[:gj]ખેડૂતોને માત્ર બે હેક્ટર સુધી સહાય એ ક્રૂર મશ્કરી[:]

[:gj]મોરબી જીલ્લાના તમામ પાંચ તાલુકામાં ઓછા વરસાદને પગલે પાંચેય તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી જરૂરી સુવિધા આપવાની માંગ છતાં મોરબી અને ટંકારાને અછતગ્રસ્ત જાહેર ના કરીને ખેડૂતોને બે હેક્ટર સુધી સહાયની જાહેરાત એ ખેડૂતોની મશ્કરી સમાન હોવાનું જણાવીને ધારાસભ્યએ પ્રહારો કર્યા હતા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે મોરબી તાલુકામાં રૂ ૬૩૦૦ અને ટંકારા તાલુકામાં રૂ ૫૮૦૦ ની રાજ્ય સરકારે જાહેરાત કરી છે તે માત્ર ખેડૂતોની મશ્કરીથી વિશેષ કશું નથી ખેતી કેટલી મોંધી છે બે હેક્ટર સુધીની મર્યાદા એટલે ૧૩ વીઘાની જમીન ગણીએ તો એક વીઘે માત્ર રૂ ૧૦૦૦ સ્સહાય મળી ગણાય જયારે ખેડૂતોને સાતી હાંકવામાં વિધે ૧૦૦૦ નો ખર્ર્ચ થાય છે તેમજ મજુરી ખર્ચ, જંતુનાશક દવાનો ખર્ચ, મોંઘુ બિયારણ ખર્ચ અને રાસાયણિક ખાતર ખર્ચ મળીને એક વીઘે મગફળી કે કપાસ ઉત્પાદન કરવામાં ૫૦૦૦ થી વધુ ખર્ચ કરવો પડતો હોય છે ચાલુ વર્ષે વરસાદ ખેંચતા ખેડૂતોએ કરેલ ખર્ચ એળે ગયો છે

જેથી એક હેકટરે રૂ ૬૩૦૦ ની સહાય ચુકવતા પહેલા ખેડૂતોએ કરેલ ખર્ચ ગણતરીમાં લેવો જોઈએ પરંતુ સરકારે તેમ ના કરીને ખેડૂતોને દાઝ્યા પર ડામ જેવી સ્થિતિ ઉભી કરી છે વળી જે સહાય ચુકવવાની છે તે માટે ખેડૂત ખાતેદારની પાસબૂકની નકલ અને ૮ અ માં નોંધણી જેવી બાબતો અને લેખિત અરજી કરવામાં નમુના પત્રકમાં કરેલ વાવેતરની વિગત પણ પેચીદી બની રહેશે જે જોતા અભણ ખેડૂતો માટે તો આવી સહાય ઠગારી નીવડશે આવી કળાકૂટમાંથી ખેડૂતોને મુક્તિ આપી હેક્ટર દીઠ રૂ ૧૦,૦૦૦ ની સહાય સમયસર આપવા ખેડૂતોના વ્યાપક હિતમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ માંગ કરી છે[:]