[:gj]ગટરમાં મરી જતાં કામદારોને વળતર આપવા આદેશ પણ ચાર વર્ષથી અપાયું નહીં, સમિતી બનાવો [:]

[:gj]27 માર્ચ 2014ના રોજ સર્વોચ્ચ અદાલતે સફાઈ કામદારના મોત થાય તો વળતર આપવા માટે ચૂકાદો આપવાાં આવ્યો હતો.  1993થી ગટર કામ કરતા સફાઈ કામદારોના મૃત્યુના કીસ્સામાં દરેક રાજ્ય સરકારે અને કેન્દ્ર શાસીત પ્રદેશોમાં દરેક કિસ્સામાં રૂ. 10 લાખનું વળતર આપવું. તેમજ આશ્રિત પરિવારનું પુન:વસન (રહેવા મકાન, પેન્શન, રોજગાર) કરવું અને કુટુંબના એક સભ્યને રોજગારી મળે તે હેતુસર સરકારે સરકારી વિભાગ હસ્તકના વિભાગમાં સરકારી નોકરી આપવી, તેમજ જે તે કેન્દ્ર શાસીત પ્રદેશો અને રાજ્યોમાં જયા પણ સુકા જાજરૂ અને માથે મેલું ચાલતું હોય તે બંધ કરવા ચુકાદો આપેલ છે. જેનો અમલ ગુજરાતમાં થયો ન હોવાથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને આવેદન પત્ર આપીને અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદાના સંપૂર્ણપણે અમલીકરણ બાબતે ગુજરાત સરકાર નીચે મુજબના પગલા ભરે તેવી અમારી માંગણી છે.
– નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાના અમલીકરણ માટે રાજ્ય લેવલની એક કમિટીની રચના કરવામાં આવે.
– રાજ્ય કક્ષાની આ સમિતિની રચના એક સીનીયર સચિવ, (આઈ.એ.એસ.) કક્ષાના અધિકારીના અધ્યક્ષ સ્થાને દરેક જીલ્લાના કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી, તમામ મ્યુનિસિપલ કમિશનર, શહેરી વિભાગના સચિવ સાથે પાચ બિન સરકારી આ વિષયના નિષ્ણાંત સભ્યોની પણ નિમણુક કરવામાં આવે.
– રાજ્યમાં નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ વર્ષ 1993થી અત્યાર સુધીમાં ગટરમાં ગેસથી કે અન્ય કારણોસર ગટરમાં સફાઈ કામદારોના મોત થયેલ હોય તે ભોગ બનનારના નામોની ઓળખ કરી, તેમના અશ્રીતોની યાદી બનાવવામાં આવે અને તે યાદી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવે.
– રાજ્ય કક્ષાની આ સમિતિ ભોગ બનનારના આશ્રિત પરિવારના સીધી લીટીના વારસદારની ઓળખ કરી તેમને રૂ. દસ લાખનું વળતર નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ આપવાનો નિર્ણય કરે.

– રાજ્ય કક્ષાની આ સમિતિ નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ભોગ બનનાર આશ્રિત પરિવારના સભ્યને સરકારી નોકરી લાયકાત મુજબ આપવાની સરકારને ભલામણ કરે, રાજ્ય કક્ષાની સમિતિ દ્વારા કરવામાં આવેલ આવી ભલામણનો રાજ્ય સરકાર અમલ કરે.
– રાજ્ય કક્ષાની આ સમિતિ નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ભોગ બનનાર પરિવારના સભ્યોના પુન:વસન (મકાન, પેન્શન, રોજગાર) માટે ક્યાં ક્યાં પગલા લેવા તે સરકારને ભલામણ કરે અને સરકાર આ ભલામણનો તાત્કાલિક અમલ કરે.
– રાજ્ય કક્ષાની આ સમિતિની મીટીંગ નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાના અમલીકરણની સમીક્ષા માટે દર ત્રણ માસે મળે તેવો પ્રબંધ કરવામાં આવે.
– નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સંપૂર્ણપણે અમલીકરણ એક વર્ષમાં સમિતિ દ્વારા પૂરું કરવામાં આવે તેવો પ્રબંધ કરવામાં આવે.
તેમ ગુજરાત દલિત સમાજ સંસ્થાના પ્રમુખ કાંતિલાલ પરમારે જણાવ્યું હતું.[:]