શિક્ષણ માટે કામ કરતી વિમલાબેન અને સારાભાઈ શાહ એજ્યુકેશન ટ્રસ્ટમાં ટ્રસ્ટમાં આંતરિક વિખવાદો અને ઝઘડા હતા. જેમાં કેટલાંક કેસ ચાલી રહ્યાં છે. તેમાં કોઈ ટ્રસ્ટી પણ નથી. એવા ટ્રસ્ટમાં મધ્ય પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. બનાસકાંઠાના ચડોતરમાં આવેલાં આ ટ્રસ્ટમાં શિક્ષણ આપવા માટે વિમલાબેને કરોડો રૂપિયાનું દાન આપેલું છે. જેમાં ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવા માટે ગુજરાતના ચેરીટી કમિશનર વાય. એમ. શુક્લાએ 20 ફેબ્રુઆરી 2019માં એક આદેશ કર્યો છે. બીજા ટ્રસ્ટી નિયુક્ત કરવા માટે 28 માર્ચ 2019માં હીયરીંગ રાખેલું છે. આનંદિબેનને કેમ પસંદ કરવામાં આવ્યા તે એક રહસ્ય છે.
આનંદીબેનના નજીકના સૂત્રો કહે છે કે, શિક્ષણમાં ટેકનોલોજી અને મેડિકલ ઈન્સ્ટીટ્યુટ અને વિજ્ઞાન સંશોધન કેન્દ્ર વિકસાવવાનો હેતું આ ટ્રસ્ટમાં ટ્રસ્ટી બનવા પાછળ છે. પણ વિવાદો શું છે તે અંગે સ્પષ્ટતા કરવામા આવી નથી.
આ રહ્યા તેના દસ્વતાવેજો. 

ગુજરાતી
English




