કાયદામાં સુધારાથી 76 હજાર સહકારી સંસ્થાઓ પર ભાજપનો કબજો વધ્યો

સહકારી ક્ષેત્ર પર કોંગ્રેસનું પ્રભુત્વ રહેતું હતું પણ હવે અમૂલ– ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિ. પર ભાજપના રામસિંહ પરમારને બેસાડી દીધા બાદ 75,967 સહકારી સંસ્થાઓ પર રાજકીય કબજો લઈ લીધો છે. આ સંસ્થાઓ ભાજપને સત્તા પર બેસાડી રાખવા માટે મતદાર કરતા પણ વધારે પ્રભાવ ઊભો કરી રહી છે.

વિધાનસભામાં 11 ડિસેમ્બર 2019થી કરેલા સુધીરાથી ભાજપ વધું પ્રભુત્વ ધરાવતો થશે.

સહકારી સત્તા મેળવવા માટે ભાજપને 22 વર્ષનો સમય લાગ્યો છે. તેના પર પ્રભુત્વ મેળવવા માટે રાજકીય દખલ કરીને સહકારમાં અસહકાર બનાવી દીધો છે. જે સહકારી સંસ્થા પર કોંગ્રેસના નેતાઓનું પ્રભુત્વ હતું તે તોડવા માટે ગંદુ રાજકારણ પણ રમવામાં આવ્યું છે. જેનાથી સરકાર ક્ષેત્ર હવે સંપૂર્ણ પણે રાજકીય ક્ષેત્ર બની ગયું છે. 75 હજાર સહકારી સંસ્થાઓમાંથી ઘણાં એવા નેતાઓ છે કે જે ભાજપે કોંગ્રેસમાંથી આયાત કર્યા છે. જેમાં વિઠ્ઠલ રાદડીયા, નરહરી અમીન અને તેમના ભાઈ અને છેલ્લે રામસિંહ પરમારને કોંગ્રેસમાંથી ભાજપમાં આયાત કરીને અમૂલ પર કબજો મેળવી લીધો છે. દૂધ સહકારી મંડળી, 268 સહકારી બેંકો, 4500 જેટલી ખેત ધિરાણ સહકારી મંડળીઓ પોતાનું અર્થતંત્ર ઊભું કરે છે.

અમૂલ પરનો વિજય એ ખરો વિજય એટલા માટે છે કે ગુજરાતમાં 15,316 સંસ્થા દૂધ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી છે. દરેક જિલ્લામાં 100થી 600 સુધી દૂધ સરકારી મંડળી આવેલી છે. આ મંડળીઓ રાજકારણ ઉપર સીધો પ્રભાવ પાડે છે. દરેક ગામ હવે દૂધ સહકારી સંસ્થા સાથે જોડાયેલું હોવાથી તેનો સીધો રાજકીય ફાયદો ભાજપ મેળવશે. ગ્રામ્ય કક્ષાએથી લઈને છેક રાજ્ય કક્ષા સુધી ભાજપના કાર્યકરો તેમાં જોડાઈ ગયા છે. પહેલા તેમાં બિનરાજકીય લોકો વધારે હતા. જે પછી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાતાં હતા અને કોંગ્રેસ સત્તા ટકાવી રાખવા માટે સહકારી માળખાનો ઉપયોગ ઘણી જગ્યાએ કરતો હતો.

હવે ચિત્ર સાવ બદલાઈ ગયું છે. રાજકોટ સહકારી બેંક પર ભાજપે પ્રથમ કબજો લીધો હતો. સરકારી ક્ષેત્ર પરની બેંકો, ખેતી, મજૂર, માછીમારી, વન, મજૂરસંગઠનો, દૂધ મળીને તમામ સહકારી સંસ્થાઓ પર માત્ર ને માત્ર ભાજપના નેતાઓ કે કાર્યકરોએ કબજો લઈ લીધો છે. એક અંદાજ પ્રમાણે 75 હજાર સહકારી સંસ્થાઓમાં 3 કરોડ લોકો જોડાયેલાં છે. શહેરી વિસ્તારમાં બેંકો અને હાઉસીંગ સોસાયટીઓને બાદ કરતાં તેનું બહુ પ્રભુત્વ નથી. પણ ગ્રામ્ય વિસ્તારમાં તેનું વ્યાપક પ્રભુત્વ છે. ગુજરાતનું સહકારી ક્ષેત્ર ભારત ભરમાં વખણાય છે. તેને બીજી સમાંતર સરકાર પણ કહેવામાં આવે છે.

આવા 23 ક્ષેત્રો પર ભાજપનો કબજો

સંસ્થાનું નામ – સહકારી સંસ્થાની સંખ્યા

રાજ્ય સરકારી બેંક 1

સેન્ટ્રલ કોપરેટીવ બેંક 18

રાજ્ય સહકારી જમીન વિકાસ બેંક 1

પ્રાથમિક ખેતીવાડી સહકારી મંડળી – ક્રેડિટ 9402

નાગરિક બેંક – 229

પ્રાથમિક બિનખેતી ક્રેડીટ સોસાયટી – 5960

માર્કેટીંગ સોસાયટી – 2174

પ્રોસેસીંગ સોસાયટી – 1204

દૂધ સહકારી સંસ્થાઓ – 15,316

પશુસંવર્ધન – 888

ખેતીવાડી – 914

માછીમારી – 636

ગ્રાહક લક્ષી સેવા – 2013

હાઉસીંગ – 17,461

મજૂર કોન્ટ્રાક્ટ – 3710

વન મજૂર મંડળી – 125

સિંચાઈ – 4628

વાહનવ્યવહાર – 121

વીજળી સેવા – 4

અન્ય સહકારી સંસ્થા – 6561

યુનિયન અને સંસ્થાકીય – 40

ખાંડ ક્ષેત્ર – 30

ઔદ્યોગિક – 4531

કૂલ સહકારી સંસ્થાઓ 75,967

ભાજપની પ્રથમ સરકાર બની ત્યારે સહકારી સંસ્થાઓની સંખ્યા 45 હજારની આસપાસ હતી. જેમાં વધારો થઈને 2007-08માં 62,342 હતી. આજે તે વધીને 76 હજાર નજીક પહોંચી ગઈ છે.