[:gj]કોરોના ફેલાવતી ચા, અમદાવાદમાં 32 કિટલી પર ચા વેચવા પર પ્રતિબંધ[:]

[:gj]અમદાવાદ શહેરમાં કોરોનાના કહેર વચ્ચે વધુ એક વખત ગરીબ-શ્રમજીવી વર્ગ સામે કાર્યવાહી કરવામાં આવી છે. મ્યુનિ.સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ચાની કીટલીઓને સીલ લગાવવામાં આવ્યા છે. તંત્રની સદર કાર્યવાહીના કારણે કેસ વધી રહ્યા હોવાની ચર્ચાને વેગ મળ્યો છે. મ્યુનિ.સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના કારણોસર ચાની કીટલીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યા મુજબ રાજ્ય સરકારની ગાઈડલાઈનનું પાલન થઈ રહ્યું ન હોવાથી ૩૨ કીટલીઓને સીલ લગાવવામાં આવ્યા છે. જ્યારે ૧૧૨૪ ચાની કીટલી સ્વયંભૂ બંધ થઈ હતી. મ્યુનિ.સોલીડ વેસ્ટ વિભાગે આ પહેલા પાનના ગલ્લા સામે પણ કાર્યવાહી કરી હતી. જ્યારે ઉચ્ચ અધિકારીઓએ ગલ્લા પાસે અન્ય કોઈ વ્યક્તિ થૂંકતા ઝડપાય તો પણ પેનલ્ટી કરવાની જાહેરાત કરી હતી. જેના કારણે પણ ચાર દિવસ સુધી પાનની દુકાનો બંધ રહી હતી.

ઉચ્ચ કક્ષાએથી દબાણ આવ્યા બાદ નિયમો હળવા કરવામાં આવ્યા હતા. સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓ માત્ર ગરીબ-શ્રમજીવી વર્ગ સામે જ કાર્યવાહી કરતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યાં છે.[:]