[:gj]સરકારને ખબર જ ન હતી કે અધિક મહિનો છે, 13 લાખ નહીં 25 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન થયું છે, 100 દિવસ સરવે ચાલશે ? ખેડૂતો પરેશાન થશે[:]

[:gj]21 ઓક્ટોબર 2020થી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો ચે. 1 ઓક્ટોબરથી નોંધણીની પ્રક્રિયા શરૂ થશે અને 20 દિવસ નોંધણી ચાલુ રહેશે. 20 કિલોના રૂ.1055ના ભાવથી ખરીદી 90 દિવસ સુધી ચાલશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ નાફેડ એજન્સી દ્વારા ખરીદી કરાશે. ગુજરાત અન્ન નાગરિક પુરવઠા નિગમ નોડલ એજન્સી તરીકે નિયત કરવામાં આવી છે. સામાન્ય રીતે લાભપાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે.

આ વર્ષે અધિક માસ છે. ખેડૂત અગ્રણીઓ દ્વારા ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા વહેલી કરવા માટે રજૂઆત કરી હતી.

મગફળીની ખરીદી બાદ આગામી સમયમાં કઠોળ પાકોની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

અતિવૃષ્ટિના પરિણામે જે ખેડૂતોના 13 લાખ હેક્ટરમાં ઊભા પાકને નુકસાન થયું છે. ખેડૂતોના ઊભા પાકને 33 ટકાથી વધુ નુકસાન થયું છે એમને SDRFના ધોરણે સહાય અપાશે. સરવેની કામગીરી ચાલુ છે. જે પંદર દિવસમાં પૂર્ણ કરવાની છે. 13 લાખમાંથી 3 લાખ હેક્ટરમાં સરવે પૂરો થયો છે. સરવે થયો નથી ત્યારે સરકારને કઈ રીતે ખબર પડી કે, કેટલા ખેતરોમાં નુકસાન થયું છે. સરવેની કામગીરી લંબાવી શકાય છે.

ટેકાના ભાવે ખરીદી અને પાક નુકશાની સરવે બાબતે ગુજરાત ખેડૂત કોંગ્રેસ અધ્યક્ષ પાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે, 15 દિવસ પહેલા સરકારે ખરીદીની જાહેરાત કરી ત્યારે સરકારને અધિક માસ કે લાભ પાચમ છે એવી ખબર ન હતી, તે આજે ફેરફાર કરવા પડ્યા છે ?

ખરીદીમાં આગોતરું આયોજન કરે નહીંતર ખેડૂતોને ટ્રેક્ટર લઈને 3 – 4 દિવસ બજારમાં બેસી રહેવું પડશે. કૃષિમંત્રીએ સ્વીકાર્યું છે કે 13 લાખ હેકટરમાં પાક નુકશાની થઈ છે. 15 દિવસમાં માત્ર 3 લાખ હેકટરમાં જ સર્વે થઈ શક્યો છે. કૃષિમંત્રીના કહેવા મુજબ હજુ 10 લાખ હેકટરમાં સર્વે કરવાનો બાકી છે. ખરેખર નકસાન તો 87 લાખ હેક્ટરમાંથી 25 લાખ હેક્ટરમાં નુકસાન થયું છે. નુકસાન અનેક પ્રકારના છે.

જો સરવે માટે 3 લાખ હેકટર 15 દિવસ થાય તો બાકીના 10 લાખ માટે બીજા 45 દિવસ જોઈએ. અને ખરેખર નુકાસનનો સરવે કરવા માટે બીજા 50 દિવસ જોઈશે. આમ 100 દિવસ સરવે ચાલી શકે છે.

જ્યાં સુધી સરવે ન થાય ત્યાં સુધી ખેડૂત સડેલા પાકનો નિકાલ ન કરી શકે કે ન બીજું વાવેતર કરી શકે. 45 દિવસ ખેડૂત પોતાનો સડેલો પાક સર્વે ની રાહ જોઈ ખેતરમાં રાખી મૂકે…???

પાક નુકશાનીમાં દરેક પાક મુજબ સર્વે કેમ કરવું તેની માર્ગદર્શિકા સરકાર જાહેર શા માટે કરતી નથી…????[:]