જાહેર માર્ગ પર પતંગ ઉડાવવા પર પ્રતિબંધ
અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં જણાવાયું છે કે, અમદાવાદ શહેર પોલીસ કમિશનર હેઠળના વિસ્તારમાં ૧૩ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૦ સુધી કોઈ પણ વ્યક્તિ જાહેરમાર્ગ ઉપર કોઈ પણ વ્યક્તિને ઈજા અથવા ભય પમાડે તેવી રીતે પતંગ ઉડાવી શકશે નહીં કે જાહેર માર્ગ ઉપર દોડી પતંગ પકડી શકશે નહીં.
આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ફોજદારી ધારા કલમ 188 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
ગયા વર્ષે આખા ગુજરાતમાં 19 લોકોના પતંગ ઉડાવતા કે દોરાથી મોત થયા હતા.
સુરતમાં 100 પુલ છે જેના પર વાહન ચલાવવા પર પ્રતિબંધ ગઈકાલે મૂક્યા બાદ હવે અમદાવાદમાં જાહેર માર્ગો પર પતંગ ન પકડવા પ્રતિબંધ મૂક્યો છે. કેન્સરથી ગુજરાતમાં લાખો લોકોના મોત થયા છે ત્યારે તમાકુ, સિગારેટ કે બીડી પર સરકારે પ્રતિબંધ મૂક્યો નથી. દારૂ પિવાથી હજારો લોકો કમોતે મરે છે પણ દારૂના અડ્ડા તો ચાલું છે. માત્ર લોકોને પરેશાન કરવા માટે આવા આદેશો બહાર પડાતાં હોવાનું લોકો હવે માનતા થયા છે.
ગુજરાતી
English




