[:gj]ગાંધીઆશ્રમ પાસેની ગટરની ભ્રષ્ટાચારી ગંદકી મેયર બિજલ પટેલ સુધી પહોંચી [:]

Sewage corrupt dirt near Gandhi Ashram reaches Mayor Bijal Patel

[:gj]અમદાવાદ, 8 માર્ચ 2020

અમદાવાદ શહેરની સાબરમતી નદી પ્રદૂષિત કરી દીધા બાદ તેને શુદ્ધ કરવા માટે રૂ.547ના ખર્ચે સાબરમતી નદીના શુધ્ધિકરણના પ્રોજેકટ 30 ઓક્ટરોબર 2018માં તૈયાર કર્યો હતો. શહેરના 40 નાળાઓ દ્વારા સાબરમતી નદીમાં ઠલવાતું તદ્દન અશુધ્ધ અને પ્રદૂષિત ગટરનું અને ઉદ્યોગોનું પાણીને ટ્રીટમેન્ટ કરી નદીમાં ઠાલવવાનું નક્કી કરાયું હતું. 2020 સુધીમાં નદીમાં પ્રદૂષણની માત્રા શૂન્ય કરવાની હતી. સાબરમતી નદીમાં સો ટકા શુધ્ધ અને ટ્રીટ કરેલું પાણી છોડવામાં આવશે એવું  મેયર બીજલ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જાહેર કર્યું હતું. પણ આ બન્નેની કટેરી સુધી ગંદા ભ્રષ્ટાચારની નદી આવી પહોંચી છે.

અમદાવાદ શહેરમાં ગાંધી આશ્રમ પાસે આવેલી ચદ્રભાગા નદી (નાળા)માં ઠલવાતા ગટરના પાણી સાબતમતી નદીમાં જાય છે. જે કાળીગામથી રાણીપ થઈ આવતા ચંદ્રભાગા નાળામાં ૧૦૦ એમએલડીથી વધુ ગટરના ગંદાં પાણી આવે છે.

તે પાણીને શુદ્ધ કરવા માટે જલવિહાર એસટીપી પ્લાન્ટ બનાવ્યો છે.  ૧૦૦ એમએલડી એસટીપી પ્લાન્ટની ક્ષમતા ઘટાડી ૬૦ એમએલડી કરી છે. શુદ્ધ થવાના બદલે ગંદુ પાણી નદીમાં છોડી દેવામાં આવે છે. જ્યાં પાણી ગંધ મારે છે. આમ એલટીપી પ્લાન્ટ નિષ્ફળ સાબિત થયો છે. ભાજપના નેતાના સંબંધી એવા કોન્ટ્રાક્ટરની નિષ્ફળતા છુપાવવા લેબોરેટરીના પરિણામ જાહેર કરવામાં આવતા નથી. સીટી ઈજનેર નરેન્દ્રભાઈ મોદી છુપાવતાં રહ્યા છે. જેનો ખુલાશો માંગવામાં આવ્યો છે. ખોટા તપાસ અહેવાલ આપવામાં આવી રહ્યાં છે. ઠેકેદાર સામે ભાજપના મેયર બિજલ પટેલે કોઈ કાર્યવાહી કરી નથી. પેનલ્ટી કરવાના બદલે તેને પેમેન્ટ આપવાની ફાઈલ સીટી ઈજનેરે ચલાવી હતી.

જલવિહારનું કામ પૂર્ણ થયા બાદ ભાજપના નેતાની માનીતી રાજકમલ સંસ્થાને 10 વર્ષ। માટે રૂ.1 કરોડના ખર્ચે જાળવણી અને સંચાલનનું કામ સોંપવામાં આવ્યુ છે. જલવિહારનાં ટ્રાયલ રનમાં પણ નેગેટીવ રિપોર્ટ જાહેર હોવા છતાં કોન્ટ્રાક્ટરને કમિશનીંગ શરૂ કરાવવા માટે બહારની લેબમાં રિપોર્ટ માન્ય કરવામાં આવ્યા હતાં. જીપીસીબીના ભ્રષ્ટ અધિકારીઓએ ખોટા અહેવાલો આપી દીધા છે.

બીઓડી-૧૦ , સીઓડી-પ૦, ફીકલ ૧૦૦ ના પેરામીટરની શરત રાખવામાં આવી હતી. જાન્યુઆરી ર૦૧૯માં બીઓડી, ૧૧૭, સીઓડી-૩ર૯ તથા ફિકલ ૩પ૦ આવ્યા હતા. જે નિયત પેરામીટર કરતા અનેકગણા વધારે છે. બીજી વખથ બીઓડીની માત્ર ૧૧, સીઓડી-૪પ, ફીકલ ૧૪૦ તથા ટીએસએસ ૪૦ આવ્યા હતા. અનફીટ રીપોર્ટ ગાયબ કરી દેવામાં આવે છે.

બીજું ગટર કૌભાંડ

4 વર્ષ પહેલાં 20 કરોડનું રાણીપ ખાતે ૭૫ MLDની ક્ષમતાનું સુએજ પમ્પિંગ સ્ટેશન તથા ચેનપુર ખાતે ૭૫ MLDની ક્ષમતાનું સુએજ પમ્પિંગ સ્ટેશન ઊભું કરાયું હતું. જે ચંદ્રભાગા નાળાના તમામ ગંદાં પાણીને પમ્પ કરી વાસણા સુધી મોકલવાનું હતું. 4 વર્ષથી આ બે પમ્પિંગ સ્ટેશન માત્ર 10થી 15 MLD ગટરના પાણી પમ્પ કરાઈ રહ્યાં છે.[:]