નવીદિલ્હી, એર ઇન્ડિયાના વેચાણ માટેની પ્રક્રિયાને માર્ચ ૨૦૨૦ સુધી સમેટી લેવામાં આવશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આ અંગેની વાત કરવામાં આવ્યા બાદ ડિસઇન્વેસ્ટમેન્ટને લઇને પણ નવી ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. સીતારામનનું કહેવું છે કે, એર ઇન્ડિયાના વેચાણ અંગે રોકાણકારોની અંદર વ્યાપક હિત જાવા મળી શકે છે. સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય રોડ શોમાં આને લઇને જારદાર ઉત્સાહ જાવા મળ્યો હતો. સીતારામને કહ્યું છે કે, અમને આશા છે કે, સરકારની ધારણા મુજબ જ આ તમામ પ્રક્રિયા આગળ વધશે. અમે આ વર્ષે આંકડાઓને લઇને તમામ ગણતરી કરી લઇશું. બ્રાઉન રિયાલીટી આમા મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે.
તેમણે ઉમેર્યું હતું કે, બે સરકારી કંપનીઓના વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટની બાબત સરકાર માટે ખુબ મહત્વપૂર્ણ છે. કારણ કે, વર્તમાન નાણાંકીય વર્ષ માટે એક ટ્રિલિયનના ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને પહોંચી વળવા માટે આ ડિસઇન્વેસ્ટમેન્ટ ખુબ મહત્વપૂર્ણ છે. સરકારે મૂડીરોકાણરકારો તરફથી નબળા પ્રતિસાદના કારણે આ વર્ષની શરૂઆતમાં એર ઇન્ડિયાના હિસ્સાને વેચવા માટેની યોજનાને રોકી દીધી હતી. સરકાર દ્વારા યોગ્ય સમયે આર્થિક મંદીની સ્થિતિમાં આ નવી હિલચાલ હાથ ધરવામાં આવી ચુકી છે. નાણામંત્રીનું કહેવું છે કે, કેટલાક સેગ્મેન્ટમાં વેચાણમાં સુધારો થઇ રહ્યો છે.
સાથે સાથે સરકારે લિકેજને દૂર કરવા માટેના નક્કર પ્રયાસો હાથ ધર્યા છે જેના પરિણામ સ્વરુપે જીએસટી વસુલાતમાં વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. એસ્સાર સ્ટીલ અંગે હાલના સુપ્રીમ કોર્ટના ચુકાદાના સંદર્ભમાં વાત કરતા સીતારામને કહ્યું હતું કે, આ ચુકાદાથી બંધારણીયતા અને કાયદેસરતાની મજબૂતી દેખાઈ આવી છે. આઈબીસીના કાયદા વધુ મજબૂતરીતે ઉભરી આવ્યા છે. આગામી ત્રિમાસિક ગાળામાં બેંકોની બેલેન્સશીટ ઉપર આની અસર થશે.