા, નરસિંહજી પોળ, મરાઠી મહોલ્લા, નવા બજાર રોકડનાથ પોલીસ ચોકી, જગમાળની પોળ, સુદામાપુરીના ગુલીસ્થાન એપાર્ટમેન્ટ, રામદેવનગરના બનિયનસિટી ડુપ્લેક્ષ, બાપોદના એકતાનગર, ગોરવાના કુરેશાપાર્ક, દિવાળીપુરાના અયોધ્યાપુરી, ગોકુળનગરના પ્રાસિત રેસીડેન્સી, તાંદળજાના ગુલાબવાટીકા સોસાયટી, નિલનીરી વુડા, ફાતિમા બંગ્લોઝ, દંતેશ્વરના અનુપમનગર, ગજરાવાડીના શનિદેવ મંદિર, મોટીમોરવાડ, માળી મોહલ્લા, યમુનામીલના વિશ્વકર્મા (શિવનગર-ર), મકરપુરાના રૂષિકેશ સોસાયટી, કારેલીબાગના સત્યમ ફલેટ, રાણાવાસ, એમ.આઇ.જી. ફલેટ, શીયાબાગના શિંન્દેકોલોની, મહેબૂબનગર, નવાપુરા હનુમાલ ફળીયા, દયાળબાવાનો ખાચો, અકબરી મસ્જીદ નાન કોર્ટ, નવા યાર્ડ ભવાનીપૂરા, નવી ધરતીના નાગરવાડા અને સૈયદપુરા, આંબલીફળિયા, રોહિતવાસ, અમદાવાદી પોળ, મહેતાવાડી, નવાબવાડા, સરદારભવન ખાચો અને કશામહોલ્લા, છાણીના સેફરોનબલીસ તેમજ સમાના રાંદલધામ સોસાયટી, હરણીસમા અને નૂતન સ્કુલ પાસેના પટેલ પાર્કનો સમાવેશ થાય છે.
સુરત મહાનગરના સેન્ટ્રલ ઝોનના નવસારી બજાર ચાર રસ્તાથી ડી.કે.એમ.સર્કલથી ભાગળ ચાર રસ્તા થઇ કાંસકીવાડ પે એન્ડ યુઝ થઇ માલી ફળીયા થઇ મસ્કતિ હોસ્પિટલ થઇ રાજમાર્ગ ટાવર રોડ થઇ બેગમપુરા મોમતીટોકીઝ રોડ થઇ ફાલસાવાડી મેઇનરોડ થઇ ઝાંપાબજાર મેઇનરોડ થઇ નિર્વાણ અખાડા રોડ થઇ એન.ટી.એમ. માર્કેટ થઇ મૃગવાન ટેકરા થઇ બેગમપુરા મેઇનરોડ થઇ સલાબતપુરા પોલીસ સ્ટેશન સર્કલ થઇ હલવાવાલા સર્કલ થઇ નિશીત કન્ઝયુમર સ્ટોર્સ થઇ કષ્ટભંજન હનુમાન મંદિર રોડ થઇ હજરત અકબર શહીરદ રોડ થઇ રુસ્તમપુરા કોમ્યુનીટી હોલથી સગરામપુરા પુતળી સર્કલથી નવસારી બજાર ચાર રસ્તાની વચ્ચેના વિસ્તાર, સૈયદપુરા પંપીંગ સ્ટેશનથી સૈયદપુરા ખાડી શેરી ઉભા રોડથી લીમડખા શેરી થઇ રામપુરા પેટ્રોલ પંપથી રામપુરા મેઇનરોડથી ડાબે લાલમીયા મસ્જીદ રોડથી મશાલચીવાડથી ડાબે ટર્ન લઇ સુરત હેલ્થકેર ફાઉન્ડેશન બેંકથી સૈયદપુરા મેઇનરોડથી ડાબે ટર્ન લઇ સૈયદપુરા પંપીંગ સ્ટેશન સુધાના વિસ્તાર, મુગલીસરા મેઇનરોડ સીપ એસન્સ રોડના બાજુના રસ્તેથી રીવર ફ્રન્ટ રોડ થઇ જીલાની બ્રીજની નીચેથી જમણે હાથે ટર્ન લઇ ધાસ્તીપુરા યાદગાર ચીકન સેન્ટરથી ધાસ્તીપુરા એસ.એમ.સી.ઓફીસથી વરીયાવી બજાર પોલીસ સ્ટેશન થઇ સીપ એસન્સ સ્ટોર્સ સુધીના વિસ્તાર, ઝાંપાબજાર વિસ્તાર, નાનપુરા LIC કવાટર્સથી કાદરશાની નાળ સર્કલથી સીમ્ગા સ્કુલ રોડથી ક્ષેત્રપાલ મંદિર રોડથી મોલવી સ્ટ્રીટથી રાજેશ્રી ટોકીઝ રોડથી નવસારી બજાર પોલીસ સ્ટેશનથી ન્યુ ખ્વાજાદાના રોડથી ખંડેરાવપુરા રોડથી એકતા સર્કલથી નાનપુરા LIC કવાટર્સ સુધીના વિસ્તાર, ચૌટાબજાર જમનાદાસ ધારીવાલાથી લાલગેટથી ભાગળ ચાર રસ્તાથી ડાબી બાજુ ભાવનગરી શેરી રોડથી બી.પી. હેલથ સેન્ટર રોડથી તક્ષશીલા એપાર્ટમેન્ટની બાજુમાંથી ચૌટાબજાર સાઇબાબા મંદિરથી ચૌટાબજાર જમનાદાસ ધારીવાલા સુધીના વિસ્તાર, સૈયદપુરા, નાણાવટ, શાહપોર (અનુ.નં.૧(ર) સિવાયનો વિસ્તાર, સલાબતપુરા, બેગમપુરા, મહિધરપુરા, કાંસકીવાડ, સૈયદપુરા (અનુ.નં.૧ (૧) અને ૧ (૪) સિવાયનો વિસ્તાર, સગરામપુરા, નાનપુરા, ગોપીપુરા, વાડી ફળિયા, સોનીફળિયા (અનુ.નં.૧(પ) અને ૧ (૬) સિવાયનો વિસ્તાર)
સાઉથ ઇસ્ટ ઝોન (લીંબાયત) આઝાદ ચોક, નુરાનીનગર, રમાબાઇ ચોક, ઇસ્લામિક ચોક, ગુજરાત (આંજણા) સ્લમ કલીયરન્સ બોર્ડ, મીઠીખાડી, રઝાચોક, બેઠી કોલોની, પતરાનીચાલ, કુલવાડી, રેલ રાહત કોલોની, ઇન્દ્રા વસાહત, નૂરે ઇલાહી નગર, ગોવિંદનગર, પ્રતાપનગર, ક્રાંતિનગર, સુગરનગર, હનુમાનશેરી, રાવનગર, કાદરીગલી નં.૦ર થી ૦પનો વિસ્તાર, માન દરવાજા ટેનામેન્ટ નં એ-૧ થી એ-પ, બી-૧ થી બી-૩, સી-૧ થી સી-૯ તથા ટેનામેન્ટને લાગત હળપતિ કોલોનીનો વિસ્તાર.
વરાછા ઝોન-એ ના વલ્લભનગર, ગુરૂનગર, મહેશ્વરી સોસાયટી, વિહળનગરનો વિસ્તાર, દિવ્યવસુંધરા ફલેટ્સ, દલિત વસાહત, જોલી એન્કલેવ, ટાંકલીફળિયું, આંબાવાડી ઝૂપડપટ્ટી, ઉધરસભૈયાની વાડી, પાટીચાલનો વિસ્તાર. કૃષ્ણનગર, દીનદયાળનગર અને શ્રીરામનગર સ્લમ વિસ્તર. ધરમતીનગર સોસાયટી, ફુલપાડા વિસ્તારમાં આવેલ શકિતનગર, શિવનગર, સોમનાથ સોસાયટી.
સાઉથ વેસ્ટ ઝોન (અઠવા) ના SMC EWS આવાસ અને પાણીની ટાંકીની બાજુમાં, વેસુ. તાજનગર, આઝાદનગર પાસે, ભટાર રોઙ  વેસ્ટ ઝોન (રાંદેર) ના રાંદેર, મુખ્યરોડનો ઉત્તર પૂર્વીય તરફ તાપી નદી સુધીનો વિસ્તાર એટલે કે, અડાજણ પાટિયા, કોઝવે રોડ, ગોરાટ, રાંદેર ગામ, હનુમાન ટેકરી, ભાણકી સ્ટેડીયમની આજુબાજુનો વિસ્તાર. ઊગત સાઇટ એન્ડ સર્વિસ સ્કીમ જહાંગીરાબાદ .
સાઉથ ઝોન (ઉધના) ના સ્વામીનારાયણનગર, રામનગર, શ્રીરામનગર, છત્રપતિ શિવાજીનગર, ગૌરીનગર. ભેસ્તાન એચ-૧પ આવાસ, એ-૪ર થી ૪૪ અને ૪૯ થી પ૧ .
નોર્થ ઝોન (કતારગામ) ના માનસરોવર સર્કલથી માનીશ ગરનાળા, કોસાડ રોડ, કૃષ્ણનગર સોસાયટી, સત્તાધાર સોસાયટી વિગેરેનો સમાવેશ થાય છે.[:en]

Ahmedabad, April 27, 2020

In the concessions decided by the Chief Minister to start shops and businesses, shops and businesses will not be allowed in the declared areas of cities and districts.

The detailed list of such containment areas is as follows : – As per the details of the cities in which the containment areas have been declared, shops and businesses cannot be started in Khadiya, Jamalpur, Shahpur, Dariapur, Danilimda and Bapunagar which have been declared contained in Ahmedabad metropolis. Jungleshwar, Rajlaxmi Society and Krishnajit Society of the metropolis which are containment areas Where shops, businesses will also be launched.[:]