અમદાવાદ – આંતરરાજ્ય ચોર ભાઈ બેન મળીને ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અનેક સ્થળોએ ચોરી કરતી હોવાની વિગતો બહાર આવી છે. અમદાવાદ શહેરમાં સોના-ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરતી અને જવેલર્સોના શો રૂમમાંથી ઘણા વર્ષોથી ચોરી કરતા ભાઈ-બહેનને ઝડપી લેતા અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
જવેલર્સોની દુકાનોમાં ગ્રાહકના સ્વાંગમાં જઈ હાજર કર્મચારી તથા વહેપારીને દાગીનાઓ બતાવવાનું કહી તેઓને વાતચીતમાં વ્યસ્ત રાખી યુવક અને યુવતિ સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી લેતા હતા.
રાજસ્થાનના અજમેરમાં રહેતી મહિલા પુનમ ઉર્ફે પુરણી, કમલેશ રંગવાણી તથા ચંદ્રકાંત ઉર્ફે મુન્ના વિનોદભાઈ પરમાર અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં મહાકાળી પેટ્રોલપંપ પાસે આવેલા શિલ્પ સૃષ્ટિ ફલેટમાં રહેતો હોવાની માહિતી મળતા ભાઈ બહેનને શોધવા માટે ખાસ વોચ ગોઠવી હતી અને તેમાં બંને જણાં આબાદ ઝડપાઈ ગયા હતાં.
હાર અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં એક સોનીને વેચી દીધો હતો. પુનમે પણ કોટા શહેરમાંથી સોનાની બંગડીઓ ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી. બે વર્ષ પહેલા મુંબઈ શહેરમાં તથા કોલકાત્તા શહેરમાં પણ જવેલર્સના શો રૂમમાંથી ચોરીઓ કરી હોવાની કબુલાત કરી છે. એલીસબ્રીજ તથા સાણંદમાં પણ જવેલર્સોને ત્યાં ચોરી કરી છે.