गुजरात सरकार वादे से पीछे हटी, द्वारका के खेत बर्बाद हो रहे हैं GujGovt Backtracks on Promise, Dwarka’s Farmlands Face Ruin
દિલીપ પટેલ, અમદાવાદ, 24 મે 2026
ગુજરાતની કુલ પવન ઊર્જા ઉત્પાદન ક્ષમતા 7,542 મેગાવોટ છે, જે ભારતમાં તમિલનાડુ (9,304 મેગાવોટ) પછી બીજી સૌથી મોટી સ્થાપિત ક્ષમતા છે.
એપ્રિલ 2019થી માર્ચ 2020 વચ્ચે ગુજરાતે વિન્ડ પાવર ઉત્પાદન ક્ષમતામાં 1,468 મેગાવોટનો ઉમેરો કર્યો હતો.
દ્વારકા પવન અને સૂર્ય ઉર્જા માટે હાઈબ્રિડ ઝોન છે.
દ્વારકામાં હાલ 700+ મેગાવોટ પવન ઊર્જા છે. તેમાં 1 હજાર મેગાવોટ વધારો થવાનો છે.
જૂનીપુર અને અન્ય વિસ્તરણ પ્રોજેક્ટો છે. નાની અને મોટી વીજ લાઈનો 2 હજાર કિલોમીટરની હોઈ શકે છે. દરેક ખેતરમાં સરેરાશ એક વીજ પોલ આવી રહ્યો છે.
પ્રોજેક્ટ:
63 MW — THDCનું પવન પ્રોજેક્ટ (ભાણવડ વિસ્તાર).
115 MW — ટોરેન્ટ પાવર
54.6 MW — કે પી એનર્જી સિધપુર સાઇટ
50 MW — જૂનીપુર ગ્રીન
72.45 MW — સુલોન
આગળ શું થવાનું છે?
ગ્રીન એનર્જી કોરિડોર યોજના હેઠળ જામનગર–બેટ દ્વારકા પટ્ટો અને દ્વારકા વિસ્તારને મોટા પવન અને સોલર-વિન્ડ હાઈબ્રિડ ઝોન તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. ટ્રાન્સમિશન ક્ષમતા વધારાથી અહીં વધુ GW સ્તરના પ્રોજેક્ટ આવવાની સંભાવના છે.
અદાણી કંપનીએ દ્વારકાના ભટ ગામમાં અનોખો ગ્રીન પાવર સંગ્રહ અને વિતરણ કરવાનો પ્રોજેક્ટ શરૂ કરી રહી છે. આ માટે ટ્રાન્સકો કંપનીની સ્થાપના કરી છે.
500 વીઘામાં પ્રોજેક્ટ છે.
અદાણીએ ખાસ કંપની બનાવી છે. “જામ ખંભાળિયા ટ્રાન્સકો લિમિટેડ” પ્રોજેક્ટમાં ગુજરાતમાં જામ ખંભાળીયા ખાતે 400 kV સબસ્ટેશન સાથે આશરે 40 ckt કિલોમીટર 400 kV D/C લાઇનનો છે. આ પ્રોજેક્ટ મુખ્યત્વે દ્વારકા અને જામનગર જિલ્લામાં ગુજરાતના પવન અને સૌર ઉર્જાની ટ્રાન્સમિશન સિસ્ટમ માટે બનાવેલો છે.
દ્વારકા (ગુજરાત)માં RE પ્રોજેક્ટ્સ (1500 MW)ને કનેક્ટિવિટી પૂરી પાડવા માટે જામ ખંભાલિયા પૂલિંગ સ્ટેશન અને ઇન્ટરકનેક્શન માટે ટ્રાન્સમિશન સિસ્ટમ અને મેસર્સ CGPL સ્વિચ યાર્ડ ખાતે 400/220 kV ICT અને સંલગ્ન પાવર સ્થાપના કરી છે.
પવનચક્કીમાંથી વીજળી પેદા કરતી 16 કંપની દ્વારકામાં છે. બધી કંપની પોતાની વીજ લાઈન જે અદાણી સુધી આવે છે. કચ્છના અખાતના દરિયા કાંઠે સારો પવન મળતો હોવાથી અહીં પેદા થયેલી વીજળી અદાણી કંપનીમાં જાય છે. ત્યાંથી અદાણી વીજળીની વહેંચણી કરે છે. ટોરેન્ટ, ઓપેરા, સમરથ, સુઝલોનની હજારો પવનચક્કી આવેલી છે. તેની વીજળી અહીં આવે છે. જામનગર અને દ્વારકાની ત્રણેય દિશામાંથી વીજ લાઈનો આવે છે. ત્યાંથી સરકારને અને ખાનગી કંપનીઓને આપે છે. જે વીજળી આપતા બચે તેનો સંગ્રહ કરે છે. જ્યારે ખૂબ માંગ હોય ત્યારે સંગ્રહિત વીજળી આપે છે. જેમાં સરકારી કંપનીઓ અને ખાનગી કંપનીઓને તે વીજળી અહીંથી આપે છે.
દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા પાસે ભટ ગામમાં 500 વીઘામાં બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ઉભી કરી છે. નાના નાના પવનચક્કી, રૂફટોપ સોલાર, માઇક્રો-મિની વિન્ડ ટર્બાઇન, સૌર ઊર્જાના ઉત્પાદકોની વીજળી લાવીને વિજ વિતરણ અને સ્ટોરેજ કરે છે. જેની માઇક્રો ગ્રીડ વીજ લાઈન અહીં સુધી લાવીને ત્યાંથી વીજળીનું વિતરણ અને સંગ્રહ કરે છે.
ગુજરાતી
English





