[:gj]ગાંધીજીની ટીકા કરવી એ આકાશમાં ધૂળ ઉડાડવા બરાબર -ભાજપ [:]

[:gj]મહામાનવ મહાત્મા ગાંધીજીની ટીકા કરવી એ આકાશમાં સુરજની સામે ધૂળ ઉડાવવા જેવું કૃત્ય છે. મહાત્મા ગાંધીજીના જીવનને ટુંકી દ્રષ્ટિથી જોનારા કેટલાક લોકો તેમનો વિરોધ કરીને અપરિપક્વ અને નિંદનીય કૃત્ય કરી રહ્યા છે. ગાંધીજીના સત્ય, પ્રેમ અને અહિંસાના વિચારોને સમગ્ર દુનિયાએ સ્વીકાર્યા છે.

તેમ ભાજપના પ્રવક્તા ભરત પંડિયાએ ભાજપના લોકસભાના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ ગોડસેને દેશ ભક્ત તરીકે ગણાવ્યા તે અંગે નામ લીધા વગર પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે સાધ્વી સામે પગલાં ભરાવા જોઈએ એવી બાબતો કહેવાનું ટાળ્યું હતું. તેમણે નામ લેવાનું જ ટાળ્યું હતું.

૨જી ઓક્ટોબરના રોજ ખાદીનું રોજીંદા જીવનમાં મહત્વ પ્રસ્થાપિત કરવા ખાદીની ખરીદીથી લઇને અનેકવિધ પગલાંઓ સરકારે હાથ ધર્યા છે. ગાંધીજીની વિચારધારાને મૂર્તિમંત કરવા અને જનજન સુધી પહોંચાડવા સ્વચ્છતા અભિયાનને પણ લોકજીવનનો એક અભિન્ન હિસ્સો બનાવ્યો છે.

આ ઉપરાંત દાંડી કુટિર, મહાત્મા મંદિર તથા ગાંધીજીના જીવનકવન પ્રદર્શની મારફતે જનતા સમક્ષ ગાંધીજીના વિચારોને લઈ જવામાં આવ્યા છે.  સમગ્ર દેશમાં ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવાઇ રહી હોય ત્યારે તેમના જીવનને વાંચવું અને સમજવું જોઇએ ત્યારે આ માટેની બાબતોને વાસ્તવિક રૂપ આપવાનું કાર્ય કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકાર કરી રહી છે.[:]