ઉચાપતમાં પોસ્ટમાસ્તરને 3 વર્ષની સજા અને 10,000 નો દંડ.

July 17th, 2018 ચુડેશ્વર ગામનાં તત્કાલીન પોસ્ટમાસ્તરને હંગામી ઉચાપત મામલે 3 વર્ષની સજા અને 10,000 નો દંડ રાજપીપળા ની એડિશનલ ડિસ્ટ્રીકટ કોર્ટ દ્વારા કરવામા આવ્યો છે, 7 જેટલા ગ્રાહકોનાં ખાતામાં જમાં કરવાના 2,645 પોતાના અંગત કામમાં વાપરી પાછળથી ભરપાઈ કરી હંગામી ઉચાપત કરી હતી.

તિલક્વાડા ના ચુડેશ્વર ગામનાં તત્કાલીન પોસ્ટમાસ્તર ફૈજમહંમદ જશવંતસિંહ રાઠોડે 1 એપ્રિલ 1991 થી 3૦ જુન 1992 ના સમય ગાળા દરમિયાન 7 જેટલા ગ્રાહકોનાં ખાતામાં જમાં કરવાના 2,645 પોતાના અંગત કામમાં વાપરી પાછળથી ભરપાઈ કરી હંગામી ઉચાપત કરી હતી.આ પોસ્ટમાસ્તર 7 લોકોની પાસબૂકમા એન્ટ્રી પાડી પણ પોસ્ટ ના લેજર મા એન્ટ્રી પાડી નહી જે બાબતની પોસ્ટ ઇંસ્પેક્ટર ને જાણ થતા આ પોસ્ટ માસ્તર ફૈજમહંમદ જશવંતસિંહ રાઠોડ વિરુધ્ધ તિલકવાડા પોલિસ મા ફરીયાદ નોધાવી આ કેશ એડિશનલ ડિસ્ટ્રીકટ કોર્ટ મા ચાલી જતા સરકારી વકીલ જિતેંદ્રસિહ ગોહિલ દ્વારા તપાસમાં મળેલ પુરાવા અને દલીલોને ધ્યાને રાખી નામદાર કોર્ટે પોસ્ટ માસ્તર ને 3 વર્ષની સજા અને 10,000 નો દંડ ફટકાર્યો.નીચલી કોર્ટે સજા ફટકાર્યા બાદ આરોપીએ સજા સામે એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ કરી છે.