અલ્પેશ ઠાકોરને ખદેડી મૂકો, વિધાનસભા સમક્ષ કોંગ્રેસની માંગણી

અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા માટે કોંગ્રેસ પક્ષે વિધાનસભાના અધ્યને પત્ર લખીને માંગણી કરી છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ વિરૃદ્ધ ચૂંટણીમાં કામ કર્યું હોવાથી અને તેમણે કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામું આપ્યું હોવાથી તે હવે કોંગ્રેસ પક્ષના સભ્ય રહેતા નથી. જ્યારે વિધાનસભામાં તે કોંગ્રેસ પક્ષના સભ્ય હોવાથી તેમને ધારાસભ્ય પદેથી તુરંત દૂર કરવાની માંગણી કોંગ્રેસ પક્ષના દંડક અશ્વિન કોટવાલે માંગણી કરી છે.

કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે વિધાનસભા સચિવ સમક્ષ માંગણી કરી છે કે અલ્પેશ ઠાકોર હવે ધારાસભ્ય પદે રહેવા લાયક નથી, કારણ કે તે કોંગ્રેસ પક્ષના સભ્ય નથી.

અશ્વિન કોટવાલે જણાવ્યું હતું કે, 25 એપ્રિલ 2019માં બપોરબાદ વિધાનસભા સચિવાલય સમક્ષ અમે માંગણી મૂકી છે. જે નિયમો પ્રમાણે છે. તેથી અધ્યક્ષે કોઈ પણ જાતના વિલંબ વગર તેમને ધારાસભ્ય પદેથી હાંકી કાઢવા જોઈએ. આવો એક પત્ર પણ આપ્યો છે.

હવે અધ્યક્ષે આ અંગે નિર્ણય કરવાનો રહેેશે. પણ દેશની સર્વોચ્ચ અદાલતના નિર્ણયો છે કે, જ્યારે કોઈ પક્ષના ચૂંટાયેલા સભ્ય પક્ષ વિરોધમાં કામ કરે કે સભ્ય પદેથી રીજીનામું આપે તો તે તુરંત ધારાસભ્ય પદેથી દૂર થવાને પાત્ર છે.

બીજા પક્ષનો પ્રચાર કરો તો આપો આપ સભ્ય મટી જાય છે. એવો સ્પષ્ટ આદેશ સર્વોચ્ચ અદાલતે આપેલો છે.