કનૈયો ઘોડો કાઠયાવાડી ઓલાદમાં દેશમાં પ્રથમ

સાળંગપુરના કનૈયા નામના ઘોડાએ ભારતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. મહારાષ્‍ટ્ર ટુરિઝમ દ્વારા યોજાયેલ ચેતક ફેસ્‍ટિવલમાં ‘કનૈયા’એ સિદ્ધિ હાંસલ કરી છે.

મહારાષ્‍ટ્રમાં નંદુરબાર જિલ્‍લાના સારંગખેડા ગામના તાપી નદીના કિનારે છેલ્‍લા 300 વર્ષથી ચેતક ફેસ્‍ટિવલનું અયોજન થાય છે.  મહારાષ્‍ટ્ર ટુરિઝમન વિભાગની મદદથી વિરાટ પાયા પર હરિફાઈ થાય છે. જેમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમો, વિવિધ રમતો સ્‍પર્ધાઓની વચ્‍ચે ઘોડાઓની સ્‍પર્ધા મુખ્‍ય હોય છે. આ વર્ષ તા.1ર ડિસેમ્‍બર થી 8 જાન્‍યુઆરી સુધી ચાલેલી હરિફાઈમાં અનેક પ્રદેશોમાંથી આવેલા અનેક જાતવાન ઘોડાઓની આ સ્‍પર્ધા થઈ હતી.

ડાન્‍સ શો, રેસ, બગી રાઈડ, શ્રેષ્ઠ ઓલાદ વગેરે દ્વારા ઘોડાની શ્રેષ્ઠતા પુરવાર કરવાની હતી. જેમાં સારંગપુરની યજ્ઞપુરૂષ ગૌ-શાળાનો “કનૈયો” શુદ્વ કાઠિયાવાડી બ્રીડ માટે સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમાંકે વિજયી થયો હતો. આ ગૌ-શાળાના પાડા, ભૈંસ વગેરે અનેક પશુઓએ અગાઉ પણ અનેક રાષ્‍ટ્રીય ઈનામો મેળવેલાં છે.

બી.એ.પી.એસ.ની આ ગૌ-શાળામાં ભારતભરના ઉત્તમ પ્રજાતિઓના પશુઓની માવજત કરવામાં આવે છે. પશુઓની દેખરેખ વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે છે. ગૌશાળા વાતાવરણ પૂર્ણ આઘ્‍યાત્‍મિક છે. સતત ભજન અહીં સાંભળતા રહે છે.