દુષ્કર્મ કેસના આરોપી નારાયણ સાંઈને સુરતની કોર્ટે દોષિત જાહેર કર્યો છે. અંદાજે 6 વર્ષે કોર્ટે ચૂકાદો આપ્યો છે. દુષ્કર્મ કેસમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થતા કોર્ટ નારાયણ સાંઇને આરોપી તરીતે જાહેર કર્યો છે અને હવે 30 એપ્રિલે સજાનું એલાન થાય તેવી શક્યતા છે. 6 ઓક્ટોબર 2013માં જહાંગીરપુરા પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ થઇ હતી. પીડિત સાધીકાનો આરોપ હતો કે, નારાયણ સાંઈએ તેની સાથે 2002થી વર્ષ 2005 સુધી દુષ્કર્મ કર્યું હતુ. બાદમાં પોલીસે આસારામના પુત્રની ધરપકડ કરી હતી.
આ કેસને દબાવવા 13 કરોડની લાંચ આપવાના ગુના સહિત સાક્ષીઓ પર હુમલાઓ કરાવવામાં પણ નારાયણ સાંઇ સામે કેસ થયો હતો. લંપટ નારાયણ સાઈ સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે જેલમાં છે. અને હવે 30 એપ્રિલે કોર્ટ સજાનું એલાન કરે તેવી શક્યતા છે, જેમા તેને 7 થી 10 વર્ષ સુધીની જેલની સજા થવાની શક્યતા છે.
સુરતની સાધિકા યુવતિએ ડીસેમ્બર-2013માં જહાંગીરપુરા પોલીસ મથકમાં મુખ્ય આરોપી નારાયણ સાંઇ સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ નોંધાવેલી દુષ્કર્મના કારસા રચવા તથા ધમકી આપવા અંગે કરેલી ગુનાની ફરિયાદમાં આજે કુલ 10જેટલા આરોપીઓ સામે એડીશ્નલ સેશન્સ કોર્ટમાં ચાર્જફ્રેમ કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.આ ગુનામાં મુખ્ય આરોપીઓને આશરો આપવામાં મદદગારી કરનાર અન્ય આરોપીઓને કેસને ન્યાયિક કાર્યવાહી અલગથી ચલાવવા કોર્ટે નિર્દેશ આપ્યો હતો.
સુરતના ચકાચારી એવા સાધિકા દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપી નારાયણ સાંઇ સહિત અન્ય 10જેટલા આરોપી સાધક સાધિકાઓ વિરુદ્ધ છેલ્લા કેટલાક સમયથી પેન્ડીંગ રહેલી કાનની કાર્યવાહી આજે એડીશ્નલ સેશન્સ કોર્ટમાં પૂર્ણ કરવામાં આવી હતી.
સુરતની સાધિકાએ મુખ્ય આરોપી નારાયણ સાંઇએ અન્ય આરોપી સાધક કૌશલ ઉર્ફે હનુમાન લાલ બાપુ ઉર્ફે વિવેકાનંદ ઠાકુર (રહે. વિરાર-મહારાષ્ટ્ર નારાયણ સાંઇ આશ્રમ), આરોપી સાધિકા બહેનો ધર્મિષ્ઠા ઉર્ફે ગંગા પ્રમોદકુમાર મિશ્રા (રહે. હિમાલયા ઝીરકોન એપાર્ટમેન્ટ ચાંદખેડા, અમદાવાદ), ભાવના ઉર્ફે જમના મધુસુદન પટેલ (રહે. ગોપાલપુરી, સીરસી રોડ, જયપુર) વગેરેએ એકબજાના મેળાપિપણામાં ફરિયાદી સાધિકાને શામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવીને નારાયણ સાંઇની કુટિયામાં યૌન શોષણ માટે મોકલવામાં મદદાગારી કરી હોવાનો આક્ષેપ મુકતી ફરિયાદ જહાંગીરપુરા પોલીસમાં કરવામાં આવી હતી. જ્યારે ગાંભોઇ આશ્રમની આઠ જેટલી સાધિકાઓ વિરુદ્ધ ફરિયાદી સાધઇકાને આશ્રમ છોડતાં પહેલાં હિસાબ કરવા માટે આશ્રમ પર આવવા ધાકધમકી આપી ફરિયાદીના સબંધીના ઘર પર પથ્થરમારો કરવાનો આરોપ મૂક્યો હતો.
આકેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપી નારાયણ સાંઇ સહિત આરોપી સાધિકા બહેનો ગંગા-જમના તથા કૌશલ ઠાકુર ઉર્ફે હનુમાન જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસ ધરપકડથી બચવા 58 દિવસોથી વધુ સમયથી એક આશ્રમથી બીજા આશ્રમ ભાગતા રહ્યા હતા. જે દરમિયાન ભાગેડું જાહેર કરાયેલા આરોપી નારાયણ સાંઇ સહિત અન્ય ચાર જેટલા આરોપીઓને એક યા બીજી રીતે આશરો આપવામાં મદદગારી કરનાર કુલ ૩૫ જેટલા આરોપી સાધક સાધિકાઓ વિરુદ્ધ પણ ગુનો નોંધી પોલીસે ધરપકડ કરી હતી.
આ કેસમાં હાલમાં છેલ્લા દોઢ-બે વર્ષથી જેલવાસ ભોગવતા મુખ્ય આરોપી નારાયણ સાંઇ સહિત ગુનામાં મદદગારી કરનાર કુલ 35 જેટલા આરોપીઓ સામે સુરત પોલીસે નિયત સમયમાં ચાર્જશીટ અને પૂરવણી ચાર્જશીટ રજુ કરી નીચલી કોર્ટમાંથી સેશન્સ કોર્ટમાં કેસ કમીટ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. 35માંથી 10 આરોપીઓન કોર્ટ સમક્ષ ઉપસ્થિતિ વચ્ચે ચાર્જફ્રેમ કરાયો હતો. જેમાં મુખ્ય આરોપી નારાયણ સાંઇ, આરોપી સાધિકા બહેનો ગંગા-જમના, સાધક કૌશલ ઠાકુર, નારાયણના ડ્રાઇવર કમ બોડીગાર્ડ રમેશ રાજકુમાર મલ્હોત્રા (રહે. આસારામ આશ્રમ, જહાંગીરપુરા), મોહિત ધરમદાસ ભોજવાણી (રહે. હનુમાનગર, જયપુર), પંકજ ઉર્ફે રવિન્દ્ર દેવડા (રહે. મહુ ઇન્દોર, એમ.પી.), અજયકુમાર રાજકુમાર દિનાવ (રહે. સાકેત મેરઠ (યુપી) તથા તેમના પત્ની નેહા દિવાન તથા મોનિકા પુરુષોતમદાસ અગ્રવાલ (રહે. શ્રીનગર શકુર ચાલી, નવી દિલ્હી) વગેરેનો સમાવેશ થાય છે.