[:gj]લુપ્ત થવાની આરે આવેલા શેળાને રૂ. 25 હજારમાં તાંત્રિક વિધિ માટે વેપાર કરતા પકડાયા[:]

[:gj]મહુવાના વડલી વિસ્તારમાં વન વિભાગે પૂર્વ બાતમી આધારે વાડી વિસ્તારમાંથી શેડયુલ-૩નું શેળો પ્રાણી પકડી વેપાર કરતા પાંચ શખસોને ઝડપી લીધા હતાં. જે આ પ્રાણીનો ઉપયોગ તાંત્રિક વિધિ માટે કરવાનો હોય વેપાર કરવા પકડાયા હોવાની કબુલાત આપેલ. આ પાંચેય શખસો પાસેથી ૫૦ હજાર દંડ વસુલી જામીન પર છોડયા હતાં.

એક શેળાનો બજારમાં ભાવ રૂ.25 હજાર તાંત્રિક વિધિમાં આપે છે.

મળતી વિગતો મુજબ પશુ-પ્રાણીનો ઉપયોગ આહાર અને તાંત્રિક વિધિમાં થતો હોય વન વિસ્તાર કે વાડી વિસ્તારમાં શિકારીઓનો ડોળો કાયમ રહેતો હોય છે. તાજેતરમાં મહુવાની વાડી વિસ્તારમાંથી શેડયુલ-૩નું શેળો નામનું પ્રાણી પકડવા એક ગેંગ સક્રિય બની હતી જે અંગે મહુવા વન વિભાગને મળેલ બાતમી આધારે ગઇકાલે સાંજે મહુવાના વડલી વિસ્તારમાંથી પાંચેય શખસ પસાર થતા હતા દરમિયાન રેડ કરતા નાસતી વેળાએ જ શેળાને છોડી મુક્યા હતાં.

જો કે, વન વિભાગના સ્ટાફે ઉંચા કોટડાના દાના ભીમાભાઇ શિયાળ (ઉ.વ.૩૦), હિંમત વેલજીભાઇ શિયાળ (ઉ.વ.૨૮), નાજા નાથાભાઇ શિયાળ (ઉ.વ.૩૩), રમેશ બાલાભાઇ શિયાળ (ઉ.વ.૪૪) તેમજ ઉમણીયાવદરના ચકુર જીણાભાઇ હડીયા (ઉ.વ.૫૧)ને ઝડપી લીધા હતાં. જેઓએ આ શેળાને ઉંચી કિંમતે વેચવાની પેરવી કરી હતી. જે ઉજૈનના તાંત્રિક પાસે વિધિ કરવામાં તેનો ઉપયોગ કરાતો હોવાની કેફીયત વર્ણવી હતી.

જો કે, ઝપાઝપી દરમિયાન પકડેલ શેળાને છોડી મુકતા પ્રાણી હાથ લાગ્યું ન હતું અને ઝડપાયેલ પાંચે શખસોની અટક કરી કેસ કરી વ્યક્તિ દિઠ દસ હજારનો દંડ વસુલી જામીન પર મુક્ત કર્યા હતાં. આમ વન્ય પ્રાણીઓના વેપારનું નવું પ્રકરણ મહુવા વન વિભાગે ફેઇલ કર્યું હતું.[:]